AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો આ ગજબ ખેલ થઈ ગયો ! પ્રેમમાં પાગલ શિક્ષિકા 16 વર્ષના સગીરને લઈને થઈ ગઈ ફરાર

ઉત્તર પ્રદેશના નોઈડામાંથી પ્રેમ પ્રકરણનો આ એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 23 વર્ષની ટીચરને તેના 16 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો. જે બાદ શિક્ષક અને વિદ્યાર્થી બંને ભાગી ગયા હતા.

લો આ ગજબ ખેલ થઈ ગયો ! પ્રેમમાં પાગલ શિક્ષિકા 16 વર્ષના સગીરને લઈને થઈ ગઈ ફરાર
teacher absconded with 16-year-old student
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 4:50 PM
Share

યુપીના નોઈડામાં પ્રેમમાં પાગલ એક શિક્ષકા તેની ત્યાં ક્લાસીસે આવતા 16 વર્ષના સગીર વિદ્યાર્થીની લઈને ફરાર થઈ ગઈ છે . શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના પ્રેમ પ્રકરણના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે, પરંતુ ઉત્તર પ્રદેશના નોઈડામાંથી પ્રેમ પ્રકરણનો આ એક ખૂબ જ વિચિત્ર કિસ્સો છે. અહીં એક 23 વર્ષની ટીચરને તેના 16 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો. જે બાદ શિક્ષિકા અને વિદ્યાર્થી બંને ભાગી ગયા હતા. નોઈડા સ્થિત ઉન્નતિ વિહાર કોલોનીમાં રહેતા વિદ્યાર્થીના પિતા ખૂબ જ પરેશાન છે. તેણે પહેલા તેના પુત્રની શોધ કરી, જ્યારે તે ન મળ્યો તો તેમણે પોલીસમાં ફરિયાદ કરી બન્નેની શોધખોળ હાથ ધરી છે.

શિક્ષિકા સગીરને લઈને ફરાર

મળતી માહિતી મુજબ, સેક્ટર 123માં રહેતી 23 વર્ષીય શિક્ષિકા ઘરે બાળકોને ટ્યુશન કરાવી રહી હતી. ત્યારે તે શિક્ષકાના ઘરની સામે એક 16 વર્ષનો છોકરો રહે છે. જણાવવામાં આવી રહ્યું છે કે સગીર છોકરો ટીચર પાસે ભણવા જતો હતો. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. જે બાદ બન્ને ઘરેથી ભાગી ગયા હતા. વિદ્યાર્થીના પિતા મૂળ દેવરિયાના છે. ફરિયાદમાં છોકરાના પિતાએ જણાવ્યું હતું કે, તેમનો 16 વર્ષનો પુત્ર તેની માસીના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ તે સાંજ સુધી પાછો આવ્યો ન હતો.

આ પણ વાંચો:PM Modi Mumbai Visit: શિવસેના ભવનની સામેથી હટાવવામાં આવ્યા CM એકનાથ શિંદેના કટઆઉટસ, બંને જૂથની વચ્ચે તણાવ ન વધે તે માટે BMCએ લીધો નિર્ણય

પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

છોકરાના પિતાનો આરોપ છે કે શિક્ષકા તેમના પુત્રને ભગાડીને લઈ ગયી છે. પીડિતાએ કહ્યું કે તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે મહિલા શિક્ષકાને વિદ્યાર્થીની સાથે પ્રેમ થઈ ગયો હતો. પોલીસે વિદ્યાર્થીને શોધવા માટે બે અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસનો દાવો છે કે આ મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. પ્રાથમિક તપાસમાં શિક્ષકને વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જો કે હજુ સુધી પોલીસને કોઈ મહત્વનો સુરાગ મળ્યો નથી. સગીર વિદ્યાર્થી હાલ માત્ર 16 વર્ષનો છે તેમજ સામે રહેતી શિક્ષિકા 23 વર્ષની છે જે તેને બહેલાવી ફોસલાવીને ભગાડી ગઈ હોવાનું જણાવ્યું છે.

આ મામલે એડિશનલ ડીસીપી આશુતોષ દ્વિવેદીએ કહ્યું કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે, જાણવા મળ્યું છે કે યુવતી યુવતી સાથે ભણવા જતી હતી. પ્રેમ પ્રકરણની વાતો પણ સામે આવી છે. સર્વેલન્સ અને અન્ય માધ્યમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં બંનેની ઓળખ થઈ જશે.

g clip-path="url(#clip0_868_265)">