Srinagar: લાલ ચોકમાં તહેનાત CRPF ની મહિલા કર્મચારીઓ, 30 વર્ષમાં પહેલીવાર, ‘મહિલાઓની પણ કરાઈ તપાસ’
Lal Chowk: જમ્મુ-કાશ્મીરમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા બિન-કાશ્મીરી લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, ત્યારથી કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીરમાં આ જ મહિનામાં આતંકવાદીઓએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી હતી, જેમાંથી ઘણા યુપી અને બિહારના રહેવાસી હતા. આ પ્રકારની ટાર્ગેટ કિલીંગ બાદ દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની મહિલા કર્મચારીઓને શ્રીનગરના લાલ ચોક ( Srinagars Lal Chowk) પર તહેનાત કરવામાં આવી છે. જેઓ ખાસ કરીને શંકાસ્પદ લાગતી મહિલાઓની (Women) તપાસ કરે છે તેમની પુછપરછ પણ કરે છે.
जम्मू और कश्मीर: श्रीनगर के लाल चौक पर CRPF की महिला कर्मियों को सुरक्षा के लिए तैनात किया गया। pic.twitter.com/KifqHEsgIt
— ANI_HindiNews (@AHindinews) October 19, 2021
શ્રીનગરના લાલ ચોક ખાતે CRPF ની મહિલા કર્મીઓ દ્વારા દરેક આવનારી અને બહાર જતી મહિલાઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ તેમને સર્ચ પણ કરવામાં આવી રહ્યા છે.
શ્રીનગરના લાલ ચોક ખાતે 30 વર્ષમાં પ્રથમ વખત મહિલાઓની તપાસ કરાઈ કાશ્મીરમાં નાગરિકોની હત્યાના પગલે છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત સીઆરપીએફની મહિલા કર્મચારીઓએ શહેરના લાલ ચોક વિસ્તારમાં સર્ચ હાથ ધર્યું હતું. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની મહિલા કર્મચારીઓ શહેરના લાલ ચોક (Lal Chowk) વિસ્તારમાંથી પસાર થતી મહિલાઓની બેગ પણ ચેક કરે છે.
Jammu and Kashmir | Women personnel of Central Reserve Police Force deployed for security at Srinagar’s Lal Chowk pic.twitter.com/KAYewNzrt4
— ANI (@ANI) October 19, 2021
કાશ્મીરમાં મહિલાઓની તપાસ થતી નહોતી અગાઉ કાશ્મીરમાં મહિલાઓની શોધ થતી ન હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં બિન-સ્થાનિક મજૂરોને નિશાન બનાવીને હત્યાઓ બાદ તેને શરૂ કરવામાં આવી છે.