સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસે ભરણપોષણ માંગી શકે છે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે,સીઆરપીસીની કલમ 125 તમામ પરિણીત મહિલાઓ પર લાગુ થાય છે. પછી તેનો ધર્મ કોઈ પણ હોય. મુસ્લિમ મહિલાઓ પણ આ જોગવાઈનો સહારો લઈ શકે છે અને ભરણપોષણ ભથ્થું માંગી શકે છે.

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસે ભરણપોષણ માંગી શકે છે
Follow Us:
| Updated on: Jul 10, 2024 | 3:55 PM

સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લેતા કહ્યું કે, કોઈ પણ મુસ્લિમ કે તલાક થયા હોય તેવી મહિલા સીઆરપીસીની કલમ 125 હેઠળ પતિ પાસે ભરણપોષણ માંગવાની હકદાર છે. આ કારણે તે ભરણપોષણ માટે અરજી પણ દાખલ કરી શકે છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઑગસ્ટીન જૉર્જ મસીહએ નિર્ણય સંભળાવતા કહ્યું કે, મુસ્લિમ મહિલા ભરણપોષણ માટેના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે.તે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ આને લગતી અરજી દાખલ કરી શકે છે.

ભરણપોષણ માટે અરજી દાખલ કરી શકે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કલમ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે. પછી તેનો ધર્મ કોઈ પણ હોય, મુસ્લિમ મહિલાઓ પણ આ જોગવાઈની મદદ લઈ શકે છે. કોર્ટે ફરી એક વખત કહ્યું કે, મુસ્લિમ મહિલા પોતાના પતિ વિરુદ્ધ કલમ 125 સીઆરપીસી હેઠળ ભરણપોષણ માટે અરજી દાખલ કરી શકે છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જૉર્જ મસીહએ અલગ અલગ નિર્ણય સંભળાવ્યો પરંતુ બંન્નેની વાત એક જ હતી.

શું મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ મળતું નથી?

અનેક કેસમાં તલાક થયેલી મહિલાઓને ભરણપોષણ મળતું નથી.અથવા મળે તો પણ ઇદ્દતના સમયગાળા સુધી. ઇદ્દત એક ઇસ્લામિક પરંપરા છે. આ મુજબ જો કોઈ મહિલાને તેના પતિ દ્વારા છૂટાછેડા આપવામાં આવે છે અથવા મહિલા તેના પતિને તલાક આપે છે કે પછી તેનું મોત થઈ જાય છે. તો મહિલા ઈદ્દતના સમયસુધી બીજા લગ્ન કરી શકતી નથી. ઈદ્દતનો સમય પૂર્ણ થયા બાદ મુસ્લિમ મહિલા બીજા લગ્ન કરી શકે છે.

SBI પાસેથી 20 વર્ષ માટે 40 લાખની હોમ લોન પર EMI કેટલી ?
વરસાદમાં પલળ્યા પછી પગમાં આવી રહી છે ખંજવાળ? અજમાવો આ ઘરેલુ ઉપાય
વજન વધે છે ? આ સૂપર ફુડનું કરો સેવન, ચરબી મીણની જેમ ઓગળશે
સવારે ખાલી પેટ મેથીના દાણા ખાવાના ફાયદા
7 ઓગસ્ટે TATAનો ધમાલ ! લોન્ચ થશે કૂપ સ્ટાઈલ SUV 'Curvv'
Ambani Family: રાધિકાના લહેંગા પર જોવા મળી અનંત સાથેની લવ-સ્ટોરી

જો કે, એપ્રિલ 2022માં અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસ પર તેના નિર્ણયમાં કહ્યું હતું કે છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલા ઇદ્દતના સમયગાળા પછી પણ ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે અને જ્યાં સુધી તે ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી તેને આ ભથ્થું મળતું રહેશે.

તેલંગાણા હાઈકોર્ટના આદેશને પડકાર

ફેમિલી કોર્ટના આ આદેશને તેલંગાણા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે પક્ષકારોએ મુસ્લિમ પર્સનલ લો મુજબ વર્ષ 2017માં છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલાને ભરણપોષણ માટે તેની કલમ 125 CrPC અરજી માટે હકદાર ગણવામાં આવી હતી.

Latest News Updates

ખંભાળિયામાં 120 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ
ખંભાળિયામાં 120 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ
ગીરસસોમનાથમાં ડિમોલિશન મુદ્દે વિરોધ, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ
ગીરસસોમનાથમાં ડિમોલિશન મુદ્દે વિરોધ, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ
પૂર્વ HM, MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઝડપાયો
પૂર્વ HM, MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઝડપાયો
સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું
સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું
ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ
ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ
જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ
જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ
આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ
આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ
સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ
સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ
g clip-path="url(#clip0_868_265)">