AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Iran War : ટ્રમ્પના ગળા સુધી પહોંચી ગયો હતો ઈરાની કમાન્ડર, પછી જે થયું તે જાણી ને ચોંકી જશો

અમેરિકાના સંરક્ષણ સચિવે જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડનાર ઈરાની કમાન્ડર દાઉદ અલી ઝાદેહ માર્યો ગયો છે. મહત્વનું છે કે ટ્રમ્પના ગળા સુધી આ કમાન્ડર પહોંચી ગયો હોવાનું કહેવાય છે.

US Iran War : ટ્રમ્પના ગળા સુધી પહોંચી ગયો હતો ઈરાની કમાન્ડર, પછી જે થયું તે જાણી ને ચોંકી જશો
| Updated on: Mar 05, 2026 | 9:16 PM
Share

યુએસ સંરક્ષણ સચિવ પીટર હેગસેથે જણાવ્યું છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડનાર ઈરાની કમાન્ડર એક હુમલામાં માર્યો ગયો છે. ઈરાન તરફથી મળતી માહિતી મુજબ, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) ની કુર્દિશ ફોર્સના વરિષ્ઠ કમાન્ડર દાઉદ અલી ઝાદેહ મંગળવારે થયેલા હુમલામાં મૃત્યુ પામ્યા. કુર્દિશ ફોર્સનું મુખ્ય કાર્ય ઈરાનની બહાર પ્રોક્સી નેટવર્ક ઉભું કરવું અને તેના દુશ્મનો સામે કામગીરી કરવાનું હોય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ સુધી પહોંચવાનો પ્રયાસ

પીટર હેગસેથે જણાવ્યું હતું કે ટ્રમ્પ પર હુમલો કરવાની અને તેમની હત્યાનું કાવતરું ઘડનાર આ કમાન્ડર મંગળવારે (3 માર્ચ) યુદ્ધ દરમિયાન માર્યો ગયો. તેમણે કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે, તેને અમે છોડશું નહીં. જોકે, તેમણે તે સમયે કમાન્ડરનું નામ જાહેર કર્યું નહોતું.

બીજી તરફ, ઈરાને પોતાના નિવેદનમાં સ્વીકાર્યું કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડની કુર્દિશ ફોર્સના વડા દાઉદ અલી ઝાદેહનું મોત થયું છે. IRGCની અંદર કાર્યરત કુર્દિશ ફોર્સ મુખ્યત્વે બાહ્ય કામગીરી માટે જવાબદાર માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, ઝાદેહનું મોત ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ દ્વારા કરવામાં આવેલા હુમલામાં થયું હતું.

રિવોલ્યુશનરી ગાર્ડમાં કુર્દિશ ફોર્સનું મુખ્ય કામ

ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, તેહરાનમાં ગુપ્તચર માહિતીના આધારે આ હુમલો કરવામાં આવ્યો હતો. દાઉદ અલી ઝાદેહ લાંબા સમયથી તેહરાનમાં રહીને ઈરાનની બહાર વિવિધ હુમલાઓની યોજના બનાવી રહ્યા હતા. રિવોલ્યુશનરી ગાર્ડમાં કુર્દિશ ફોર્સનું મુખ્ય કામ વિદેશી કામગીરી સંભાળવાનું છે.

હાલમાં ઝાદેહ કુર્દિશ ફોર્સના વચગાળાના વડા તરીકે કાર્ય સંભાળી રહ્યા હતા. તેઓએ આ પદ પર હસન મહદવીનું સ્થાન લીધું હતું, જેમનું લેબનોનમાં થયેલા હુમલામાં મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે 2024ની ચૂંટણી પ્રચાર દરમિયાન પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ આ હુમલામાં બચી ગયા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને તેમની હત્યા કરવા માટે બે વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ બંને વખત તેઓ સુરક્ષિત બચી ગયા.

અમેરિકાના આદેશ પર થયું આ કામ

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના કેટલાક સભ્યો ટ્રમ્પની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા હતા. IRGC 2020માં માર્યા ગયેલા કાસેમ સુલેમાનીના મોતનો બદલો લેવા માગે છે. નોંધનીય છે કે 2020માં અમેરિકાના આદેશ પર કાસેમ સુલેમાનીને મારવામાં આવ્યા હતા.

દાઉદ અલી ઝાદેહ કુર્દિશ ફોર્સના મહત્વપૂર્ણ કમાન્ડર હતા. તેમનું મુખ્ય કાર્ય મધ્ય પૂર્વમાં પ્રોક્સી નેટવર્ક ઉભું કરવું અને તેમને હથિયારો પૂરા પાડવાનું હતું. માનવામાં આવે છે કે આ ફોર્સે હમાસ, હિઝબુલ્લાહ અને હૂતી જેવા સંગઠનોને મજબૂત બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. કુર્દિશ ફોર્સમાં કામ કરતા અધિકારીઓ સીધા ઈરાનના સુપ્રીમ લીડરના કાર્યાલય સાથે સંકળાયેલા હોય છે.

US Iran..ચાલુ યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશકિયાનનું મોટું નિવેદન

Follow Us
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
g clip-path="url(#clip0_868_265)">