AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Gandhiએ 26 માર્ચે બોલાવી પાર્ટી મહાસચિવોની બેઠક, કેસી વેણુગોપાલ કરશે અધ્યક્ષતા

પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી એ પાર્ટીના નેતાઓને વર્તમાન સ્થિતિ અંગે બેઠક યોજવા કહ્યું છે. 26 માર્ચે આ બેઠક પાર્ટી મુખ્યાલયમાં યોજાશે.

Sonia Gandhiએ 26 માર્ચે બોલાવી પાર્ટી મહાસચિવોની બેઠક, કેસી વેણુગોપાલ કરશે અધ્યક્ષતા
Congress President Sonia GandhiImage Credit source: File Photo
| Updated on: Mar 24, 2022 | 12:30 PM
Share

Sonia Gandhi : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ (Congress) પાર્ટીમાં ઉથલપાથલનો માહોલ છે. આ બધાની વચ્ચે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)એ સ્થિતિ પર નજર રાખી છે અને પાર્ટીના નેતાઓને વર્તમાન સ્થિતિને લઈને બેઠક યોજવાનું કહ્યું છે.સોનિયા ગાંધીએ પાર્ટીના તમામ મહાસચિવોની બેઠક બોલાવી છે. 26 માર્ચે આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ (Kc Venugopal) કરશે. આ બેઠક 26 માર્ચે પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાશે.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં તમામ મહાસચિવ અને રાજ્ય પ્રભારી પણ હાજરી આપશે.

તમને જણાવી દઈએ કે, પાંચ રાજ્યોમાં પાર્ટીની હાર બાદ કોંગ્રેસમાં જોરદાર હોબાળો મચી ગયો છે. G23 નેતાઓ સતત નેતૃત્વ પરિવર્તનની માંગ કરી રહ્યા છે.G23 નેતાઓમાં કપિલ સિબ્બલે સીધો જ ગાંધી પરિવાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. કપિલ સિબ્બલ કોંગ્રેસના અન્ય નેતાઓના નિશાના પર આવી ગયા છે.

સોનિયા ગાંધીનું રાજીનામું નામંજૂર

કોંગ્રેસની સતત હાર અને ગાંધી પરિવારના વ્યૂહરચનાકારોમાં બદલાવના કારણે 2020નું G23 2022 સુધીમાં G21 બની ગયું. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટી(Congress CWC Meeting)ની બેઠકમાં નેતાઓએ ગાંધી પરિવારના સામૂહિક રાજીનામાની ઓફરને ફગાવી દીધી હતી ત્યારબાદ ગુલામ નબી આઝાદ સોનિયા ગાંધીને મળ્યા હતા. તે પછી પંજાબના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી ગેરહાજર રહેલા આનંદ શર્મા, વિવેક તંખા અને મનીષ તિવારી પણ સોનિયા ગાંધીને મળ્યા હતા.

છેલ્લી બેઠકમાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ,દરેકને સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ છે. તે પાર્ટીનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. બેઠકમાં પાર્ટીને મજબૂત કરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. સીડબ્લ્યુસીની બેઠકમાં, ગુલામ નબી આઝાદ, દિગ્વિજય સિંહ સહિતના વરિષ્ઠ નેતાઓએ સૂચનો આપ્યા કે ,ચૂંટણીમાં ભૂલ ક્યાં થઈ તેના પર મંથન કરવું જરૂરી છે.

આ પણ વાંચો : Gold Price Today : દુબઈ અને અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ શું છે, આજે સોનુ સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલ દ્વારા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">