રાજસ્થાનના નવા CM ભજનલાલ શર્મા પણ છે કરોડપતિ…તો માથે છે 35 લાખનું દેવું !
રાજસ્થાનના નવા સીએમ બનેલા ભજન લાલ શર્માએ સાંગાનેરથી ચૂંટણી જીતી હતી. તેમની નેટવર્થ વિશે વાત કરીએ તો, તે એક કરોડપતિ પણ છે અને તેમની કુલ સંપત્તિ 1.40 કરોડ રૂપિયા છે, જ્યારે 35 લાખનું દેવું પણ છે. વિધાનસભા ચૂંટણીમાં આપવામાં આવેલી સંપત્તિની વિગતો સાથે સંબંધિત એફિડેવિટમાં આનો ઉલ્લેખ કરાયો છે.

રાજસ્થાનને નવા મુખ્યમંત્રી મળી ગયા છે. મંગળવારે ધારાસભ્ય દળની બેઠકમાં ભજન લાલ શર્માના નામને મંજૂરી આપવામાં આવી હતી. નવેમ્બરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાંથી ત્રણમાં જંગી જીત મેળવનાર ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બાદ રાજસ્થાનમાં પણ નવા ચહેરાને મુખ્યમંત્રી બનાવ્યા છે. મધ્યપ્રદેશમાં મોહન યાદવ સીએમ તરીકે ચૂંટાયા છે, જ્યારે છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈને આ રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. MP અને છત્તીસગઢ જેમ રાજસ્થાનના મુખ્યમંત્રી પણ કરોડોની સંપત્તિના માલિક છે.
કુલ સંપત્તિ 1.40 કરોડ રૂપિયા
રાજસ્થાનના નવા સીએમ બનેલા ભજન લાલ શર્માએ સાંગાનેરથી ચૂંટણી જીતી હતી. તેમની નેટવર્થ વિશે વાત કરીએ તો, તે એક કરોડપતિ પણ છે અને તેમની કુલ સંપત્તિ 1.40 કરોડ રૂપિયા છે, જ્યારે 35 લાખનું દેવું પણ છે. વિધાનસભા ચૂંટણીમાં આપવામાં આવેલી સંપત્તિની વિગતો સાથે સંબંધિત એફિડેવિટ અનુસાર, રાજસ્થાનના નવા સીએમ ભજન લાલ શર્માની કુલ સંપત્તિમાંથી 1,15,000 રૂપિયા રોકડ છે, જ્યારે તેમની પાસે વિવિધ બેંકોમાં લગભગ 11 લાખ રૂપિયાની થાપણો છે.
રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પાસે ત્રણ તોલા સોનું છે, જેની કિંમત 1,80,000 રૂપિયા છે. તેમણે શેર કે બોન્ડમાં કોઈ રોકાણ કર્યું નથી, પરંતુ તેમની પાસે એલઆઈસી અને એચડીએફસી લાઈફની બે વીમા પોલિસી છે, જેની કિંમત રૂ. 2,83,817 છે. આ સિવાય જો આપણે વાહનોની વાત કરીએ તો રાજસ્થાનના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભજન લાલના નામે ટાટા સફારી છે, જેની કિંમત એફિડેવિટમાં રૂ. 5 લાખ દર્શાવવામાં આવી છે, આ સિવાય ટીવીએસ વિક્ટર મોટરસાઇકલ પણ છે, જેની કિંમત રૂ. 35,000 છે.
આ પણ વાંચો રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન બન્યા ભજન લાલ શર્મા, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા બન્યા ડેપ્યુટી સીએમ
રાજસ્થાનના CMના નામે બે ઘર અને એક ફ્લેટ
રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનેલા ભજનલાલ શર્માની સ્થાવર મિલકતની વાત કરીએ તો તેમની પાસે ભરતપુરમાં 0.035 હેક્ટર ખેતીની જમીન છે, જેની કિંમત 3 લાખ રૂપિયા છે. રાજસ્થાનના ભરતપુરમાં સીએમના નામે બે ઘર અને એક ફ્લેટ પણ છે. એફિડેવિટમાં તેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. તેમના નામે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ કે બિનખેતીની જમીન નથી.