AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના ફેલાવાને લઈને વૈજ્ઞાનિકોનો મોટો દાવો, આ રીતે ફેલાય છે હવાથી કોરોના, વાંચો વિગત

સંશોધનકારોએ દાવો કર્યો છે કે કોરોનાના ઝડપથી ફેલાવા માટેનું એક કારણ પરાગ રજકણો સાથે વાયરસનું જોડાણ અને પછી હવાના કારણે દુર સુધી પહોંચવાનું હોઈ શકે છે.

કોરોના ફેલાવાને લઈને વૈજ્ઞાનિકોનો મોટો દાવો, આ રીતે ફેલાય છે હવાથી કોરોના, વાંચો વિગત
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Apr 18, 2021 | 9:35 AM
Share

કોવિડ -19 ના ચેપને લઈને રોજ નવા નવા વૈજ્ઞાનિક અધ્યયન બહાર આવી રહ્યા છે. ટોચની તબીબી સંસ્થાઓમાંની એક, પીજીઆઈ ચંદીગઢના સંશોધનકારોએ દાવો કર્યો છે કે કોરોનાના ઝડપથી ફેલાવા માટેનું એક કારણ પરાગ રજકણો સાથે વાયરસનું જોડાણ અને પછી હવાના કારણે દુર સુધી પહોંચવાનું હોઈ શકે છે.

નવેમ્બરમાં પીજીઆઈ ચંદીગઢ અને પંજાબ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું હતું, જે તાજેતરમાં જ સાયંસ જર્નલમાં સસ્ટેનેબલ સિટીઝ એન્ડ સોસાયટીમાં પ્રકાશિત થયું છે. આ સંશોધન પણ મહત્વનું છે કારણ કે કોરોના એવા સમયે ફેલાય છે જ્યારે પરાગાધાનની પ્રક્રિયા પણ ટોચ પર હોય છે.

પીજીઆઇએમઇઆર ચંદીગઢના જન સ્વાસ્થ્ય વિભાગના પ્રોફેસર અને સંશોધન અધ્યાપક અને અગ્રણી લેખક રવિન્દ્ર ખાઇવાલના કહેવા મુજબ, આ અધ્યયનમાં કોરોના વાયરસને પરાગ રજકણો સાથે કોરોના વાયરસ ભાળીને તથા મોસમી પરિસ્થિતિઓમાં તેના ફેલાવાનું અધ્યયન કરવામાં આવ્યું. એવું જાણવા મળ્યું છે કે કોરોના મિશ્ર બાયો પરાગ રજકણો લાંબા અંતર સુધી પરિવહન કરી શકે છે. આ અંતર એક શહેરથી બીજા શહેર સુધી પણ હોઈ શકે છે. પરંતુ ઘણું બધું મોસમી પરિસ્થિતિઓ પર આધારીત છે જેમાં તાપમાન, વરસાદ, ભેજ અને પવનની ગતિ મુખ્ય છે. તમને જણાવી દઇએ કે એક દિવસ પહેલા લેન્સેટે દાવો કર્યો હતો કે કોરોના વાયરસ હવામાં ફેલાય છે. પરંતુ લેન્સેટના સંશોધન હવા દ્વારા મર્યાદિત ફેલાવો તરફ નિર્દેશ કરે છે. જ્યારે આ અભ્યાસ પરાગ રજકણો દ્વારા કોરોનાના લાંબા અંતરના પ્રસારની સંભાવના સૂચવે છે.

40 રીતે વાયરસ ફેલાવો શક્ય

સંશોધનકારોએ દાવો કર્યો છે કે નિપાહ સહિત આશરે 40 પ્રકારના વાયરસ પરાગ રજકણો સાથે મળીને હવામાં લાંબી અંતરની મુસાફરી કરી શકે છે. પરાગ રજકણો ઉચ્ચ જૈવિક કોષો દ્વારા ઉત્પન્ન થયેલ જાતીય પ્રજનન માટે મહત્વપૂર્ણ પુરુષ જૈવિક બંધારણો છે. તેઓ કદમાં 2-300 માઇક્રોન છે. તેઓ સામાન્ય રીતે સ્થિર રહે છે અને પવન, જંતુઓ, પક્ષીઓ અને પાણી જેવા એજન્ટો દ્વારા ફેલાય છે. સંશોધનમાં જણાવાયું છે કે કોવિડ પ્રસાર માટે પરાગ રજકોની ભૂમિકા પર વધુ ઊંડાંણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે.

પરાગ રજકણ આધારિત પ્રથમ અભ્યાસ

પ્રોફેસર ખાઇવાલે કહ્યું કે આ હવાયુક્ત પરાગ અને કોવિડ -19 પર આધારિત પ્રથમ વૈશ્વિક અભ્યાસ છે જેનો હેતુ ચેપી રોગોના નિયંત્રણ માટેના જુદા જુદા અભિગમ તરફ સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે કહ્યું કે આ અભ્યાસ એ પણ બતાવે છે કે હાલના કોરોના ફેલાવા માટે લોકોની વર્તણૂક જ જવાબદાર નથી, પરંતુ ઘણા પર્યાવરણીય પરિબળો પણ જવાબદાર છે.

g clip-path="url(#clip0_868_265)">