આદિલ અહેમદ ડાર તો માત્ર આત્મઘાતી મોહરો હતો, તો શું પુલવામા આતંકી હુમલાનો માસ્ટરમાઇંડ IED EXPERT ગાઝી છે ? તપાસ એજન્સીઓએ શરુ કરી શોધખોળ
પુલવામા આતંકી હુમલાને અંજામ ભલે આતંકવાદી આદિલ અહમદ ડારે આપ્યો, પરંતુ આ હુમલાનો માસ્ટરમાઇંડ અબ્દુલ રશીદ ગાઝીને માનવામાં આવી રહ્યો છે. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 22-12-2024 નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ […]
પુલવામા આતંકી હુમલાને અંજામ ભલે આતંકવાદી આદિલ અહમદ ડારે આપ્યો, પરંતુ આ હુમલાનો માસ્ટરમાઇંડ અબ્દુલ રશીદ ગાઝીને માનવામાં આવી રહ્યો છે.
પુલવામામાં સીઆરપીએફના કાફલા સાથે સુસાઇડ કાર બૉંબથી થયેલા હુમલામાં 38 જવાનોના મોત થયા હતાં અને આતંકી આદિલે આ હુમલાને અંજામ આપ્યો હતો, પરંતુ સલામતી દળોના સૂત્રોનું કહેવું છે કે આ હુમલાનો માસ્ટરમાઇંડ IED EXPERT આતંકવાદી અબ્દુલ રશીદ ગાઝી છે.
ગાઝી જૈશ એ મોહમ્મદનો આતંકવાદી છે અને પાકિસ્તાનમાં રહે છે. અફઘાન લડાઈમાં સામેલ રહેનારો ગાઝી આઈઈડી એક્સપર્ટ મનાય છે. સલામતી એજન્સીઓ ગાઝીની શોધમાં લાગી ગઈ છે.
જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરે પોતાના ભત્રીજા ઉસ્માન અને ભાણિયા તલ્હા રશીદના મોતનો બદલો લેવા માટે ગાઝીની પસંદગી કરી હતી. તલ્હાને નવેમ્બર-2017માં પુલવામા ખાતે અને ઉસ્માનને ઑક્ટોબર-2018માં ત્રાલ ખાતે સલામતી દળોએ ઠાર કર્યા હતાં.
POKમાં ટ્રેનિંગ આપે છે ગાઝી, ડિસેમ્બરમાં જ ઘુસ્યો હતો કાશ્મીરમાં
અબ્દુલ રશીદ ગાઝી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે. જાણવા મળે છે કે ગાઝી ડિસેમ્બર-2018માં પોતાના બે સાથીઓ સાથે કાશ્મીરમાં દાખલ થયો હતો. તે પુલવામાના એક વિસ્તારમાં સંતાયેલો હતો. ગાઝી એક એક્સપર્ટ ટ્રેનર છે અને તેને સ્થાનિક આતંકીઓને ટ્રેઇન કરવાની જવાબદારી સોંપાઈ હતી.
[yop_poll id=1442]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]