Russia-Ukraine War: યુક્રેનના યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, વડાપ્રધાન મોદીએ મૃતકના પિતા સાથે કરી વાત

વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને વિદ્યાર્થીના મોતની જાણકારી આપી હતી. મંત્રાલયે ટ્વિટ કર્યું, અત્યંત દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.

Russia-Ukraine War: યુક્રેનના યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, વડાપ્રધાન મોદીએ મૃતકના પિતા સાથે કરી વાત
PM Narendra Modi - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 6:48 PM

યુક્રેનના (Ukraine) ખાર્કિવમાં મંગળવારે ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગોળીબારમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના પિતા સાથે વાત કરી. યુક્રેનમાં માર્યા ગયેલા વિદ્યાર્થી કર્ણાટકનો રહેવાસી હતો. છેલ્લા અઠવાડિયાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. પરંતુ આ યુદ્ધમાં ભારતીય વ્યક્તિના મોતનો આ પહેલો કિસ્સો છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર લાવવા માટે ભારત સરકાર શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. વિશેષ વિમાનો દ્વારા ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને વિદ્યાર્થીના મોતની જાણકારી આપી હતી. મંત્રાલયે ટ્વિટ કર્યું, અત્યંત દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. મંત્રાલયે કહ્યું કે તે વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

આ સંદર્ભમાં એક અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થી કર્ણાટકના હાવેરી જિલ્લાના ચલગેરીનો રહેવાસી હતો. કર્ણાટક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કમિશનર ડૉ. મનોજ રાજને જણાવ્યું હતું કે હાવેરી જિલ્લાના ચલગેરીના વતની નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરનું મૃત્યુ થયું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કર્ણાટકના CM બોમાઈએ વિદ્યાર્થીના પિતા સાથે વાત કરી હતી

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પણ વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીના પિતા સાથે પણ વાત કરી છે. કર્ણાટકના સીએમએ કહ્યું, આ એક મોટો આંચકો છે. ભગવાન નવીનને શાશ્વત શાંતિ આપે. દુ:ખદ ઘટનાને સહન કરવા માટે તમારે બહાદુર હોવું જોઈએ.

હું મૃતકના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. તેમના આત્માને શાંતિ મળે. ઘણા ભારતીયો હજુ પણ ખાર્કિવમાં અટવાયેલા છે જ્યાં રશિયાએ મોટું સૈન્ય આક્રમણ શરૂ કર્યું છે. તે જ સમયે, સરકાર ભારતીયોને પરત લાવવાનો માર્ગ પણ શોધી રહી છે. આ માટે સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે.

ખાર્કિવમાં ભીષણ લડાઈ

બીજી તરફ, વિદેશ મંત્રાલયે કહ્યું કે વિદેશ સચિવ રશિયા અને યુક્રેનના રાજદૂતો સાથે વાત કરી રહ્યા છે જેમાં તેઓ ભારતીય નાગરિકો માટે ‘તાત્કાલિક સલામત માર્ગ’ની ભારતની માગનો પુનરોચ્ચાર કરશે જેઓ હજુ પણ ખાર્કિવમાં સંઘર્ષ વિસ્તારો અને અન્ય શહેરોમાં અટવાયેલા છે. તેમણે કહ્યું કે, રશિયા અને યુક્રેનમાં અમારા રાજદૂતો દ્વારા પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ભારતમાં કોરોનાની ચોથી લહેર ક્યારે આવશે ? નિષ્ણાતોએ જણાવ્યું આ મહિનામાં આવી શકે છે નવી લહેર

આ પણ વાંચો : Gurugram: બંધ ઘરમાં હથિયારો અને બોમ્બ હોવાની મળી માહિતી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ પહોંચી ઘટનાસ્થળે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">