Poonch Attack: પૂંછ આતંકી હુમલામાં થયો ખુલાસો, બે આતંકીઓએ ISI ના ઈશારે યુવાનોને ગેરમાર્ગે દોરતા હતા

પૂંછમાં આતંકીઓએ આર્મીની ટ્રક પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેની સારવાર ચાલી રહી છે. હુમલા બાદ રાજૌરી અને પૂંચમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Poonch Attack: પૂંછ આતંકી હુમલામાં થયો ખુલાસો, બે આતંકીઓએ ISI ના ઈશારે યુવાનોને ગેરમાર્ગે દોરતા હતા
Poonch Attack
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 1:06 PM

જમ્મુ-કાશ્મીરના પુંછમાં થયેલા આતંકી હુમલામાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. તેમાં પાકિસ્તાન અને ISI નો હાથ હોઈ શકે તે નિશ્ચિત હતું. જોકે આ લોકોને સ્થાનિક સમર્થન પણ મળ્યું હતું. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આતંકવાદીઓ અમીન ભટ્ટ ઉર્ફે ખૂબૈબ અને રફીક ઉર્ફે સુલતાન પાકિસ્તાનના સંપર્કમાં હતા. પાકિસ્તાનનો આ ખૂબ જૂનો વ્યવસાય હતો કે તે ખીણના યુવાનોને ગેરમાર્ગે દોરતો હતો. ક્યારેક ધર્મના નામે તો ક્યારેક વિવિધ પ્રકારના લોભ આપીને.

જો કે હવે જ્યારે કાશ્મીરના યુવાનો પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે ત્યારે પાકિસ્તાન તરફી આતંકવાદીઓ આ વાત પચાવી શકતા નથી. આથી આઈએસઆઈએ અમીન ઉર્ફે ખુબબ અને રફીક ઉર્ફે સુલતાનને યુવાનોને આતંકવાદની રાહ પર ચાલવાની કામગીરી સોંપી હતી.

આતંકવાદી હુમલાના તાર રફીક નાઈ ઉર્ફે સુલતાન સાથે જોડાયેલા હોઈ શકે

સુલતાન પૂંછના મેંધર વિસ્તારનો રહેવાસી છે. હાલમાં તે PoK (પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર)માં છુપાયેલો છે. આ આતંકવાદી કમાન્ડર લોન્ચ કમાન્ડર તરીકે કામ કરે છે, તેનું કામ આતંકવાદીઓને ઘૂસણખોરી કરવાનું, આ તરફ ડ્રગ્સ મોકલવાનું અને ડ્રોન દ્વારા સરહદ પારથી હથિયારો લાવવાનું છે. આ હુમલો પૂંછ વિસ્તારમાં થયો હતો. તેથી એવી આશંકા છે કે આતંકવાદી હુમલાના તાર રફીક નાઈ ઉર્ફે સુલતાન સાથે જોડાયેલા હોઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

આ પણ વાંચો : J-K : જમ્મુ-કાશ્મીરના પૂંછમાં થયેલ આતંકી હુમલામાં ચોકાવનારો ખુલાસો, સ્ટિકી બોમ્બનો કરાયો હતો ઉપયોગ

આતંકી હુમલામાં ચોકાવનારો ખુલાસો, સ્ટિકી બોમ્બનો કરાયો હતો ઉપયોગ

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં સેનાની ટ્રક પર થયેલા આતંકી હુમલામાં મોટો ખુલાસો થયો છે. આઈબીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આતંકીઓએ બીજી સેક્ટરમાં હુમલા માટે સ્ટીકી બોમ્બનો ઉપયોગ કર્યો હતો. તેઓએ કટરા હુમલાની માફક જ આ હુમલો કર્યો છે. IBએ તમામ તથ્યો સંબંધિત રિપોર્ટ ગૃહ મંત્રાલય અને NIAને શેર કર્યો છે.

આતંકી હુમલામાં સેનાના 5 જવાન શહીદ થયા

ગત દિવસે પૂંછમાં આતંકીઓએ આર્મીની ટ્રક પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેની સારવાર ચાલી રહી છે. હુમલા બાદ રાજૌરી અને પૂંચમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. છુપાયેલા આતંકવાદીઓ પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં 4 આતંકવાદીઓ સામેલ હતા. બાટા-દોરિયામાં હુમલાના સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. હુમલાની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ પહોંચી ગઈ છે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પણ સ્થળ પર હાજર છે. આ હુમલાની જવાબદારી જૈશ સમર્થિત આતંકવાદી જૂથ પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટે લીધી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">