Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાશ્મીરી પંડિતોના પલાયનનો મુદ્દો ફરી વણસ્યો, BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યુ મોટું નિવેદન

જમ્મુ અને કાશ્મીર પીસ ફોરમ દ્વારા આયોજિત આંતર-સમુદાયિક સાંસ્કૃતિક ઉત્સવ 'નવરેહ મિલન' પ્રસંગે સ્વામીએ કહ્યું, "મુસ્લિમો અને પંડિતો એકસરખા છે,તેમના DNA ટેસ્ટ કરાવવામાં આવે તો પરિણામ સરખું જ આવશે."

કાશ્મીરી પંડિતોના પલાયનનો મુદ્દો ફરી વણસ્યો, BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યુ મોટું નિવેદન
Subramanian Swamy (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 8:25 AM

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ(Subramanian Swamy)  શનિવારે કહ્યું હતું કે, કાશ્મીરમાંથી પંડિતોના હિજરત માટે તત્કાલિન વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહ અને તત્કાલીન કેન્દ્રીય ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદ (Mufti Mohammad Sayeed) જવાબદાર હતા, કાશ્મીરના તત્કાલીન મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah) નહીં. સ્વામીનું આ નિવેદન ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ’ (The Kashmir Files) પર ચાલી રહેલા વિવાદ વચ્ચે આવ્યું છે. આ ફિલ્મમાં ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોની હિજરતને દર્શાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ભાજપ શાસિત ઘણા રાજ્યોએ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે.

જમ્મુ અને કાશ્મીર પીસ ફોરમ દ્વારા આયોજિત આંતર-સમુદાયિક સાંસ્કૃતિક ઉત્સવ ‘નવરેહ મિલન’ પ્રસંગે સ્વામીએ કહ્યું, “મુસ્લિમો અને પંડિતો એકસરખા છે. DNA ટેસ્ટ કરવામાં આવે તો પરિણામ સરખું જ આવશે.” કાશ્મીરી પંડિતો સાથે અન્યાય થઈ રહ્યો છે, તમે પોતે જ આ કહો છો. આખો દોષ ફારુક અબ્દુલ્લા પર નાખવામાં આવી રહ્યો છે, પરંતુ તે માટે વીપી સિંહ અને મુફ્તી મોહમ્મદ સઈદજવાબદાર હતા.

સ્વામીએ સઈદની પુત્રી રૂબિયાના ‘અપહરણ’ની ઘટનાને યાદ કરી

સઈદની પુત્રી રૂબિયા સઈદના ‘અપહરણ’ની ઘટનાને યાદ કરતાં ભાજપના નેતા સ્વામીએ કહ્યું કે, આજ સુધી એ સ્પષ્ટ નથી થયું કે રુબિયાનું અપહરણ કેવી રીતે થયું હતું. તેમણે કહ્યું કે, રૂબિયાની મુક્તિ માટે સરકારે જેકેએલએફના કેટલાક ધરપકડ કરાયેલા આતંકવાદીઓને મુક્ત કરવા પડ્યા હતા. તેણે કહ્યું, મને સમજાતું નથી કે આ બધું કેવી રીતે થયું ? કારણ કે જ્યારે હું ચંદ્રશેખરની સરકારમાં મંત્રી હતો ત્યારે પણ જેકેએલએફના આતંકવાદીઓએ તત્કાલીન નેશનલ કોન્ફરન્સ (NC)ના સાંસદ સૈફુદ્દીન સોઝની પુત્રીનું પણ અપહરણ કર્યું હતું, પરંતુ અમે એક પણ વ્યક્તિને છોડ્યો ન હતો. બાદમાં સોજની પુત્રીને JKLF દ્વારા તેના ઘરે ઓટો-રિક્ષામાં મુકવામાં આવી હતી.

રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી
સારા તેંડુલકર દરિયા કિનારે કેમ જાય છે?

લોકશાહીમાં ફિલ્મ કેવી રીતે રોકી શકાય ?

અગાઉ નેશનલ કોન્ફરન્સના સ્થાપકને કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને પણ તેણે ટેકો આપ્યો હતો, સાથે જ અબ્દુલ્લાનો બચાવ કરતા કહ્યું હતું કે તેમણે સઈદની પુત્રીની મુક્તિના બદલામાં આતંકવાદીઓને મુક્ત કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જો કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મો પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, લોકશાહીમાં ફિલ્મ કેવી રીતે રોકી શકાય ?

આ પણ વાંચો : ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર કરાર રસોઇયા અને યોગ પ્રશિક્ષકો માટે નવા અવસર ખોલશે: પીયૂષ ગોયલ

g clip-path="url(#clip0_868_265)">