આટલા કરોડના માલિક છે સોનિયા ગાંધી, ઈટાલીમાં છે પ્રોપર્ટી પણ પોતાની કાર નથી, એફિડેવિટમાં થયો ખુલાસો

વર્ષ 2019માં સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડી હતી, પરંતુ હવે તબિયત સારી રહેતી ના હોવાથી રાયબરેલીથી લોકસભાની ચૂંટણી નહીં લડે અને પાર્ટી તેમને રાજ્યસભા દ્વારા સંસદમાં મોકલી રહી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, સોનિયા ગાંધીની આવક કેટલી છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

આટલા કરોડના માલિક છે સોનિયા ગાંધી, ઈટાલીમાં છે પ્રોપર્ટી પણ પોતાની કાર નથી, એફિડેવિટમાં થયો ખુલાસો
Sonia Gandhi
Follow Us:
| Updated on: Feb 15, 2024 | 9:53 PM

કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ રાજ્યસભા ચૂંટણી માટે રાજસ્થાનથી ઉમેદવારી નોંધાવી છે. સોનિયા ગાંધીની તબિયત ખરાબ રહે છે, તેથી તેઓ રાયબરેલીથી લોકસભાની ચૂંટણી નહીં લડે અને પાર્ટી તેમને રાજ્યસભા દ્વારા સંસદમાં મોકલી રહી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, સોનિયા ગાંધીની આવક કેટલી છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

સોનિયા ગાંધી પાસે કેટલી છે સંપત્તિ ?

સોનિયા ગાંધીની કુલ સંપત્તિ 12.53 કરોડ રૂપિયા છે. લોકસભાની ચૂંટણીની સરખામણીએ પાંચ વર્ષમાં તેમની જંગમ અને અચલ સંપત્તિમાં રૂ. 72 લાખનો વધારો થયો છે. વર્ષ 2019માં સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડી હતી. આ સમય દરમિયાન તેમણે તેમના ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની સંપત્તિ 11.81 કરોડ રૂપિયા છે. તો રાજ્યસભા ચૂંટણી માટે દાખલ કરાયેલા એફિડેવિટમાં સોનિયાએ ઇટાલીમાં તેમના પિતાની સંપત્તિમાં પોતાનો હિસ્સો હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યાંની પૈતૃક સંપત્તિમાં તેમનો હિસ્સો છે.

છેલ્લા 5 વર્ષમાં આવકવેરા રિટર્નમાં દર્શાવેલ આવક

  • 2018-19માં 10.23 લાખ
  • 2019-20માં 10.57 લાખ
  • 2020-21માં 09.90 લાખ
  • 2021-22માં 10.68 લાખ
  • 2022-23માં 16.69 લાખ

5 વર્ષમાં 12 વીઘા જમીન ઘટી

સોનિયા ગાંધી પાસે 88 કિલો ચાંદી, 1267 ગ્રામ સોનું અને જ્વેલરી છે. જ્યારે 2019માં સોનિયા ગાંધીએ દિલ્હી પાસેના ડેરામંડી ગામમાં ત્રણ વીઘા અને સુલતાનપુર મહેરૌલીમાં 12 વીઘા જમીન જાહેર કરી હતી, પરંતુ આ વખતે આપેલા એફિડેવિટમાં 12 વીઘા જમીનનો ઉલ્લેખ નથી. તેમની પાસે હજુ પણ નવી દિલ્હીના ડેરામંડી ગામમાં ત્રણ વીઘા ખેતીની જમીન છે, જેની કુલ બજાર કિંમત રૂ.5.88 કરોડ હોવાનું કહેવાય છે.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

સોનિયા ગાંધી પાસે પોતાની કાર નથી

સોનિયા ગાંધી પાસે પોતાની કોઈ કાર નથી. 2019ની લોકસભા ચૂંટણી વખતે પણ તેમણે કહ્યું હતું કે તેમની પાસે કોઈ ટુ વ્હીલર કે ફોર વ્હીલર નથી.

પુસ્તકોમાંથી કેટલી રોયલ્ટી મળે છે ?

સોનિયા ગાંધીએ પેંગ્વિન બુક ઈન્ડિયા, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ, આનંદ પબ્લિશર્સ અને કોન્ટિનેન્ટલ પબ્લિકેશન્સ સાથે કરાર કર્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસમાંથી રૂ.1.69 લાખની રોયલ્ટીની રસીદનો ઉલ્લેખ એફિડેવિટમાં કરવામાં આવ્યો છે.

કેટલા કેસ પેન્ડિંગ છે?

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી સામે કેસ પેન્ડિંગ છે. એફિડેવિટ મુજબ, કલમ 420, 120B, 403, 406 હેઠળ નવી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે.

આ પણ વાંચો PM મોદી આગામી 10 દિવસમાં દેશને 7 નવી AIIMSની ભેટ આપશે, ગુજરાતને મળશે પહેલી એમ્સ

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">