OMG ! માણસોની જેમ આ પ્રકારની માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
તમને જાણીને નવાઈ લગાશે પણ માછલીઓ ગણિત સમજી શકે છે,માત્ર માછલીઓ (Fish) જ નહીં બીજા પણ અનેક પ્રાણીઓ ગણિત સમજી શકે છે અને આવા પ્રાણીઓનું આખું લિસ્ટ છે.
હાલમાં જ એક અભ્યાસમાં (Research) એવું તારણ કાઢવામાં આવ્યું છે કે માનવી સિવાયના પણ ઘણાં જીવ છે. જેવા કે કાચિંડો, મધમાખી અને પક્ષીઓમાં સામાન્ય અને સરળ અંકગણિત સમજવાની ક્ષમતા રહેલી છે. જેમાં સ્ટિંગ રે (Stingray) અને ઝીબ્રા મબૂના સિક્લિડ (Zebra mbuna Fish) નામની માછલીઓનો (Fish) પણ સમાવેશ થાય છે.
સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો
બોન યુનિવર્સિટીના ઝૂલોજિસ્ટ વેરા શ્લુસેલ અને તેના સહયોગીઓએ આ સંશોધનમાં લખ્યું છે કે આ માછલીઓમાં જે તે રંગના આધારે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાને જાણવાનું શીખ્યું છે.સાથે જ સરવાળો-બાદબાકી કરતા પણ શીખ્યું છે.સંશોધનકર્તાઓએ બે દરવાજા સાથે અલગ-અલગ આકારના કાર્ડ (Colour card) આ માછલીઓને દેખાડ્યા.જેમકે જ્યારે આ માછલીઓને ગણિતની ટ્રેઈનિંગ અપાઈ તમેને ત્રણ બ્લૂ રંગના કાર્ડ બતાવાયા.એટલે કે જો સાચો દરવાજો પસંદ કરવાનો હશે તો તેમાં એક ઉમેરો કરવો પડશે અને જો પીળા રંગનું કાર્ડ (Yellow card) બતાવવામાં આવ્યું. તો તેણે જે આકૃતિ છે તેમાંથી એક ઘટાડવો પડશે.
અને કેટલીક માછલીઓએ આ ગણતરી શીખી લીધી.જો કે બધી જ માછલીઓ આ શીખી જ ગઈ એમ નથી.પરંતુ સ્ટિંગ રે માછલીઓમાં સરવાળામાં 94 ટકા અને બાદબાકીમાં 89 ટકા એકયુરસી જોવા મળી છે.આ પહેલા પણ આ બન્ને પ્રજાતિની માછલીઓ સાથે આ પ્રકારના પ્રયોગ થયા છે.જો કે સિક્લિડ માછલીઓ સાથે થોડા એડવાન્સ લેવલે પ્રયોગ થયા છે.
આ જીવોમાં પણ સંજ્ઞાઓને સમજવાની શક્તિ
તમને જણાવી દઈએ કે, આ બન્ને માછલીઓ શિકારી માછલીઓ નથી.તેના જૈવિક વર્તનમાં આ મેથ્સની ગણતરીની કોઈ અસર નથી.જો કે સંશોધનકર્તાઓનું કહેવું છે કે સસ્તનપ્રાણીઓની જેમ આ જીવોમાં પણ સંજ્ઞાઓને સમજવાની શક્તિ રહેલી છે.