Union Budget 2023 : અગ્નિવીર માટે બજેટમાં ખાસ જાહેરાત, કરમાં આપી મોટી રાહત
અગ્નિપથ યોજના હેઠળ સેનામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવે છે. આ યોજના હેઠળ અગ્નિવીરોની ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. 4 વર્ષ સુધી તેમને માસિક પગાર સિવાય મુસાફરી ભથ્થું, ગણવેશ ભથ્થું, કેન્ટીન સુવિધા અને આરોગ્ય સુવિધાઓ મળશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પાંચમી વખત કેન્દ્રીય બજેટ રજુ કર્યું. જેમાં અગ્નિવીરોને કરમાં મોટી રાહત આપી છે. મહત્વનુ છે કે અગ્નિપથ યોજના હેઠળ સેનામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવે છે. આજે બજેટમાં નાણામંત્રીએ અગ્નિવીર કોર્પસ ફંડને EEE કેટેગરી હેઠળ લાવવાની જાહેરાત કરવામાં આવી. EEE કેટેગરીનો અર્થ એ છે કે અગ્નિવીર અથવા સરકાર દ્વારા આપવામાં આવેલ યોગદાન કરમુક્ત હશે. આના પર મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી હશે. જ્યારે અગ્નિવીરોને સંપૂર્ણ રકમ મળી જશે, તો તેના પર પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
મહત્વનું છે કે, અગ્નિપથ યોજના હેઠળ સેનામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવે છે. આ યોજના હેઠળ અગ્નિવીરોની ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. 4 વર્ષ સુધી તેમને માસિક પગાર સિવાય મુસાફરી ભથ્થું, ગણવેશ ભથ્થું, કેન્ટીન સુવિધા અને આરોગ્ય સુવિધાઓ મળશે. 4 વર્ષ પછી 75 ટકા અગ્નિવીર નિવૃત્ત થશે અને તેમને 11.71 લાખ રૂપિયાનું ‘સેવા નિધિ’ પેકેજ ચૂકવવામાં આવશે, જેમાં 4 વર્ષ માટે વ્યાજનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ આ સમગ્ર ફંડને કરમુક્ત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે આ સ્કીમ રજૂ કરી
કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે આ સ્કીમ રજૂ કરી છે, જે અંતર્ગત ચાર વર્ષ માટે અગ્નિવીરોની ભરતી કરવામાં આવે છે. ચાર વર્ષ પછી આ પ્રશિક્ષિત અગ્નિવીરોમાંના માત્ર 25 ટકાને વધુ 15 વર્ષ માટે સેનામાં રાખવામાં આવશે અને 75 ટકા નિવૃત્ત થશે. આ યોજના હેઠળ જવાન, એરમેન અને નાવિકની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવે છે. ચાર વર્ષ દરમિયાન અગ્નિવીરોને EPF/PPF માં પગાર અને બચતનો લાભ મળે છે. ચાર વર્ષ પછી નિવૃત્ત થનારા અગ્નિવીરોને સર્વિસ ફંડ પેકેજ તરીકે 11.71 લાખ મળશે. આ સિવાય 48 લાખનું વીમા કવચ હશે. ખાસ વાત એ છે કે એક વખત ભરતી થયા પછી અગ્નિવીરને ઓફિસરની પરવાનગી લીધા પછી જ ખાસ સંજોગોમાં વચ્ચે નોકરી છોડવાની મંજૂરી આપવામાં આવશે.