AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ભારતીય એમ્બેસીએ જાહેર કરી નવી એડવાઈઝરી, જાણો શું કહેવામાં આવ્યું

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયા હતા. આ પછી ભારત સરકારે 'ઓપરેશન ગંગા' દ્વારા આ ભારતીયોને બહાર કાઢ્યા. બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે લાખો લોકો વિસ્થાપિત પણ થયા છે.

Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ભારતીય એમ્બેસીએ જાહેર કરી નવી એડવાઈઝરી, જાણો શું કહેવામાં આવ્યું
Devastation everywhere in Ukraine after Russia's attackImage Credit source: AP
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 9:23 PM
Share

યુક્રેનમાં (Ukraine) ભારતીય દૂતાવાસે (Indian Embassy) શુક્રવારે એક નવી એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં (Ukraine Indian Embassy Advisory) કહેવામાં આવ્યું હતું કે દૂતાવાસ તેનું કામ ચાલુ રાખી રહ્યું છે. વધુમાં, એડવાઈઝરીમાં એવા લોકો માટે સંપર્ક વિગતો પ્રદાન કરવામાં આવી છે જેઓને હજુ દૂતાવાસની સહાયતાની જરૂર છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયા હતા. આ પછી ભારત સરકારે ‘ઓપરેશન ગંગા’ દ્વારા આ ભારતીયોને બહાર કાઢ્યા. બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે લાખો લોકો વિસ્થાપિત પણ થયા છે.

ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું, ‘યુક્રેનમાં રહેતા ભારતીયો, ભારતીય દૂતાવાસ હજુ પણ કામ કરી રહ્યું છે. અમારા ઈમેલ આઈ ડી અને હેલ્પલાઈન નંબર દ્વારા સંપર્ક કરી શકાય છે. ઈમેલ આઈડી છે- cons1.kyiv@mea.gov.in અને 24*7 સપોર્ટ માટે વોટ્સએપ નંબરો છે – +380933559958, +919205209802 અને +917428022564.

ભારતીય દૂતાવાસને 13 માર્ચે પોલેન્ડની રાજધાની વોર્સોમાં અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે આ વિશે કહ્યું હતું કે ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને કારણે આવું કરવામાં આવ્યું છે. વોર્સો શિફ્ટ થતા પહેલા ભારતીય દૂતાવાસને કિવથી લ્વીવમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું, જે પોલેન્ડની સરહદથી 70 કિમી દૂર છે.

ઓપરેશન ગંગા હજુ ચાલુ છે

અગાઉ, વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં 15-20 ભારતીયો છે જેઓ બહાર નીકળવા માંગે છે અને તેમને તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ‘ઓપરેશન ગંગા’ હજુ ચાલુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોને કહ્યું કે તે યુદ્ધની સ્થિતિ છે, પરંતુ જે લોકો બહાર આવવા માંગે છે તેમને બહાર કાઢવાનું કામ અમે ચાલુ રાખીશું.

તેણે કહ્યું, ‘ત્રણ દિવસ પહેલા સુધી ત્યાં લગભગ 50 ભારતીયો હતા. અમારો અંદાજ છે કે 15-20 લોકો તે દેશ (યુક્રેન) છોડવા માંગે છે. અન્ય એવા લોકો છે જેઓ હાલ છોડવા માંગતા નથી. અમે અમારાથી બને તેટલી મદદ કરીએ છીએ.

મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી 22,500 ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે અને કેટલાક લોકો હજુ પણ ત્યાં છે અને આ એક ઉભરતી સ્થિતિ છે. તેમણે કહ્યું, અમે ત્યાં રહેલા તમામ ભારતીયોના સંપર્કમાં છીએ. ભારતીય દૂતાવાસ તમામ શક્ય મદદ કરી રહ્યું છે. યુદ્ધ શરૂ થયા બાદ ભારતે સાવચેતીના ભાગરૂપે ભારતીય લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો :  શેફાલી રાઝદાન દુગ્ગલ: બિડેન સરકારમાં વધુ એક ભારતીયની એન્ટ્રી, જાણો કોણ છે આ ભારતીય મૂળની મહિલા

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">