સરહદ પર આતંકવાદી ષડયંત્ર: BSFએ જમ્મુ-કાશ્મીરમાં વધારી સુરક્ષા, ઘૂસણખોરીને લઈને સુરક્ષા દળ એલર્ટ

સરહદ પર હિમવર્ષા વચ્ચે પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. તેને નિષ્ફળ બનાવવા માટે BSF સંપૂર્ણ રીતે સતર્ક છે.

સરહદ પર આતંકવાદી ષડયંત્ર: BSFએ જમ્મુ-કાશ્મીરમાં વધારી સુરક્ષા, ઘૂસણખોરીને લઈને સુરક્ષા દળ એલર્ટ
BSF JAWAN (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 10:00 PM

પ્રજાસત્તાક દિવસ (Republic Day) પહેલા આતંકી પુલવામા જેવી મોટી ઘટનાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ભારતીય જવાનોએ આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે કમર કસી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા સરહદ પર સતર્કતા વધારી દીધી છે. ઘૂસણખોરીના પ્રયાસો અને આતંકવાદી યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે BSFએ તેની શિયાળાની વ્યૂહરચનાના ભાગરૂપે જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ધુમ્મસ વિરોધી સર્વેલન્સ સાધનો સાથે વધારાના સૈનિકો તૈનાત કર્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં 200 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ (IB) ની રક્ષા કરી રહેલા BSFના જવાનોને ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ સામે એલર્ટ પર રાખવામાં આવ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે સરહદ પર સૈનિકો તૈનાત કર્યા છે. ધુમ્મસભર્યા વાતાવરણ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સરહદ પર સર્વેલન્સ સાધનો સાથે વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

અધિકારીએ કહ્યું કે બોર્ડર પર ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે પણ તકેદારી વધારી દેવામાં આવી છે. જેના કારણે શિયાળાના ગાઢ ધુમ્મસ વચ્ચે આતંકવાદીઓ પોતાના મનસૂબામાં સફળ ન થઈ શકે. ઘૂસણખોરી માટે ધુમ્મસનો ઉપયોગ કરીને આતંકવાદીઓ તરફ ઈશારો કરતા અધિકારીઓએ કહ્યું કે શિયાળાની વ્યૂહરચનાના ભાગ રૂપે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તેમણે કહ્યું કે સૈનિકોએ ઉઝ, બંસંતાર અને ચિનાબ નદીના વિસ્તારોમાં તમામ જગ્યાઓ ભરી દીધી છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સરહદે સુરક્ષા સઘન બનાવવાના પગલા લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પોલીસે સરહદ તરફ જતા રસ્તાઓ પર અનેક ચોકીઓ પણ લગાવી છે.

આતંકવાદીઓ પુલવામા હુમલાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

26 જાન્યુઆરી પહેલા કાશ્મીરમાં પુલવામા જેવા હુમલાનું પુનરાવર્તન કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ આ પ્રયાસ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ત્રણ આતંકવાદીઓની ટીમ પુલવામામાં ઘૂસણખોરીની તૈયારી કરી રહી છે. ગુપ્તચર એજન્સીઓએ પોલીસ અને સેના સહિત તમામ સુરક્ષા દળોને એલર્ટ કરી દીધા છે. પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકવાદીઓ કાશ્મીરમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આતંકવાદીઓ જમ્મુ, સાંબા અને કઠુઆમાં સૈન્ય કેમ્પ અને અન્ય સુરક્ષા એજન્સીઓના અડ્ડા પર હુમલો કરી શકે છે. આ આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય સરહદ સાંબા અને કઠુઆથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા બીએસએફના આઈજીએ પણ કહ્યું હતું કે સરહદ પર આતંકવાદીઓની 4 ટીમો સક્રિય છે, જે 26 જાન્યુઆરી પહેલા કોઈ મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. પરંતુ આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે ભારતીય જવાન સરહદ પર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે.

આ પણ વાંચો :  Punjab Election: ભાજપે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 34 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

g clip-path="url(#clip0_868_265)">