AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seema Haider: સીમા હૈદરને મોકલવામાં આવશે પાકિસ્તાન, જાણો તપાસ એજન્સીએ શું કહ્યું

સીમા હૈદર 15 દિવસના ટૂરિસ્ટ વિઝા પર તેના ચાર બાળકો સાથે 10 મેના રોજ કરાચી એરપોર્ટથી દુબઈ પહોંચી હતી. દુબઈમાં એક દિવસ વિતાવ્યા બાદ 11 મેના રોજ તે દુબઈ એરપોર્ટથી નેપાળના કાઠમંડુ એરપોર્ટ જવા રવાના થઈ હતી.

Seema Haider: સીમા હૈદરને મોકલવામાં આવશે પાકિસ્તાન, જાણો તપાસ એજન્સીએ શું કહ્યું
Seema haider Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 10:21 AM
Share

નમસ્તે હું પાકિસ્તાનની સીમા છું અને તમે… હું દિલ્હી નજીક નોઈડાનો સચિન છું…PUBGથી પરવાન ચડેલો પ્રેમ બે દિલને એટલા નજીક લાવ્યા કે બે દેશોની સરહદો પણ તેમને મળવાથી રોકી શકી નહીં. પાકિસ્તાનના સિંધમાં રહેતી સીમા હૈદરે પોતાનો પ્રેમ મેળવવા માટે માત્ર તેના પરિવાર સામે જ બળવો જ નહીં પરંતુ બંને દેશોની સુરક્ષા એજન્સીઓને પણ ચકમો આપી દીધો. જોકે, 68 દિવસની આ લવસ્ટોરી પર હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા પહેરો લગાવવામાં આવ્યો છે અને સીમા હૈદરને પાકિસ્તાન મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Jammu Kashmir Encounter: પુંછ સેક્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ, સામે આવ્યું Pakistan કનેક્શન

સીમા હૈદર અને સચિન મીના વચ્ચેનો પ્રેમ એવા સમયે શરૂ થયો હતો જ્યારે કોરોનાના ડરથી આખી દુનિયા ઘરોમાં કેદ હતી. સીમાને PUBG રમવાની લત હતી. તે સચિન સાથે રમત દરમિયાન જ વાત કરતી હતી. પહેલા તો બંને વચ્ચે જીતનો ખેલ ચાલ્યો, પરંતુ ક્યારે બંને એક બીજાથી દિલ હારી ગયા તેની ખબર પણ ના પડી. સીમાએ સચિનનો ફોન નંબર માંગ્યો અને બંને કલાકો સુધી વાત કરવા લાગ્યા. વાતચીત દરમિયાન બંનેએ મળવાનો પ્લાન બનાવ્યો.

સીમા અને સચિન બંને માટે નેપાળ સૌથી યોગ્ય સ્થળ હતું. બંનેએ 10 માર્ચે મળવાનો પ્લાન બનાવ્યો. સચિને સીમાને મળવા માટે નેપાળની વિનાયક હોટલમાં રૂમ બુક કરાવ્યો અને 9 માર્ચે જ નેપાળ પહોંચ્યો. સચિનના આગમનના એક દિવસ પછી સીમાએ નેપાળમાં પગ મૂક્યો. 10 માર્ચથી 17 માર્ચ સુધી બંને નેપાળમાં રોકાયા હતા. આ દરમિયાન સચિને હોટલના રૂમમાં જ સીમાની માંગમાં સિંદૂર ભરી દીધું અને તેને હંમેશા માટે પોતાની પત્ની બનાવી લીધી.

સાત દિવસ સાથે રહ્યા પછી સીમા પાકિસ્તાન ગઈ અને સચિન નોઈડા આવ્યો. પાકિસ્તાનથી પરત ફર્યા બાદ સીમાને સમજાયું કે તે હવે સચિન વિના રહી શકશે નહીં. આ પછી તેણે ઘરનો ઉંબરો ઓળંગવાનું નક્કી કર્યું. તેણીએ ભારત જવા માટે તેનું 39 ગજનું ઘર વેચી દીધું. તે જાણતી હતી કે તેને પાકિસ્તાનથી સીધા રસ્તે ભારતમાં આવવા દેવામાં આવશે નહીં. એટલા માટે તેણીએ પૈસા બચાવવાનું શરૂ કર્યું અને કોઈક રીતે 23 લાખ રૂપિયા એકઠા કરવામાં સફળ થઈ અને ભારત પહોંચી ગઈ.

જાણો કેવી રીતે સીમા ભારતમાં પ્રવેશી

સીમા હૈદર 15 દિવસના ટૂરિસ્ટ વિઝા પર તેના ચાર બાળકો સાથે 10 મેના રોજ કરાચી એરપોર્ટથી દુબઈ પહોંચી હતી. દુબઈમાં એક દિવસ વિતાવ્યા બાદ 11 મેના રોજ તે દુબઈ એરપોર્ટથી નેપાળના કાઠમંડુ એરપોર્ટ જવા રવાના થઈ હતી. અહીંથી પબ્લિક ટ્રાન્સપોર્ટ વાન દ્વારા પોખરા ગયા હતા. સીમા અહીં એક રાત રોકાઈ અને બીજા દિવસે નેપાળથી બસ લઈને સ્પંદેહી-ખુનવા બોર્ડર થઈને ભારતમાં પ્રવેશી.

લવ સ્ટોરી મીડિયામાં પ્રાઇમ ટાઇમનો હિસ્સો બની

પોતાના પ્રેમ ખાતર સીમા જે રીતે બે દેશોની સરહદ પાર કરીને ભારત પહોંચી, તેણે મીડિયામાં ઘણી હેડલાઈન્સ બનાવી. કેટલાક લોકોએ તેને રિયલ લવ સ્ટોરીનું નામ આપ્યું તો કેટલાક તેને શંકાની નજરે જોવા લાગ્યા. સોશિયલ મીડિયાથી લઈને પ્રાઈમ ટાઈમ સુધી સીમા અને સચિનના પ્રેમની જે રીતે ચર્ચા થઈ, તેનાથી સુરક્ષા એજન્સીઓના પણ કાન ઉભા થઈ ગયા.

સીમા હૈદરનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં છે

પાકિસ્તાનથી ભારત આવેલા સીમા હૈદરનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં પોસ્ટેડ હોવાનું બહાર આવતાં સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. સીમાએ પોતે આ માહિતી મીડિયાને આપી હતી. આ પછી, સુરક્ષા એજન્સીઓએ સીમાના સમગ્ર ઇતિહાસની તપાસ શરૂ કરી. સીમાની આ લવસ્ટોરીની તપાસની જવાબદારી યુપી એટીએસને આપવામાં આવી હતી. જ્યારે યુપી એટીએસે સીમા અને સચિનની પૂછપરછ શરૂ કરી તો તે ઘણા સવાલોના જવાબ પણ આપી શકી નહીં.

પોલીસને હનીટ્રેપ મામલો લાગે છે

પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે સીમાએ જે રીતે સચિનના પ્રેમમાં પાકિસ્તાનથી ભારત આવવાની તૈયારી કરી છે તે હનીટેપ જેવો મામલો લાગે છે. સીમાએ દાવો કર્યો છે કે તે 5મું પાસ છે પરંતુ તે જે રીતે અંગ્રેજી બોલે છે, તે સંપૂર્ણપણે ટ્રેન્ડ કેસ જેવું લાગે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સીમાના બાળકોને પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં તપાસ એજન્સીઓ આ સમગ્ર મામલાને હનીટ્રેપ સાથે જોડીને તપાસ કરી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">