Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC Exam Protest : શુક્રવારે બિહાર બંધનુ એલાન, આંદોલનને પગલે રેલ્વેના અનેક રૂટ ડાયવર્ટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આંદોલનકારીઓને સમર્થન આપ્યું અને કહ્યું કે તેઓ ભાજપ સરકારની નીતિઓ વિરુદ્ધ તેમની સાથે છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે હિંસા એ રસ્તો નથી. વિદ્યાર્થી યુનિયનોએ દાવો કર્યો હતો કે રેલ્વે દ્વારા પેનલ બનાવવાનુ પગલું એક પ્રકારની 'છેતરપિંડી' છે.

RRB NTPC Exam Protest : શુક્રવારે બિહાર બંધનુ એલાન, આંદોલનને પગલે રેલ્વેના અનેક રૂટ ડાયવર્ટ
Protest over RRB NTPC Exam min
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 12:26 PM

બિહારમાં (Bihar), RRB NTPC Exam માં ગેરરીતિના આરોપો પછી બિહાર ઝારખંડમાં સતત વિરોધ પ્રદર્શન ચાલુ છે. જ્યાં ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ યુનિયન (AISA) અને અન્ય યુવા સંગઠનોએ રેલ્વે ભરતી બોર્ડ (RRB)ની NTPC ફેઝ 1 પરીક્ષાના પરિણામોમાં કથિત અનિયમિતતાના વિરોધમાં શુક્રવારે 28 જાન્યુઆરીએ ‘બિહાર બંધ’નું એલાન કર્યું છે. દરમિયાન, વિદ્યાર્થીઓના સંગઠનોએ વિદ્યાર્થીઓની ચિંતાઓ પર ધ્યાન આપવા માટે એક સમિતિ બનાવવાના રેલ્વે મંત્રાલયના પગલાને “છેતરપિંડી” ગણાવી છે. જો કે, બુધવારે બિહાર અને ઝારખંડમાં ભારે વિરોધ બાદ રેલ્વે મંત્રાલયે નોન-ટેક્નિકલ કેટેગરીઝ (NTPC)અને લેવલ 1ની પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.

વાસ્તવમાં, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ યુનિયન (AISA) અને અન્ય યુવા સંગઠનોએ એકનિવેદનમાં જણાવ્યું હતું કે રેલ્વે મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સમિતિ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સુધી આ સમગ્ર મામલાને મુલતવી રાખવાનું “ષડયંત્ર” છે. આ દરમિયાન તેમણે સરકારના આશ્વાસન છતાં ઝૂકવાનો ઈન્કાર કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે આ વિદ્યાર્થી યુવાનોનું એક મોટું આંદોલન છે, જેઓ ઝડપથી બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રેલ્વે મંત્રાલયે નોકરીના અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના ઉકેલ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પેનલ 4 માર્ચ પહેલા પોતાનો રિપોર્ટ સોંપશે. આવી સ્થિતિમાં, આગામી મહિને યોજાનારી NTPC પરીક્ષાઓને સ્થગિત કરતી વખતે, કેન્દ્ર સરકારે નોકરી ઇચ્છુકોને તેમની ચિંતાઓ રજૂ કરવા માટે 3 અઠવાડિયા એટલે કે (16 ફેબ્રુઆરી) સુધીનો સમય આપ્યો છે.

વિદ્યાર્થીઓના પ્રદર્શનને લઈને ટ્રેનના રૂટ બદલાયા

આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત
અંબાણી પરિવારની નાની વહુએ પહેર્યો 35 વર્ષ જૂનો કોર્સેટ, જુઓ ફોટો
Plant in pot : ઘઉંના જવારા ઉગાડવા અપનાવો આ ટીપ્સ
Tulsi: શ્યામ તુલસીનો રંગ જાંબલી કેમ છે?

RRB પરીક્ષાના પરિણામોમાં ગેરરીતિનો આક્ષેપ કરીને વિદ્યાર્થીઓએ રેલવે ટ્રેક પર ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રદર્શનને જોતા રેલ્વેએ જ્યા આંદોલન વધુ ઉગ્ર છે તેવા વિસ્તારમાં ટ્રેનસેવા થોભાવી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં દરેક જગ્યાએ ટ્રેનો થંભી ગઈ હતી. સાથે જ અનેક ટ્રેનોના રૂટ બદલીને રેલ્વે ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જો કે, દાનાપુર પીઆરઓ દ્વારા એક યાદી જાહેર કરતી વખતે, કહેવામાં આવ્યું હતું કે શ્રમજીવી એક્સપ્રેસ, પટના-કોટા એક્સપ્રેસ, દાનાપુર-સિકંદરાબાદ એક્સપ્રેસ અને પૂર્વા એક્સપ્રેસને ડાયવર્ટ કરીને આગળ ચલાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં, ઘણી ટ્રેનોને આરા-સાસારામ થઈને પીડીડીયુ લઈ જવામાં આવી હતી. કેટલીક ટ્રેનો છપરા-વારાણસી થઈને રવાના કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

RRB-NTPC: યુપીથી બિહાર સુધી વિદ્યાર્થીઓનો હંગામો, ટ્રેનોમાં આગ, અનેક જગ્યાએ તોડફોડ, જાણો શું છે સમગ્ર મામલો

g clip-path="url(#clip0_868_265)">