નાગરિકતા સુધારા કાયદાની ગેરસમજ થશે દુર, RSS કરશે ડોર ટૂ ડોર અભિયાન
દેશભરમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ શુક્રવારે દિલ્હીના કનોટ પ્લેસમાં જાગરૂકતા કાર્યક્રમ આયોજિત કર્યો. RSSએ લોકોની વચ્ચે આ નવા નાગરિકતા કાયદા વિશે જાગરૂકતા ફેલાવવાની વાત કરી છે. Web Stories View more કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો […]
દેશભરમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ શુક્રવારે દિલ્હીના કનોટ પ્લેસમાં જાગરૂકતા કાર્યક્રમ આયોજિત કર્યો. RSSએ લોકોની વચ્ચે આ નવા નાગરિકતા કાયદા વિશે જાગરૂકતા ફેલાવવાની વાત કરી છે.
RSS દિલ્હી ચેપ્ટરના પ્રમુખ ભરત શર્માએ કહ્યું કે અમે ત્રણ-ચાર દિવસમાં દેશમાં સુમેળ અને શાંતિ ફરીથી સ્થાપિત કરીશું. અમે તમામ ઘરે-ઘરે (ડોર ટૂ ડોર) જઈશું. અમારા RSSના એક-એક કાર્યકર્તા નાગરિકતા સુધારા કાયદા વિશે ઓછામાં ઓછા 10 લોકોને બતાવશે અને આ અધિનિયમ વિશે ફેલાયેલી ભ્રમણાને દુર કરીશું. યુવાઓ સુધી પહોંચવા માટે પણ એક અભિયાન શરૂ કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ દરમિયાન ‘ભારત માતાની જય’ના નારા લગાવવામાં આવ્યા અને કનોટ પ્લેસની અંદર સર્કલમાં જાગરૂકતા માટે માર્ચ પણ કાઢી હતી. એક RSS કાર્યકર્તાએ જણાવ્યું કે લોકોને પહેલા સમજવું જોઈએ કે CAA શું છે. આ અધિનિયમમાં કોઈ પણ ભારતીય નાગરિકની વિરૂદ્ધ કઈ પણ નથી.
આ પ્રદર્શનને ‘નાગરિક માર્ચ’ તરીકે રજૂ કરવામાં આવ્યું. આ ઔપચારિક રીતથી કોઈ સંગઠન કે સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવ્યું નહતું. તેમાં દિલ્હી વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘ (DUSU) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સભ્યોએ પણ ભાગ લીધો. તે દરમિયાન CAAની સાચી જાણકારીવાળા પોસ્ટર પણ વહેંચવામાં આવ્યા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]