Punjab: PMની સુરક્ષા ભંગના મામલે ફિરોઝપુરના SSPની બદલી, 6 IPS અધિકારીઓ પણ સામેલ

ફિરોઝપુરમાં મોદીની સુરક્ષામાં (Security Lapse)ની તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Union Home Ministry)દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની પેનલ સમક્ષ શુક્રવારે હંસ સહિત અનેક વરિષ્ઠ પોલીસ અને સિવિલ અધિકારીઓ હાજર થયા હતા.

Punjab: PMની સુરક્ષા ભંગના મામલે ફિરોઝપુરના SSPની બદલી, 6 IPS અધિકારીઓ પણ સામેલ
PM Security Lapse
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 8:35 AM

Punjab: પંજાબ સરકારે (Punjab Government) શનિવારે ફિરોઝપુર (Ferozepur)ના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) હરમનદીપ સિંહ હંસ (Harmand eep Singh Hans) સહિત સાત આઈપીએસ અધિકારી (IPS Officers)ઓની બદલી કરી છે.

IPS અધિકારી હંસને લુધિયાણા સ્થિત ત્રીજા IRBના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે. IPS અધિકારી નરિન્દર ભાર્ગવ (Narinder Bhargav)ને SSP તરીકે ફિરોઝપુરની કમાન સોંપવામાં આવી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કથિત ખામી દરમિયાન હંસ ફિરોઝપુરના SSP હતા.

હુસૈનીવાલા જઈ રહેલા વડાપ્રધાન મોદી (PM Narendra Modi)નો કાફલો વિરોધીઓ દ્વારા નાકાબંધીને કારણે ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો અને મોદીને કોઈપણ કાર્યક્રમ કે રેલીમાં હાજરી આપ્યા વિના દિલ્હી પરત ફરવું પડ્યું હતું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ફિરોઝપુરમાં મોદીની સુરક્ષામાં ‘ગંભીર ખામી’ની તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની પેનલ સમક્ષ શુક્રવારે હંસ સહિત અનેક વરિષ્ઠ પોલીસ અને સિવિલ અધિકારીઓ હાજર થયા હતા.

એસએસપીએ પીએમના રોડ રૂટ વિશે માહિતી આપી

ફિરોઝપુરમાં રસ્તો બ્લોક કરનાર સંગઠન ‘ભારતીય કિસાન સંઘ (ક્રાંતિકારી)’ના વડા સુરજીત સિંહ ફૂલે (Surjit Singh Phool) કહ્યું હતું કે, ફિરોઝપુરના SSPએ તેમને સૂચના આપી હતી કે નરેન્દ્ર મોદી રોડ માર્ગે પરથી આવી રહ્યા છે.

ફૂલેએ કહ્યું હતું ‘પરંતુ, અમે વિચાર્યું કે રસ્તો ક્લિયર કરવાની (અધિકારી દ્વારા) કોઈ યુક્તિ છે. આ દરમિયાન જે અન્ય પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં નૌનિહાલ સિંહનો સમાવેશ થાય છે. તેમને જલંધરના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

એ.કે. મિત્તલ (AK Mittal)ને રૂપનગરના પોલીસ મહાનિરીક્ષક તરીકે અને સુખચૈન સિંઘ (Sukhchain Singh)ને અમૃતસરના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નાનક સિંહ અને અલકા મીનાને અનુક્રમે ગુરદાસપુર અને બરનાલાના SSP બનાવવામાં આવ્યા છે. હરકમલપ્રીત સિંહ ખાખ અને કુલજીત સિંહ – બે PPS અધિકારીઓને નવા પોસ્ટિંગ ઓર્ડર આપવામાં આવ્યા છે.

વીરેશ કુમાર ભાવરાને પંજાબના નવા ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

તે જ સમયે, વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા અધિકારી વીરેશ કુમાર ભાવરાને પંજાબ પોલીસના નવા મહાનિદેશક (ડીજીપી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શનિવારે એક સરકારી આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો (વિધાનસભા ચૂંટણી તારીખ 2022)ની જાહેરાતના થોડા કલાકો પહેલા આ આદેશ આવ્યો છે. પંજાબ હોમગાર્ડના ડીજીપી રહી ચૂકેલા ભાવરાએ ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયનું સ્થાન લીધું છે.

આ પણ વાંચો : પ્રિકોશન ડોઝ માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા CoWIN પર થઈ શરૂ, 10 જાન્યુઆરીથી લગાવવામાં આવશે વેક્સીન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">