AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka : નવીન શેખરપ્પાનો પાર્થિવ દેહ યુક્રેનથી બેંગ્લોર પહોંચ્યો , CM બોમ્મઈએ સરકારનો માન્યો આભાર

યુક્રેનમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મૃતદેહને બેંગ્લોર એરપોર્ટ પર લાવવામાં આવ્યો છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈએ અહીં એરપોર્ટ પર પહોંચીને મૃતદેહને શ્રદ્ધાંજલિ આપી હતી.

Karnataka : નવીન શેખરપ્પાનો પાર્થિવ દેહ યુક્રેનથી બેંગ્લોર પહોંચ્યો , CM બોમ્મઈએ સરકારનો માન્યો આભાર
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 8:55 AM
Share

Karnataka : યુક્રેનમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મૃતદેહને બેંગ્લોર એરપોર્ટ (Bengaluru Airport) પર લાવવામાં આવ્યો છે. ત્યારે કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈએ(CM Basavraj Bommai)  એરપોર્ટ પર પહોંચીને મૃતદેહને શ્રદ્ધાંજલિ આપી હતી.

તેમણે કહ્યું કે, નવીન શેખરપ્પાએ યુક્રેનમાં જીવ ગુમાવવો એ દુર્ભાગ્યપૂર્ણ છે. નવીનનો મૃતદેહ યુક્રેનથી અહીં લાવવો ઘણો મુશ્કેલ હતો,આ બહુ હિંમતની વાત છે. આપણા વડાપ્રધાન, (PM Modi) વિદેશ મંત્રી અને સરકારે આ મુશ્કેલ કામ કર્યું છે. હું તે બધાનો આભાર માનું છું.તમને જણાવી દઈએ કે, ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં મેડિકલના અંતિમ વર્ષનો વિદ્યાર્થી નવીન રશિયન ગોળીબારમાં માર્યો ગયો હતો.

શરીરને તબીબી સંશોધન માટે દાન કરવાનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે,નવીનના મૃત્યુ બાદ કર્ણાટક સરકારે તેના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય પૂરી પાડી અને પરિવારના એક સભ્યને સરકારી નોકરીની જાહેરાત પણ કરી છે. પુત્રનું શરીર દાન કરવાનો નિર્ણય લેનાર પિતાએ કહ્યું, ‘મારો પુત્ર મેડિકલ ક્ષેત્રમાં કંઈક કરવા માંગતો હતો, જે થઈ શક્યું નહીં. ઓછામાં ઓછું તેના શરીરનો ઉપયોગ અન્ય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કરી શકે છે. એટલા માટે અમે પરિવારના સભ્યોએ તેમના શરીરને તબીબી સંશોધન માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે.’

CM બોમ્મઈએ PM મોદીને પત્ર લખ્યો

નવીનનો મૃતદેહ ભારત આવે તે પહેલા સીએમ બોમ્માઈએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ‘યુક્રેન યુદ્ધ દરમિયાન ખાર્કિવમાં (Kharkiv) માર્યા ગયેલા નવીન શેખરપ્પાના મૃતદેહને પરત લાવવા બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. તમારા પ્રયાસોને કારણે નવીન શેખરપ્પાનું પાર્થિવ દેહ સોમવારે બેંગ્લોર આવી રહ્યો છે.’

યુક્રેનની યુનિવર્સિટીએ રજા માટેની અપીલ નકારી કાઢી

નવીન દિવસમાં ઘણી વખત તેના પિતા સાથે ફોન પર વાત કરતો હતો. યુદ્ધની સંભાવના વચ્ચે, તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને રજાઓ જાહેર કરવાની અપીલ કરી હતી જેથી તેઓ બધા દેશમાં પાછા ફરવાની યોજના બનાવી શકે, પરંતુ યુનિવર્સિટીએ તેમની અપીલ ફગાવી દીધી હતી.

આ પણ વાંચો  : Cyclone Asani: ચક્રવાત ‘આસની’ના કારણે આંદામાનના કેટલાક ભાગોમાં વરસાદ, ભારે પવનો બની આફત, IMDએ આપ્યુ એલર્ટ

પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે
મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે
બે દિવસમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ
બે દિવસમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ
અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ,એક ઘટનામા 2 વ્યક્તિ દાઝ્યા
અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ,એક ઘટનામા 2 વ્યક્તિ દાઝ્યા
g clip-path="url(#clip0_868_265)">