AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ શું બોલી ગયા રાહુલ ગાંધી? ફરી એકવાર જીભ લપસી, કહ્યુ-લોકશાહી બચાવવાનું કામ મારું નથી

ગંભીર નેતા વિપક્ષની જેમ દુનિયા સમક્ષ આવવાની જગ્યાએ પોતાના ઉટપટાંગ નિવેદનોના કારણે હંમેશા એક કોમેડિયનની રીતે નિવેદન આપનારા રાહુલ ગાંધીએ ફરી એક વાર જાણતા અજાણતા પોતાના મોથી પોતાના છુપા એજેન્ડાને દુનિયા સમક્ષ પોતે જ બતાવી દીધુ. તેમના એક નિવેદનના કારણે હવે તેમના નીતિ પર જ સવાલો ઊભા થઇ રહ્યા છે.

આ શું બોલી ગયા રાહુલ ગાંધી? ફરી એકવાર જીભ લપસી, કહ્યુ-લોકશાહી બચાવવાનું કામ મારું નથી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2025 | 2:32 PM
Share

વિપક્ષના એક ગંભીર અને જવાબદાર નેતાની  જેમ દુનિયા સમક્ષ આવવાની જગ્યાએ પોતાના ઉટપટાંગ નિવેદનોના કારણે હંમેશા એક કોમેડિયનની રીતે નિવેદન આપનારા રાહુલ ગાંધીએ ફરી એક વાર જાણતા અજાણતા પોતાના મોથી પોતાના છુપા એજેન્ડાને દુનિયા સમક્ષ પોતે જ બતાવી દીધા. તેમના એક નિવેદનના કારણે હવે તેમના નીતિ પર જ સવાલો ઊભા થઇ રહ્યા છે.

વિદેશી ફંડિગ અને વિદેશ ટુલ કિટના આધાર પર ભારતમાં નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા અને પાકિસ્તાનની જેમ જનતામાં ખોટી ખબરો અને ખોટા દાવાના આધાર પર ભારતના લોકતંત્રને તબાહ કરવાના પ્રયાસમાં લાગેલા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરેન્સમાં પોતે જ કહી દીધુ કે તેમનું કામ ભારતના લોકતંત્રને બચાવવાનું નથી. આ વાત આજે તેમણે પહેલી વાર જાતે જ ખુલીને કહી દીધી. જો કે જ્યારથી તેઓ લીડર બન્યા છે ત્યારથી તેમના દરેક નિવેદન અને કામ હંમેશા દેશ વિરોધી રહ્યુ છે.

આગળ વધતા પહેલા સાંભળી લો તેમણે શું કહ્યુ

રાહુલ ગાંધી કહે છે કે મારુ કામ ડેમોક્રેટીક સિસ્ટમમાં ભાગ લેવાનું છે. મારુ કામ ડેમોક્રેટીક સિસ્ટમની રક્ષા કરવાનું નથી. તે કામ ભારતની સંસ્થાઓનું છે. તેઓ કામ નથી કરી રહ્યા એટલે મારે આ કામ કરવુ પડી રહ્યુ છે.

હજારો વર્ષ પહેલા ચાણક્યએ ચાણક્ય નીતિમાં સ્પષ્ટપણે લખ્યુ હતુ કે વિદેશી માતાની સંતાન ક્યારેય દેશ ભક્ત નથી હોતી. હજારો વર્ષો પછી, નેતા ઓછા અને કોમેડિયનની જેમ વધારે વર્તનાર રાહુલ ગાંધીનું આ નિવેદન ચાણક્યની વાતને સત્ય સાબીત કરી રહ્યુ છે.

વિદેશી માતા સોનિયા ગાંધીની સંતાન રાહુલ ગાંધીએ ભારતમાં જન્મ લીધો અને ભારતીય પાસપોર્ટ પર ભારતમાં રહીને 5 વખત લોકસભા સાંસદ તરીકે શપથ લીધા છે. શપથ લેતા સમયે દરેક સાંસદને એ શપથ લેવાના હોય છે કે સાંસદ દરેક સ્થિતિમાં ભારતના લોકતંત્ર અને સંવિધાનનું રક્ષણ કરશે. જો કે હવે ખુલીને તેમણે કહી દીધુ છે કે લોકતંત્રનું રક્ષણ કરવાનું કામ તેમનું નથી. એટલે તેઓ હવે દબી દજુબાથી એ સ્પષ્ટ કરવા માગે છે કે જો વિદેશી તાકાત ભારતના લોકતંત્રને નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર અને અફઘાનિસ્તાનની જેમ તબાહ કરવા આવશે તો ભારતના લોકતંત્રને બચાવવાનું કામ તે નહીં કરે. એટલે કે ભારતના લોકતંત્રના દુશ્મનોનો એ સાથ આપશે.

કોંગ્રેસના બાકી નેતા પોતાના નેતાના આવા નિવેદનથી ચોંકાઇ ગયા છે. કેમ કે કોંગ્રેસ અને ગાંધી પરિવારના ભારતના લોકતંત્રને ખતમ કરવાનો જે સિક્રેટ એજન્ડા છે તેની પોલ પોતે રાહુલ ગાંધીએ જ દુનિયા સામે જ કહી દીધુ.

હવે કોંગ્રેસના નેતાઓને ડર છે કે ક્યાંક જાણતા અજાણતામાં રાહુલ ગાંધી ભારતના દુશ્મનો સાથે બનાવેલા પ્લાનને પણ ક્યાંક જગજાહેર ન કરી દે..કેમ કે પહેલા એવુ દેખવામાં આવ્યુ છે કે અલોકતાંત્રિક દેશ ચીનના વામપંથી સરકારની સાથે કોંગ્રેસ પાર્ટીએ એક Mou સાઇન કર્યા હતા, જે દુનિયા સમક્ષ આવી ગયા અને કોંગ્રેસ આજ સુધી એ સવાલનો જવાબ નથી આપી શકી કે લોકતંત્રથી નફરત કરનાર અલોકતાંત્રિક દેશ ચીનની વામપંથી સરકાર સાથે રાહુલ ગાંધી અને ગાંધી પરિવારની પાર્ટી કોંગ્રેસે શું ડિલ કરી હતી ? કેમ કે ચીનમાં જે CCC (Chinese Communist Party)એ આઝાદીના દિવસથી લઇને આજ સુધીમાં 75 વર્ષમાં પોતોના દેશમાં ક્યારેય લોકતંત્ર લાગુ નથી થવા દીધુ, અને આ જ પાર્ટી દરેક લોકતાંત્રિક દેશમાં લોકતાંત્રિક સરકારને હટાવી દેવાની ઇચ્છા રાખનાર લોકોની મદદ કરે છે અને હવે તો વિપક્ષ નેતાએ તો ખુલ્લેઆમ જણાવી દીધુ કે ભારતીય લોકતંત્રની રક્ષા કરવાનું કામ તેમનું નથી.

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
g clip-path="url(#clip0_868_265)">