Republic Day 2022 : ગણતંત્ર દિવસ સમારોહ માટે દિલ્લી પોલીસે ગોઠવી ખાસ સુરક્ષા વ્યવસ્થા, હોટસ્પોટ ઉપર લગાવ્યા FRS કેમેરા
દિલ્હીના તમામ હોટસ્પોટ પર નજર રાખવા માટે, દિલ્લી પોલીસે એક વિશેષ પ્રકારની ચહેરા દ્વારા કરાતી ઓળખ અંગે સિસ્ટમ (ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ) ગોઠવી છે. જેના દ્વારા શંકાસ્પદ આરોપીની સરળતાથી ઓળખ થઈ શકશે.
Security on Republic Day: દિલ્હી પોલીસ પ્રજાસત્તાક દિવસની (Republic Day) તૈયારીઓને લઈને એલર્ટ મોડમાં કામ કરી રહી છે. પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં આવનારા લોકો માટે પોલીસે હાઈટેક સુરક્ષા (Hi-tech security) વ્યવસ્થા કરી છે. ઇવેન્ટમાં ભાગ લેનારાઓ માટે દિલ્હીના હોટસ્પોટ્સ પર દેખરેખ રાખવા માટે ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ ( Facial recognition system – ચહેરા દ્વારા ઓળખ પ્રસ્થાપિત કરતી ખાસ સિસ્ટમ ) ગોઠવવામાં આવી છે. દિલ્હી પોલીસ (Delhi Police) સુરક્ષાના દૃષ્ટિકોણથી સીસીટીવી કંટ્રોલ રૂમમાં સતત ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં આવવા જવાના મુખ્ય માર્ગ અને તેને જોડતા અન્ય માર્ગ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.
કેવી રીતે કરાશે મોનીટરીંગ ?
દિલ્હીમાં ગણતંત્ર દિવસના કાર્યક્રમને લઈને દિલ્હી પોલીસ એલર્ટ પર છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આવનારા મુલાકાતીઓ માટે પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. દિલ્હી પોલીસે પ્રજાસત્તાક દિવસ નિમિતે યોજાતા કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપી છે. આ માટે દિલ્હી પોલીસે પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હીના હોટસ્પોટ પર નજર રાખવા માટે એક વિશેષ પ્રકારની ચહેરા દ્વારા કરાતી ઓળખ અંગે સિસ્ટમ (ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ) ગોઠવી છે. તેમણે કહ્યું કે પરેડ નિહાળવા આવતા લોકો માટે છ એન્ટ્રી પોઈન્ટ્સ અને 16 બ્રિજ પર 30 ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ આ સ્થળોએથી પ્રવેશ કરશે, ત્યારે તેનો ચહેરો સિસ્ટમમાં દેખાશે અને જો પ્રવેશનાર વ્યક્તિ શંકાસ્પદ હશે તો સિસ્ટમ પર એલર્ટ સ્વરૂપે લાલ લાઈટ દેખાશે.
પોલીસ કમિશનરે આપી માહિતી
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ દરમિયાન પોલીસ કમિશનર રાકેશ અસ્થાના પહેલા જ સુરક્ષાને લઈને માહિતી આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતુ કે, ગણતંત્ર દિવસ પહેલા સુરક્ષા વ્યવસ્થા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં 27,000 થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. છેલ્લા 15 દિવસમાં શહેરના કેટલાક ભાગોમાં જુદા જુદા એક્ઝિટ પોઈન્ટ પર વાહનોનુ સઘન ચેકિંગ અને નાકાબંધી સઘન બનાવવામાં આવી છે. જેથી કરીને જો કોઈ શંકાસ્પદ હિલચાલ હોય, તો અમે તેને સરળતાથી અટકાવી શકીએ.
Delhi Police installed Facial Recognition Systems (FRS), CCTV cameras to strengthen security in view of #RepublicDay
“We’ve installed FRS at 30 locations including 6 entry points for frisking. The FRS has a database of 50,000 suspected criminals,” said a police official (24.01) pic.twitter.com/2LdpgupDJI
— ANI (@ANI) January 25, 2022
આ પણ વાંચોઃ
Republic Day 2022: WhatsAppથી ગણતંત્ર દિવસ પર દોસ્તો અને પરિજનોને આ અનોખી રીતે આપો શુભકામનાઓ
આ પણ વાંચોઃ