બ્રેકિંગ ન્યૂઝ: રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન બન્યા ભજન લાલ શર્મા, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા બન્યા ડેપ્યુટી સીએમ

આ પહેલા રાજસ્થાન પહોંચેલા કેન્દ્રીય નિરીક્ષકોએ રાજ્યના વરિષ્ઠ ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી તેમની સલાહ લીધી હતી, તે સિવાય નિરીક્ષકોએ રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેએ પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે સાથે પણ વાતચીત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ: રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન બન્યા ભજન લાલ શર્મા, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા બન્યા ડેપ્યુટી સીએમ
Follow Us:
| Updated on: Dec 12, 2023 | 7:36 PM

આખરે રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન તરીકે ચહેરાની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપે ભજનલાલ શર્માને રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન તરીકે જાહેર કર્યા છે. આ પહેલા રાજસ્થાન પહોંચેલા કેન્દ્રીય નિરીક્ષકોએ રાજ્યના વરિષ્ઠ ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી તેમની સલાહ લીધી હતી, તે સિવાય નિરીક્ષકોએ રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેએ પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે સાથે પણ વાતચીત કરી હતી. આ સાથે જ રાજ્યમાં દિયા સિંહ અને પ્રેમચંદ બેરવાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.

કોણ છે ભજનલાલ શર્મા?

ભજન લાલ શર્મા વિશે વાત કરીએ તો તેઓ સંગઠનમાં લાંબા સમયથી કાર્યરત રહ્યા છે. તેઓ ભરતપુર વિધાનસભા વિસ્તારથી આવે છે. તેમને લાંબા સમય સુધી પ્રદેશના મહામંત્રી તરીકે કામ કર્યો છે. જયપુરના સાંગાનેર જેવી સુરક્ષિત સીટથી તેમને પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી અને જીત મેળવી હતી. ત્યારબાદ તેમને હવે રાજસ્થાનની કમાન સોંપવામાં આવી છે. સાંગાનેરથી હાલના ધારાસભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ભજન લાલ શર્માને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તે 4 વખત પ્રદેશ મહામંત્રી રહ્યા છે અને આરએસએસ અને એબીવીપીથી જોડાયેલા છે.

તમને જણાવી દઈએ કે છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ જ રાજસ્થાનમાં પણ ભાજપે પ્રચંડ બહૂમતી સાથે જીત મેળવી છે. પાર્ટીએ રાજસ્થાનમાં 199 સીટમાંથી 115 સીટ પર જીત મેળવી છે. આ જીત બાદ મુખ્યપ્રધાનને લઈને તમામ અટકળો ચાલી રહી હતી પણ આજે તેનો અંત આવ્યો છે અને હવે ભજન લાલ શર્માને રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: પહેલી વખત લડ્યા ચૂંટણી અને લાગી લોટરી! જાણો રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની રાજકીય સફર

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">