AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ટ્રેન નીચે ફેંકી દઈશ’: રાજધાની એક્સપ્રેસમાં પેન્ટ્રી સ્ટાફનો આતંક, મહિલા મુસાફરોની સામે જ પેસેન્જરને આપી ધમકી, જાણો શું છે આખો વિવાદ?

સુવિધાઓના નામે લૂંટ અને સફરના નામે આતંક? નવી ટ્રેનોના સપના વચ્ચે જૂની ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે. રેલવે મંત્રી સુધી પહોંચ્યો ગુંડાગીરીનો વીડિયો પણ ક્યારે સરકાર જાગશે અને ક્યારે આવા લોકો પર એક્શન લેવામાં આવશે?

'ટ્રેન નીચે ફેંકી દઈશ': રાજધાની એક્સપ્રેસમાં પેન્ટ્રી સ્ટાફનો આતંક, મહિલા મુસાફરોની સામે જ પેસેન્જરને આપી ધમકી, જાણો શું છે આખો વિવાદ?
Image Credit source: Lawyer_Kalpana (X Platfrom)
| Updated on: Apr 11, 2026 | 8:25 PM
Share

ભારતીય રેલવેમાં એક તરફ વંદે ભારત અને બુલેટ ટ્રેન જેવા હાઈ-ટેક સપનાઓ બતાવવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પ્રીમિયમ ગણાતી રાજધાની એક્સપ્રેસમાં પેન્ટ્રી સ્ટાફની ગુંડાગીરીએ તંત્રની પોલ ખોલી નાખી છે. સિકંદરાબાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ (22691) માં ભોજનની ફરિયાદ કરવા બદલ એક પેન્ટ્રી કર્મચારીએ મુસાફરને બિભત્સ ગાળો આપી અને તેને ચાલતી ટ્રેને નીચે ફેંકી દેવાની ધમકી આપી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે.

સુવિધાના નામે લૂંટ અને ડબલ એન્જિન સરકાર સામે સવાલ

એડવોકેટ કલ્પના શ્રીવાસ્તવે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પેન્ટ્રી સ્ટાફ મહિલાઓની હાજરીમાં જ મુસાફર સાથે અભદ્ર વર્તન કરી રહ્યો છે. આ આખો વિવાદ ટ્રેનમાં પીરસવામાં આવતા ભોજનને લઈને શરૂ થયો હતો. જ્યારે એક મુસાફરે પેન્ટ્રી સ્ટાફને ખાવા બાબતે ફરિયાદ કરી, ત્યારે કર્મચારી શાંતિથી સાંભળવાને બદલે ઉશ્કેરાઈ ગયો હતો. વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે કર્મચારી મહિલાઓની હાજરીમાં અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે.

મુસાફરોએ જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે તેણે વધુ આક્રમક થઈને મુસાફરને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાનું કહ્યું હતું. એક તરફ નવી ટ્રેનો અને આધુનિક સ્ટેશનોના મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જે ટ્રેનો અત્યારે ચાલી રહી છે તેના કોન્ટ્રાક્ટરો પર રેલવેનું કોઈ નિયંત્રણ નથી. મુસાફરો પાસેથી પ્રીમિયમ ચાર્જ વસૂલવામાં આવે છે, પરંતુ બદલામાં તેમને લૂંટ અને અપમાન મળી રહ્યું છે. શું આ જ ‘ડબલ એન્જિન’ સરકારનો વિકાસ છે કે જ્યાં સામાન્ય જનતાને સુવિધાના નામે માત્ર બેવકૂફ બનાવવામાં આવી રહી છે?

કોન્ટ્રાક્ટર અને રેલવે પોલીસની મિલીભગત?

વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ ટ્રેનમાં પેન્ટ્રીનો કોન્ટ્રાક્ટ ‘આરકે ગ્રુપ’ પાસે હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સનો આક્ષેપ છે કે રેલવે પોલીસ (RPF) અને પેન્ટ્રી સ્ટાફ વચ્ચે સાંઠગાંઠ હોય છે, જેના કારણે મુસાફરોની ફરિયાદ પર કોઈ પગલાં લેવામાં આવતા નથી. જો કોઈ હિંમત કરીને અવાજ ઉઠાવે તો તેને મારવાની કે ટ્રેન નીચે ફેંકી દેવાની ધમકી આપવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર રોષ: રેલ મંત્રીને કરાઈ ફરિયાદ

એડવોકેટ કલ્પના શ્રીવાસ્તવે આ ઘટનાનો વિડિયો ‘X’ પર શેર કરીને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને IRCTC ને ટેગ કર્યા છે. તેમણે આ મામલે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી છે. વિડિયો વાયરલ થતા જ લોકોની તીખી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અનેક લોકોએ આક્ષેપ કર્યો છે કે ટ્રેનમાં વેન્ડરોની દાદાગીરી વધી રહી છે અને ઘણીવાર રેલવે પોલીસ પણ તેમની સામે કાર્યવાહી કરવામાં ખચકાય છે.

ખાનગી કોન્ટ્રાક્ટર અને સુરક્ષાનો સવાલ

માહિતી મુજબ, આ ટ્રેનનો પેન્ટ્રી કોન્ટ્રાક્ટ આર.કે. ગ્રુપ પાસે છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ ખાનગી કોન્ટ્રાક્ટરોના કર્મચારીઓ પર કોઈનું નિયંત્રણ નથી? એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે રેલવેમાં ગુંડાગીરી એટલી વધી ગઈ છે કે ફરિયાદ કરનારને જ ટાર્ગેટ કરવામાં આવે છે.

હવે જોવાનું એ રહેશે કે રેલવે તંત્ર આ ગુંડાગીરી કરનાર કર્મચારી અને તેના કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં ભરે છે. શું રેલવે મુસાફરોની સફર ખરેખર સુરક્ષિત બની શકશે?

Disclaimer આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

કોંગ્રેસના હાઈવોલ્ટેજ ડ્રામાનો કરૂણ અંત, પોલીસ બંદોબસ્ત સાથે આવેલા તસ્નીમ આલમ ટિકિટ કપાતા જ ભભૂકી ઉઠ્યા

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">