Supper 30 : કેનેડાની સંસદમાં ભારતના શિક્ષણવિદ્ Anand Kumarના થયા વખાણ
હૃતિક રોશન અભિનીત ફિલ્મ Super 30 સૌ કોઈ એ જોઈ છે અને ભારત સહિત દુનિયાભરમાં વખણાઇ છે. પરંતુ જેના પર ફિલ્મ બનાવવામાં આવી છે તે આનંદ કુમારના વખાણ વિદેશની સંસદમાં થયા છે.

Supper 30 : સોમવારે Canadian સંસદમાં સાંસદ માર્ક ડાલ્ટોને ભારતના શિક્ષણવિદ્ અને Super -30 ના સ્થાપક Anand Kumar ની પ્રશંસા કરી, તેમના કાર્યને શિક્ષણના સફળ મોડેલ તરીકે વર્ણવતા કહ્યું. તેમણે કહ્યું કે વંચિત વર્ગના બાળકો માટે આનંદકુમારે કરેલું કાર્ય પ્રેરણાદાયક છે.

Super 30 Anand Kumar
સાંસદ Marc Dalton ને કહ્યું કે કુમારે વંચિત લોકો માટે શિક્ષણને સફળ મોડેલ બનાવ્યું માર્ક બ્રિટિશ કોલમ્બિયાના મેપલ રિજ અને પિટ્સ મિડ્ઝના સાંસદ છે. તેમણે સંસદમાં કહ્યું હતું કે આનંદ કુમાર તેમના કામ દ્વારા ભારતની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સામાજિક અવરોધોમાંથી બહાર આવેલા, વંચિત/ગરીબ વર્ગના બાળકોને પ્રવેશ આપવી રહ્યા છે.

anandkumar_super_30
તેમણે આનંદ કુમાર પર એક પુસ્તક લખનાર મેપલ રિજમાં રહેતા બિજુ મેથ્યુનો પણ ઉલ્લેખ કર્યો. આનંદકુમારે દર વર્ષે સુપર 30 દ્વારા ITIમાં પ્રવેશ માટે 30-30 વિદ્યાર્થીઓને તૈયાર કરે છે.આ માટે આનંદ કુમાર કોઈ પણ પ્રકારની Fees લેતા નથી0