Republic Day: આતંકવાદી ઘૂસણખોરીને લઈને આંતરરાષ્ટ્રીય સરહદો પર ચેતવણી, હવામાનને ધ્યાનમાં લીધા વિના સૈનિકો ખડેપગે

Republic Day: આતંકવાદી ઘૂસણખોરીને લઈને આંતરરાષ્ટ્રીય સરહદો પર ચેતવણી, હવામાનને ધ્યાનમાં લીધા વિના સૈનિકો ખડેપગે
india-pakistan border ( File photo)

સુરક્ષાની સ્થિતિ વિશે માહિતી આપતા એક સુરક્ષા જવાને કહ્યું કે અમે હવામાનની ચિંતા કર્યા વિના સરહદો પર પેટ્રોલિંગ ચાલુ રાખીએ છીએ. 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના અવસર પર સરહદો પર એલર્ટ છે.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jan 25, 2022 | 7:19 AM

ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભરમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. અહીં આરએસપુરાની આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાની સ્થિતિ વિશે માહિતી આપતા એક સુરક્ષા જવાને કહ્યું કે અમે હવામાનની પરવા કર્યા વિના સરહદો પર પેટ્રોલિંગ ચાલુ રાખીએ છીએ. 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના અવસર પર સરહદો પર એલર્ટ છે.

ઘાટીમાં આતંકવાદીઓ સતત ઘૂસણખોરોની શોધમાં છે. પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ નજીક આવતા આ પ્રયાસો વધુ વધે છે. જેના કારણે સરહદોને એલર્ટ પર રાખવામાં આવી છે. જ્યારે જમ્મુના સીમા સુરક્ષા દળ (BSF)ના મહાનિરીક્ષક ડી.કે. બુરાએ સોમવારે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર દળના જવાનો પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા મુશ્કેલી ઊભી કરવાના જોખમને ધ્યાનમાં રાખીને “હાઈ-એલર્ટ” પર છે.

બે અઠવાડિયાથી સરહદ પર સતર્કતા

તેમણે કહ્યું કે BSFએ બે અઠવાડિયાથી સરહદ પર સતર્કતા વધારી દીધી છે. તેમણે કહ્યું કે જમ્મુ બોર્ડર પર ઈન્ટરનેશનલ બોર્ડર (IB) પર એન્ટી ટનલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બુરાએ કહ્યું કે આતંકવાદીઓની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે BSF આર્મી, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને પોલીસ સાથે સંયુક્ત પેટ્રોલિંગ પણ કરી રહી છે.

બીએસએફના જનરલે પત્રકારોને જણાવ્યું હતું કે, “એવા અહેવાલો આવ્યા છે કે રાષ્ટ્ર વિરોધી તત્વો સમસ્યાઓ ઉભી કરી શકે છે, અમે સરહદ પર અને અંતરિયાળ વિસ્તારોમાં તેમની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે ‘હાઈ-એલર્ટ’ પર છે.”

બુરાએ કહ્યું કે ગુપ્ત માહિતી સ્પષ્ટપણે કેટલીક સીમાપાર ગતિવિધિઓની શક્યતા તરફ નિર્દેશ કરે છે. “અમને અમારા વિસ્તારમાં ઘૂસણખોરી અથવા હથિયારો, દારૂગોળો, વિસ્ફોટકો અથવા ડ્રગની દાણચોરી જેવી પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત થઈ છે. પરંતુ અમે હાઈ એલર્ટ પર છીએ અને અમે કોઈને પણ આ નાપાક ષડયંત્રમાં સફળ થવા દઈશું નહીં. સરહદ પર સૌથી વધુ સૈનિકો અને અધિકારીઓ હાજર છે. અમે સરહદ પર બે અઠવાડિયા સુધી દેખરેખ રાખવાની અને સરહદ પર મોટાપાયે ઓપરેશનની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું, “દર વર્ષે આ સમયગાળા દરમિયાન સરહદો પર સુરક્ષાની સ્થિતિ પર દબાણ આવે છે.” બુરાએ કહ્યું, “અમારી પાસે તમામ માનવ અને તકનિકી સંસાધનો ઉપલબ્ધ છે. અમને વિશ્વાસ છે કે અમે પડકારોનો અસરકારક રીતે સામનો કરી શકીશું.”

આઈજીએ સરહદ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને ખાતરી આપી હતી કે તેમને ડરવાની કોઈ વાત નથી કારણ કે સરહદ પર બીએસએફ ખૂબ જ સતર્ક છે. “અમે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલું બધું કરીશું.”

આ પણ વાંચો : Travel Tips: આ દેશોમાં લગ્ન કરવાથી મળે છે ત્યાંની નાગરિકતા, સરળ છે પ્રક્રિયા

આ પણ વાંચો : શેરબજારમાં કડાકાએ આફતમાં અવસરની કહેવત સાર્થક કરી, રોકાણકારોને 800 થી વધુ સ્ટોક સસ્તી કિંમતે ખરીદવાનો મોકો મળ્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati