એક અંગ્રેજ બેરિસ્ટર જેણે જિંદગીમાં ક્યારેય ભારત જોયુ ન હતુ તેને ભારત-પાકિસ્તાનના ભાગલાની રેખાઓ દોરવાનું કામ કેવી રીતે મળ્યુ?
1947માં સર સિરીલ રેડક્લિફે અખંડ ભારતના નક્શા પર કેટલીક રેખાઓ દોરી અને આ સાથે જ કરોડો લોકોની જિંદગીમાં ક્યારેય ન મિટનારી અમીટ રેખા કોતરાઈ ગઈ. પછી જે લોકોની સવાર અમૃતસરમાં પ્રાર્થના કરવામા અને સાંજ લાહોરના બજારોમાં વેપાર કરવામાં વિતતી હતી. તેમના માટે 50 કિલોમીટરનું અંતર ક્યારેય પુરુ ન થનારુ અંતર બનીને રહી ગયુ જે સદાયને માટે ઈતિહાસમાં એક જખ્મ તરીકે અંકિત થઈ ગયુ.

આજનો દિવસ 3 જૂન 1947 એ ગવર્નર જનરલ માઉન્ટબેટને ભારત- પાકિસ્તાનના ભાગલાની જાહેરાત કરી હતી. આ એ તારીખ હતી જ્યારે અખંડ ભારતના નક્શા પર કેટલીક રેખાઓ ખેંચી દેવામાં આવી હતી અને કરોડો લોકોના હ્રદયમાં ક્યારેય ન ભૂંસાનારી એક સરહદ બની ગઈ. આમ તો ભાગલા દરમિયાન લાહોર ભારતને મળવાનું પરંતુ કેટલાક લોકોની બેઈમાનીને કારણે લાહોરને ભારતથી અલગ કરી દેવામાં આવ્યુ. “મને લાગે છે કે અહીં પંજાબી અને બંગાળી ચેતના છે જેમણે તેમના પ્રાંત પ્રત્યે વફાદારી જગાવી છે અને તેથી મને લાગ્યું કે ભારતના લોકોએ ભાગલાના આ પ્રશ્નનો નિર્ણય પોતે લેવો જોઈએ.” લોર્ડ માઉન્ટબેટને લોકોને સંબોધિત રેડિયો પ્રસારણમાં કહ્યું. આ શબ્દો સાથે, બ્રિટિશ ભારતના છેલ્લા વાઇસરોય અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર-જનરલ એ કાર્યથી હાથ ધોઈ નાખ્યા જે આવનારી પેઢીઓ માટે ભારતીયોનું ભવિષ્ય બદલવાનું હતુ. બ્રિટનના છેલ્લા વાઈસરોયની એ જાહેરાત...