Weather Forecast: આ 6 રાજ્યોમાં છે જોરદાર વરસાદની સંભાવના, જાણો દેશના ક્યાં ભાગમાં જારી કરાયું રેડ એલર્ટ ?
ખેડૂતો હાલમાં ખરીફ પાકની ખેતીમાં વ્યસ્ત છે. મોટા ભાગમાં વાવણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ પાક માટે પૂરતું પાણી જરૂરી છે. આવી સ્થિતિમાં સમયાંતરે વરસાદ પાક માટે સારો સાબિત થઇ રહ્યો છે.
Weather Forecast: ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે ઉત્તર અને મધ્ય ભારતના ભાગોમાં આગામી ચાર દિવસમાં ભારે વરસાદ પડશે. લો પ્રેશર એરિયા અને મોનસુન કરંટને કારણે 31 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વીય ભાગોમાં અને 31 જુલાઈના રોજ છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશના પૂર્વીય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.
IMD એ કહ્યું કે 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાનના પૂર્વ ભાગ અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે, જ્યારે 31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ રહેશે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે રેડ એલર્ટ 31 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે રાજસ્થાનના પૂર્વ ભાગ અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. IMD એ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગો માટે ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે. 1 થી 2 ઓગસ્ટની વચ્ચે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
IMD એ કહ્યું કે 31 જુલાઈએ જમ્મુ -કાશ્મીરમાં વરસાદ પડ્યો છે. તે જ સમયે, 1 ઓગસ્ટના પંજાબ, 2 ઓગસ્ટ સુધી હિમાચલ પ્રદેશ અને 4 ઓગસ્ટ સુધી ઉત્તરાખંડ અને હરિયાણામાં ભારે વરસાદ સાથે ઉત્તર ભારતના ભાગોમાં વરસાદની પ્રવર્તમાન રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે.
ખેતી માટે વરસાદ રહેશે અનુકૂળ દેશના ખેડૂતો હાલમાં ખરીફ પાકની ખેતીમાં વ્યસ્ત છે. મોટા ભાગમાં વાવણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ પાક માટે પૂરતું પાણી જરૂરી છે. આવી સ્થિતિમાં સમયાંતરે વરસાદ પાક માટે સારો સાબિત થઇ રહ્યો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે પાકને નુકસાન પણ થઈ શકે છે.
20 કરોડથી વધુ ખેડૂતો ખરીફ પાકોની ખેતી કરે છે અને આ પાકને ખૂબ પાણીની જરૂર પડે છે. ખેડૂતો ડાંગર, કપાસ, સોયાબીન, બાજરી, મગફળી અને શેરડીના વાવેતરમાં રોકાયેલા છે. મધ્યપ્રદેશમાં શરૂઆતના મહિનાઓમાં વરસાદના અભાવે સોયાબીનના ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે.
રવિવારે આ વિસ્તારોમાં થશે સારો વરસાદ એક ખાનગી હવામાન આગાહી એજન્સીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રવિવારે પૂર્વ ઝારખંડ, ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગો, મધ્ય પ્રદેશના ભાગો અને પૂર્વ રાજસ્થાનમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. સાથોસાથ, ઉપ-હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
આ સિવાય, ઉત્તર અને દક્ષિણ -પૂર્વ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશના બાકીના ભાગો, છત્તીસગઢ, ઓડિશા, વિદર્ભ, કોંકણ અને ગોવાના કેટલાક ભાગો, કોસ્ટલ કર્ણાટક અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તે જ સમયે, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, લક્ષદ્વીપ અને આંતરિક કર્ણાટકમાં હળવા વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 કેસ નોંધાયા, 20 જિલ્લામાં શૂન્ય કેસ