ઉત્તરાખંડ ટનલમાં 8 દિવસથી ફસાયેલા કામદારોને બચાવવા થાઈલેન્ડથી આવશે ટીમ, જાણો શું છે સરકારની તૈયારી
ઉત્તરાખંડમાં ફસાયેલા કામદારોની બચાવ કામગીરી સતત ચાલી રહી છે. 24 મીટર ડ્રિલિંગ બાદ બચાવ કાર્ય બંધ થઈ ગયું છે. કેટલીક સમસ્યાઓના કારણે સમયાંતરે બચાવ કામગીરી અટકાવવી પડે છે. રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર દ્વારા બચાવ કાર્ય પર નજર રાખવામાં આવી રહી છે.શ્રમિકોને બહાર કાઢવા માટે બચાવ ટીમો તૈનાત છે. આજે આ અકસ્માતને 8 દિવસ થઈ ગયા છે.

ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારામાં રવિવારે થયેલી ટનલ દુર્ઘટનામાં 41 મજૂરોના જીવ જોખમમાં છે. કામદારોને બહાર કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 8 દિવસથી કામદારોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે બચાવની કોઈ જરૂર જણાય તો નોર્વે અને થાઈલેન્ડના નિષ્ણાતોની ટીમને ભારત બોલાવવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
તમને જણાવી દઈએ તો આ અગાઉ અંડર-16 ફૂટબોલ જુનિયર ટીમના 17 ખેલાડીઓ થાઈલેન્ડમાં એક સુરંગમાં ફસાઈ ગયા હતા. 2018માં થાઈલેન્ડ અને નોર્વેની રેસ્ક્યુ ટીમ દ્વારા તેમને ટનલમાંથી બહાર કાઢ્યા હતા.
થાઈલેન્ડના નિષ્ણાતોની ટીમને ભારત આવી શકે
ઉત્તરાખંડમાં ફસાયેલા કામદારોની બચાવ કામગીરી સતત ચાલી રહી છે. 24 મીટર ડ્રિલિંગ બાદ બચાવ કાર્ય બંધ થઈ ગયું છે. કેટલીક સમસ્યાઓના કારણે સમયાંતરે બચાવ કામગીરી અટકાવવી પડે છે. રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર દ્વારા બચાવ કાર્ય પર નજર રાખવામાં આવી રહી છે. શ્રમિકોને બહાર કાઢવા માટે બચાવ ટીમો તૈનાત છે. આજે આ અકસ્માતને 8 દિવસ થઈ ગયા છે. કામદારોને ખોરાક પાણી પણ પાઈપલાઈન દ્વારા આપવામાં આવી રહ્યા છે.
પીએમ મોદીએ સીએમ ધામી પાસેથી લીધી જાણકારી
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ચાલી રહેલા બચાવ અભિયાનની માહિતી લીધી હતી. પીએમ મોદીએ સુરંગમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા જરૂરી બચાવ સાધનો અને સંસાધનોની માહિતી લીધી હતી. આ દુર્ઘટના બાદ પીએમ મોદીએ સીએમ ધામીને ત્રણ વખત ફોન કરીને બચાવ કામગીરીની જાણકારી મેળવી હતી.
41 કામદારો ટનલમાં
આજે રવિવારે ઘટનાનો 8મો દિવસ શરૂ થયો છે પરંતુ અત્યાર સુધીમાં 41 લોકો જીવન-મરણ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે. હવે લોકોને એક જ સવાલ છે કે સુરંગમાં ફસાયેલા મજૂરોને ક્યારે બહાર કાઢવામાં આવશે. આનો જવાબ કોઈની પાસે નથી. મશીનમાં ખામી સર્જાતા બચાવ કામગીરી બંધ કરી 2 દિવસ થયા છે. ઈન્દોરથી એરલિફ્ટ કરવામાં આવેલ મશીન લગાવવામાં આવ્યું છે. હવે ટૂંક સમયમાં ફરીથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવશે. પીએમઓએ કહ્યું કે અન્ય બચાવ યોજનાઓ પણ અમલમાં આવી રહી છે, જેમાં બરકોટ સાઇટ પર રેસ્ક્યૂ, વર્ટિકલ વે એટલે કે પર્વતની ટોચ પર અને લંબ માર્ગનો સમાવેશ થાય છે.
પીએમથી લઈને રાજ્યના સીએમ સુધી, દરેક આ બચાવને લઈને ચિંતિત છે, અને અધિકારીઓ પાસેથી ક્ષણ-ક્ષણ અપડેટ લઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય બચાવ માટે જે પણ સાધનોની જરૂર પડશે તે આપવા માટે હંમેશા તૈયાર છે. સુરંગની અંદર પહેલાથી જ ફસાયેલા કામદારોને ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી રહી છે. ખાદ્યપદાર્થો વધુ મોકલી શકાય તે માટે 6 ઇંચની પાઇપ પણ નાખવામાં આવી રહી છે. આ પાઇપ 35 મીટર સુધી ડ્રિલ કરવામાં આવી છે.