તમિલનાડુ : તંજાવુરના મંદિરમાં મોટી દુર્ઘટના, વીજ કરંટના કારણે 11 થી વધુ શ્રદ્ધાળુઓના મોત

Tamil Nadu Chariot Accident: તમિલનાડુમાં એક મોટી દુર્ઘટનામાં 11 થી વધુ લોકોના મોત થયા હોવાના સમચાર મળી રહ્યા છે.

તમિલનાડુ : તંજાવુરના મંદિરમાં મોટી દુર્ઘટના, વીજ કરંટના કારણે 11 થી વધુ શ્રદ્ધાળુઓના મોત
File Photo
Follow Us:
| Updated on: Apr 27, 2022 | 8:30 AM

તમિલનાડુના (Tamil Nadu)તંજાવુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક મંદિરના ઉત્સવમાં (Temple) રથ જીવંત વાયરને અડી ગયો હતો, જેના કારણે 11 થી વધુ લોકોના મોત થયા હોવાના સમચાર મળી રહ્યા છે. ઘટનાની માહિતી મળતા જ હાલ પોલીસ(Tamilnadu Police)  ઘટના સ્થળે પહોંચી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકોમાં બાળકો પણ સામેલ છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના વહેલી સવારે થઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંદિરની પાલખીને પાછી વળતી વખતે તે જીવંત વાયરને અડી ગઈ હતી,જેને કારણે આ દુર્ઘટના ઘટી હતી.મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા લોકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને સારવાર માટે તંજાવુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી બાલકૃષ્ણ કહ્યું કે, આ દુર્ઘટના અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રથ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત જોવા મળે છે.

આ રશયાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

રથ જીવંત વાયર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો, જેના કારણે રથ(Chariot)  સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ તહેવારની વાત કરીએ તો, તમિલનાડુમાં દર વર્ષે આ ઉતસ્વનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ધાર્મિક ઉત્સવમાં ભાગ લે છે. આવી સ્થિતિમાં હવે લોકોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ

PM Modi Covid Review Meeting : કોરોનાને લઈને PM મોદી આજે મુખ્યપ્રધાનો સાથે યોજશે બેઠક, નવી માર્ગદર્શિકા, રણનીતિ પર થઈ શકે છે ચર્ચા

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today : આજે તેલ કંપનીઓએ આપ્યા રાહતના સમાચાર, જાણો તમારા શહેરની 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">