T-20 લીગઃ કલકતાના બોલરો દિલ્હી સામે પરાસ્ત, દિલ્હીએ ચાર વિકેટ ગુમાવી સિઝનનો સૌથી મોટો 228 રનનો સ્કોર ખડક્યો

ટી-20 લીગની તેરમી સિઝનમાં શનિવારે એક જ દિવસમાં બે મેચ યોજાઇ હતી. જેમાં બપોરે પ્રથમ મેચ રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે યોજાઇ હતી. બેંગ્લોરનો આઠ વિકેટે રાજસ્થાન સામે વિજય થયો હતો. જ્યારે બીજી અને સિઝનની 16 મી મેચ શારજાહ ખાતે યોજાઇ હતી. દિલ્હી કેપિટલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેય યોજાઇ હતી. કલકત્તાએ પહેલા ટોસ જીતીને […]

T-20 લીગઃ કલકતાના બોલરો દિલ્હી સામે પરાસ્ત, દિલ્હીએ ચાર વિકેટ ગુમાવી સિઝનનો સૌથી મોટો 228 રનનો સ્કોર ખડક્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 03, 2020 | 9:44 PM

ટી-20 લીગની તેરમી સિઝનમાં શનિવારે એક જ દિવસમાં બે મેચ યોજાઇ હતી. જેમાં બપોરે પ્રથમ મેચ રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે યોજાઇ હતી. બેંગ્લોરનો આઠ વિકેટે રાજસ્થાન સામે વિજય થયો હતો. જ્યારે બીજી અને સિઝનની 16 મી મેચ શારજાહ ખાતે યોજાઇ હતી. દિલ્હી કેપિટલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેય યોજાઇ હતી. કલકત્તાએ પહેલા ટોસ જીતીને પ્રથણ બોલીંગ કરવાનો ફેંસલો કર્યો હતો. જેમાં દિલ્હીના બેટ્સમેનોએ ધુંઆધાર બેટીંગ કરી હતી. ધુંઆધાર બેટીંગ કરીને કલકત્તાના બોલર્સની રીતસરની ધુલાઇ કરી દીધી હતી. કેપ્ટન શ્રેયસની મજબુત અને ઝડપી રમતને લઇને ટીમે સિઝનનો સૌથી મોટો સ્કોર ખડક્યો હતો. ટીમે વીસ ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવીને 228 રન કર્યા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દિલ્હીની ધુંઆધાર બેટીંગ.

કેપ્ટન શ્રેયસ અને ઓપનર પૃથ્વી બંને એ ઝડપી અર્ધ શતક ફટકારીને ટીમને એક ઉંચા સ્કોર પર પહોંચાડી હતી. સિઝનનો સૌથી ઉંચો સ્કોર શનિવારે શારજાહમાં ખડી દીધો હતો. શરુઆત જ દિલ્હીની સારી કહી શકાય તેવી રહી હતી. દિલ્હીના ઓપનરો એ સારી શરુઆત કરતા 56 રનની ઓપનીંગ પાર્ટનરશીપ કરી હતી. જે સિઝનની સૌથી મોટી પાવર પ્લે પાર્ટનરશીપ હતી. પૃથ્વી શોએ અર્ધશતક ફટકાર્યુ હતુ અને તેનુ આ છઠ્ઠુ અર્ધ શતક હતુ. પૃથ્વીએ 41 બોલમાં 66 રન કર્યા હતા. તેણે શ્રેયસ ઐયર સાથે મળીને બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી ની રમત કરી હતી. શિખર ધવન 26 રન બનાવીને આઉટ થયા હતા. આમ પ્રથમ વિકેટ 56 રનના સ્કોર પર પડી હતી, જ્યારે બીજી વિકેટ 129 રને પૃથ્વીના સ્વરુપે ગુમાવી હતી. ત્રીજી વિકેટ રુષભ પંતની 201 રનના સ્કોર પર આઉટ થઇ હતી. કેપ્ટન શ્રેયસ ઐયરે 38 બોલમાં 88 રનની ઝડપી રમત રમી હતી. શ્રેયસ અંત સુધી ક્રીઝ પર રહીને અણનમ રમત રમ્યો હતો.

કલકત્તાની બોલીંગ.

કલકત્તાની બોલીંગ જાણે કે આજે ધોલાઇ થવા લાગી હતી. બોલરો એકપણ વખત દિલ્હીના બેટસમેનોની પર હાવી થવા માટે સફળ થઇ શક્યા નહોતા. આન્દ્રે રસાલે બે વિકેટ ઝડપી હતી અને 29 રન આપ્યા હતા.  કમિન્સે ચાર ઓવરમાં 49 રન આપ્યા હતા અને એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. શિવમ માવીએ ત્રણ ઓવરમાં જ 40 રન ગુમાવ્યા હતા. ઉપરાંત વરુણ ચક્રવર્તીએ 49 રન આપ્યા હતા પરુતુ એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">