રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023: કોંગ્રેસના 18 મંત્રીઓ હારી ગયા, આ કારણોથી જીત મેળવી ન શક્યા

છેલ્લા 30 વર્ષમાં પોતાની સરકાર બચાવવા માટે રાજસ્થાનમાં કોઈપણ મુખ્યમંત્રીએ ના કર્યા હોય એટલા પ્રયત્નો અશોક ગેહલોતે કરતા સરકારી તિજોરી જાણે કે ખુલ્લી મૂકી હોય એટલી ફ્રી યોજનાઓ અને જનકલ્યાણકારી યોજનાઓ આપવામાં આવી હતી. આમ છતાં રાજસ્થાનમાં પરંપરા બરકરાર રહી અને ગેહલોત સરકાર ઘરભેગી થઈ એના કેટલાક કારણો જોઈએ.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023: કોંગ્રેસના 18 મંત્રીઓ હારી ગયા, આ કારણોથી જીત મેળવી ન શક્યા
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Dec 04, 2023 | 3:34 PM

મોદીની ગેરંટી, સનાતન ધર્મ અને હિંદુત્વના મુદ્દાએ રાજસ્થાનની પરંપરા યથાવત રાખી છે અને ફરી સત્તા પલટી નાખી છે. અશોક ગેહલોતની જન કલ્યાણકારી યોજનાઓ અને ફ્રીની યોજનાઓ રાજસ્થાનની 30 વર્ષની સરકાર બદલવાની પરંપરા બદલી ના શકી.

પાંચ વર્ષે સરકાર બદલી પરિપક્વતા દર્શાવતા અને લોકશાહીનો આનંદ માણતા રાજસ્થાનના મતદાતાઓનો એ જ મિજાજ આ વખતે પણ જોવા મળ્યો.કોંગ્રેસની હાર માટે ગેહલોત-પાયલટ જૂથ, યોજનાઓ જમીની સ્તર સુધી ના પહોંચવી અને પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા રહી છે અને એના જ કારણે 18 મંત્રીઓ પણ હારી ગયા છે.

છેલ્લા 30 વર્ષમાં પોતાની સરકાર બચાવવા માટે રાજસ્થાનમાં કોઈપણ મુખ્યમંત્રીએ ના કર્યા હોય એટલા પ્રયત્નો અશોક ગેહલોતે કરતા સરકારી તિજોરી જાણે કે ખુલ્લી મૂકી હોય એટલી ફ્રી યોજનાઓ અને જનકલ્યાણકારી યોજનાઓ આપવામાં આવી હતી. આમ છતાં રાજસ્થાનમાં પરંપરા બરકરાર રહી અને ગેહલોત સરકાર ઘરભેગી થઈ એના કેટલાક કારણો જોઈએ.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગેહલોત-પાયલટ જૂથ અને વિખરાયેલું સંગઠન

રાજસ્થાનમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી માત્ર ગહેલોત જ લડી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી હતી. કોંગ્રેસના અનેક નેતાઓ આ ચૂંટણીને પહેલાથી જ હારી ચુક્યા હોવાનું જોવાઇ રહ્યું હતું. અશોક ગેહલોત પાંચ વર્ષોમાં મોટાભાગે પોતાની સરકાર બચાવતા જ જોવા મળી રહ્યા હતા.

2020માં પાયલટ ગ્રૂપની જુથબંધી અને ત્યારબાદ વધેલી દુરી ઓછી જ ના થઇ શકી. સંગઠન પણ વિભાજીત અવસ્થામાં જોવા મળ્યું. ખેંચતાણના કારણે સંગઠનમાં નિયુક્તિ ના થઇ શકી અને એના જ કારણે કોંગ્રેસ સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જમીની સ્તર સુધી ના પહોંચી શકી.

વેલ્ફેર યોજનાઓ લોકો સુધી પહોંચી ના શકી

ગેહલોત-પાયલટ જૂથમાં આપસી મતભેદ-મનભેદ હોવાના કારણે કોંગ્રેસના સંગઠન નિમણૂકો બાકી રહી. જેના કારણે કાર્યકર્તાઓએ જન કલ્યાણકારી યોજનાઓ જમીની સ્તર સુધી લઈ જવી જોઈએ એ ના પહોંચી શકી. આ સિવાય જે યોજનાઓ આપવામાં આવી એનો લાભ પૂરતા પ્રમાણમાં ના પહોંચ્યો હોવાનું પણ ધ્યાનમાં આવ્યું.

મફત આપવાની યોજનાની અમલવારી થયા બાદ વીજબીલ એક મહિનાના બદલે બે મહિને આપવાનું શરૂ કરાયું. જેના કારણે જેટલા યુનિટ ફ્રી આપવાના હોય એના કરતાં વધારે યુનિટ વપરાઈ જતા પૂરતો લાભ ના મળી શક્યો. આ સિવાય ચિરંજીવી યોજના, ફ્રી મોબાઈલ યોજના સહિતની યોજનામાં પૂરતા પ્રમાણમાં લાભ ના મળવાને કારણે કોંગ્રેસને નુકસાન પણ થતું જોવા મળ્યું.

સત્તા પલટવાનું રાજસ્થાનીઓનું જાહેર વલણ

છેલ્લા 30 વર્ષથી રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાય છે. આ રાજસ્થાનના મતદાતાઓની પરિપક્વતા અને લોકશાહીનો આનંદ માણવાની આદત દર્શાવે છે. પાંચ વર્ષે સરકાર બદલાતી હોવાની માનસિકતાના કારણે અનેક કોંગ્રેસના નેતાઓ પહેલાથી જ હાર માનીને ચાલતા હતા. આ સિવાય જનમાનસ પણ એજ માનસિકતા સાથે મતદાન કરતો હોવાથી એ સ્થિતિમાં સરકાર જતી અટકાવવી મોટો ટાસ્ક હતો. તેના જ કારણે કોંગ્રેસ સરકારના 18 મંત્રીઓ પણ આ ચૂંટણીમાં હારી ગયા છે.

આ પણ વાંચો-બોટાદ: ST પાન પાર્લરમાંથી પકડાયેલ સિરપના રિપોર્ટમાં મળ્યો આલ્કોહોલ, 2 સામે ગુનો દાખલ

જાણો કોણ છે હારી ગયેલા નેતાઓ

વિધાનસભા અધ્યક્ષ સીપી જોશી, મંત્રી મમતા ભુપેશ, રમેશ મીણા, બીડી કલ્લાની હાર થઇ. મંત્રી શકુંતલા રાવત, વિશ્વેન્દ્ર સિંહ, પ્રતાપસિંહ ખચારીયાવાસ, ઉદયલાલ આંજના, ભવરસિંહ ભાટી, જાહિદા ખાન, રાજેન્દ્ર યાદવ, સુખરામ વિશ્નોઈ, પ્રમોદ જૈન, પ્રસાદીલાલ મીણા, ભજનલાલ જાટવ, ઉદયલાલ આંજના, શાલે મોહમ્મદ, ગોવિંદરામ મેઘવાલની હાર થઈ છે. આ સિવાય પૂર્વ આરોગ્યમંત્રી અને એઆઈસીસી સેક્રેટરી રઘુ શર્માની પણ હાર થઈ છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">