PM મોદી પ્રિયંકા ચોપરા, અક્ષય કુમારને મળે છે પરંતુ ખેડૂતોને નહી, આંધીની જેમ આવ્યા હતા, વાવાઝોડાની જેમ જતા રહેશે: તેજસ્વી યાદવ

|

Mar 31, 2024 | 7:27 PM

ભારતીય જનતા પાર્ટી અને તેની સાથે જોડાયેલ રાજકીય પક્ષ સિવાયના દેશના વિપક્ષોએ એકઠા થઈને રચેલ ઈન્ડિ ગઠબંધનની આજે દિલ્હીમા રેલી યોજાઈ હતી. આ રેલીને સંબોધતા બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે, તેમના તેજાબી અંદાજમાં ભાજપ અને વડાપ્રધાન મોદી ઉપર વાક પ્રહારો કર્યા હતા.

PM મોદી પ્રિયંકા ચોપરા, અક્ષય કુમારને મળે છે પરંતુ ખેડૂતોને નહી, આંધીની જેમ આવ્યા હતા, વાવાઝોડાની જેમ જતા રહેશે: તેજસ્વી યાદવ

Follow us on

બિહારના પૂર્વ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે, ગઠબંધનની મહારેલીમાં સંબોધતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રિયંકા ચોપરાને મળે છે પરંતુ સમસ્યા કહેવા માંગતા ખેડૂતોને નહી, તેજસ્વી યાદવે ફિલ્મી ગીત ગાતા કહ્યું કે, તુમ તો ધોકેબાજ હો, વાદા કરકે ભૂલ જાતે હો, રોજ રોજ મોદીજી એસા કરોગે, જનતા રૂઠ ગઈ તો મોદી જી હાથ મલોગે. તેમણે મહારેલીમાં ઉમટેલી ભીડને ઉલ્લેખીને કહ્યું કે, મોદીજી આંધીની જેમ આવ્યા હતા, તો હવે વાવાઝોડાની જેમ જતા પણ રહેશે.

ઈન્ડિ ગઠબંધનની મહારેલીમાં ઈડી પર નિશાન સાધતા, તેજસ્વી યાદવે કહ્યું કે તેમને ઈડી અને સીબીઆઈ દ્વારા હેરાન કરવામાં આવ્યા છે, લાલુ પ્રસાદ યાદવને પણ હેરાન કરવામાં આવ્યા હતા અને તેમની સામે કેસ દાખલ કર્યો હતો. મારી માતા, બહેન અને સંબંધીઓ વિરુદ્ધ પણ ઈડી અને સીબીઆઈ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે, અમારા લોકો પર દરોડા ચાલી રહ્યા છે.

ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનની ધરપકડ થઈ છે. દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ થઈ છે, પરંતુ અમે સિંહ છીએ અમે ઈડી અને સીબીઆઈથી ડરતા નથી સાચુ બોલવાનું ચાલુ રાખીશું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

તેજસ્વીએ ભાજપને કર્યો સવાલ

તેજસ્વી યાદવે કહ્યું કે, આ લોકો અહંકારી લોકો છે અમે કોઈને ગાળો આપવા નથી આવ્યા પરંતુ વિપક્ષ તરીકે પ્રશ્નો પૂછવાનું અમારું કામ છે. બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા તેજસ્વી યાદવે કહ્યું કે, આજે દેશનો સૌથી મોટો પ્રશ્ન બેરોજગારી છે. તેમણે જનતાને સવાલ પૂછ્યો કે, તમે કહો કે કોને કોને નોકરી મળી છે, જ્યારે બિહારમાં અમે 5 લાખ નોકરીઓ આપી છે.

વિરોધમાં બોલનાર ઈડી-સીબીઆઈની કેદમાં

ખેડૂતો પર બોલતા તેજસ્વી યાદવે કહ્યું કે, આજે ખેડૂતો પરેશાન છે. ભાજપ પર આકરા પ્રહારો કરતાં તેજસ્વી યાદવે કહ્યું કે મોદીજી પાસે ખેડૂતોને મળવાનો સમય નથી પરંતુ પ્રિયંકા ચોપરાને મળવાનો સમય છે, અક્ષય કુમારને ઈન્ટરવ્યુ આપે છે, બિલ ગેટસને ઈન્ટરવ્યુ આપે છે.

ઈડી પર નિશાન સાધતા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ઈડી અને સીબીઆઈ દ્વારા હેરાન કરવામાં આવે છે, લાલુજીને હેરાન કરવામાં આવ્યા અને મારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો. મારી માતા, બહેન અને સંબંધીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, અમારા લોકો પર દરોડા ચાલી રહ્યા છે. હેમંત સોરેનની ધરપકડ થઈ, અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ, પણ અમે સિંહ છીએ અને ડરતા નથી. જ્યારે પણ કંસને ડર લાગતો ત્યારે તે જેનાથી ડર હતો તેમને જેલમાં બંધ કરી દેતો હતો.

મોદી ગેરંટી ચાઈનીઝ માલ જેવી

મોદી દ્વારા આપવામાં આવેલી ભાજપ સરકારની ગેરંટી પર નિશાન સાધતા તેજસ્વી યાદવે કહ્યું કે, તેઓ ગાયના છાણને હલવો કહીને પીરસે છે. આંખો કાઢી નાખીને ચશ્મા આપે છે. મોદી ગેરંટી ચાઈનીઝ માલ જેવી છે. તેમના પર વિશ્વાસ ના કરો. આજે આપણે જોયું કે જ્યારે રાષ્ટ્રપતિ અડવાણીનું સન્માન કરવા ગયા ત્યારે તેઓ ઉભા હતા અને વડાપ્રધાન બેઠા હતા. તેજસ્વીએ કહ્યું કે જો ઈન્ડિ ગઠબંધનની સરકાર આવશે તો યુવાનોને રોજગાર મળશે.

Next Article