Jammu Kashmir: પુલવામામાં આતંકીઓએ પોલીસ ચોકી પર ફેંક્યો ગ્રેનેડ, બે પોલીસકર્મી ઘાયલ

સુત્રોએ જાણકારી આપતા જણાવ્યું કે સીઆરપીએફ અને પોલીસની એક સંયૂક્ત ટીમ પુલવામામાં પોલીસ ચોકીની પાસે તૈનાત હતી.

Jammu Kashmir: પુલવામામાં આતંકીઓએ પોલીસ ચોકી પર ફેંક્યો ગ્રેનેડ, બે પોલીસકર્મી ઘાયલ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 4:49 PM

જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના પુલવામા (Pulwama)માં એક વખત ફરી આતંકવાદીઓએ પોતાના નાપાક કાવતરાને અંજામ આપ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પુલવામા સ્થિત પોસ્ટ ઓફિસની પાસે પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો થયો છે. આ હુમલામાં બે પોલીસકર્મીઓ ઘાયલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી મુજબ આતંકીઓએ CRPF જવાનોને પોતાના આ ષડયંત્રનો નિશાનો બનાવવા માટે સમગ્ર ઘટનાક્રમ રચ્યો હતો.

જો કે સદનસીબે આ હુમલામાં સુરક્ષા દળોને કોઈ ગંભીર ઈજા થઈ નથી. સુત્રોએ જાણકારી આપતા જણાવ્યું કે સીઆરપીએફ અને પોલીસની એક સંયૂક્ત ટીમ પુલવામામાં પોલીસ ચોકીની પાસે તૈનાત હતી. આ દરમિયાન ઘૂસી આવેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

3 અલગ અલગ અથડામણમાં 5 આતંકી ઠાર

ત્યારે શનિવારે જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળોએ 3 અલગ અલગ અથડામણમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા, ઠાર કરેલા 5 આતંકીવાદીઓમાંથી એક આતંકવાદી આઈઈડીનો જાણકાર હતો. આ જાણકારી પોલીસે આપી. શોપિયાં જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં અંસાર ગજવત-ઉલ-હિન્દના બે આતંકવાદી માર્યા ગયા. આ સિવાય અનંતનાગના શ્રીગુફવાડા વિસ્તારના કલામાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે શોપિયાના ચૌગામ ગામમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ નાકાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ. તેમને જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓની હાજરી હોવાની જાણકારી મળી હતી. આતંકવાદીઓેને આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવી હતી પણ આતંકવાદીઓએ સરન્ડર કરવાથી ઈનકાર કરી દીધો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. જે બાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી અને એન્કાઉન્ટરમાં આતંકીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો: Child Vaccination: બાળકોને વેક્સિન આપવા માટે મુંબઈ સજ્જ, BMC એ તૈયાર કર્યો આ એક્શન પ્લાન

આ પણ વાંચો: NPCIL Recruitment 2021: ન્યુક્લિયર પાવર કોર્પોરેશનમાં નર્સ સહિતની ઘણી જગ્યાઓ માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, જુઓ વિગતો

g clip-path="url(#clip0_868_265)">