ખેડૂતો માટે ખુશીના સમાચાર, ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં 2 હજાર રૂપિયાનો કર્યો વધારો
લોકસભા ચૂંટણીની આચારસંહિતા હટતાની સાથે જ આ રાજ્યમાં મુખ્યમંત્રીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોને ટેકો આપવા માટે ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં બે હજાર રૂપિયાનો વધારો કર્યો છે. આ રકમ 6 હજારથી વધારીને 8 કરવાની જાહેરાત કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણીની આચારસંહિતા હટતાની સાથે જ રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોને ટેકો આપવા માટે રાજસ્થાનની ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં બે હજાર રૂપિયાનો વધારો કર્યો છે. રાજસ્થાનમાં આ રકમ 6 હજારથી વધારીને 8 કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાત CMOના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવી હતી. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતને સમર્થન! મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જનતાને આપેલા વચનોને પૂર્ણ કરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે. તેથી ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે રાજ્યમાં સન્માન નિધિની રકમ 2000 રૂપિયા વધારવામાં આવી છે. આ રકમ 6 હજાર રૂપિયાથી વધારીને 8 હજાર રૂપિયા કરવામાં આવી છે.
સંકલ્પ પત્રમાં ખેડૂતો માટે મોટા વચનો આપવામાં આવ્યા હતા
મળતી માહિતી મુજબ, ભાજપે સત્તામાં આવતા પહેલા ખેડૂતોને આપેલા સંકલ્પ પત્રમાં ખેડૂતોને ખુશ કરવાનું વચન આપ્યું હતું તેના અનુસંધાનમાં સરકારે આ પગલું ભર્યું છે. આ અંતર્ગત કિસાન સન્માન નિધિની રકમ વધારીને 12 હજાર રૂપિયા કરવાનું વચન આપવામાં આવ્યું હતું. આ સાથે ખેડૂતોની જમીનની હરાજી ન થાય તે માટે જાહેરનામું બહાર પાડવાનું પણ વચન આપવામાં આવ્યું હતું.
किसान को संबल !
मुख्यमंत्री श्री @BhajanlalBjp जनता से किए वादों को पूरा करने के लिए मिशन मोड में कार्य कर रहे हैं। ऐसे ही किसानों को संबल देने के लिए राज्य में सम्मान निधि की राशि 2000 रुपए बढ़ाकर 8 हजार रुपए कर दी गई है।#FarmerWelfare#RajCMO#CMORajasthan pic.twitter.com/yOkKGr2x7s
— CMO Rajasthan (@RajCMO) June 8, 2024
રકમ ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, ડાયરેક્ટ ટ્રાન્સફર બેનિફિટ (DBT) દ્વારા ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ 4 મહિનાના અંતરાલ પર 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવવી પડે છે. તેની ચકાસણી બાદ યોજનાના લાભો સીધા પાત્ર ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે.