AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ભારત જોડો ન્યાય યાત્રા’નો લોગો અને ટેગલાઈન થઈ લોન્ચ, રાહુલ ગાંધીએ કહ્યું ‘ન્યાયનો હક મળવા સુધી’

કોંગ્રેસ તરફથી દાવો કરવામાં આવી ચૂક્યો છે કે પૂર્વથી પશ્ચિમ સુધીની ભારત જોડો ન્યાય યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી પહેલાની જેમ દક્ષિણથી ઉત્તર ભારત જોડો યાત્રાની જેમ જ પ્રભાવશાળી અને અસરદાર સાબિત થશે.

'ભારત જોડો ન્યાય યાત્રા'નો લોગો અને ટેગલાઈન થઈ લોન્ચ, રાહુલ ગાંધીએ કહ્યું 'ન્યાયનો હક મળવા સુધી'
Rahul Gandhi
| Updated on: Jan 06, 2024 | 5:38 PM
Share

લોકસભા ચૂંટણી પહેલા દેશમાં નેતાઓના પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકાર તરફથી દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચલાવવામાં આવી રહી છે તો કોંગ્રેસ પણ હવે નવી યાત્રા કાઢવા જઈ રહી છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 14 જાન્યુઆરીએ શરૂ થશે, જે મણિપુરથી મહારાષ્ટ્ર સુધીના રાજ્યોને કવર કરશે. કોંગ્રેસની આ ચર્ચિત યાત્રા 6,713 કિલોમીટરની રહેશે. જેમાં સામેલ થતાં લોકો બસ કે પછી ચાલીને યાત્રા કરશે.

યાત્રાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આજે જણાવ્યું કે તેમની પાર્ટી હવે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઢી રહી છે, કારણ કે કેન્દ્રની ભાજપ સરકારે તેમને સંસદમાં મુદ્દો ઉઠાવવાની તક ના આપી. ખડગેએ કહ્યું ભારત જોડો ન્યાય યાત્રા દેશના રાજકીય મુદ્દાઓની સાથે સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર કેન્દ્રિત હશે. ખડગેએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો લોગો અને ટેગલાઈન લોન્ચ કરી. યાત્રાની ટેગલાઈન રાખવામાં આવી છે ‘ન્યાયનો હક મળવા સુધી’.

રાહુલ ગાંધીએ કહ્યું ‘અમે ફરી આવી રહ્યા છે’

આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં કહ્યું કે અમે ફરી તમારી વચ્ચે આવી રહ્યા છે. ‘અન્યાય અને અહંકાર સામે ન્યાયની લલકાર લઈને’ તેમને આગળ લખ્યું સત્યના આ રસ્તા પર મારી શપથ છે. ‘યાત્રા યથાવત રહેશે, ન્યાયનો હક મળવા સુધી’ રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાનારી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 67 દિવસમાં 6700 કિલોમીટરથી વધારેની મુસાફરી કરશે.

કોંગ્રેસ તરફથી દાવો કરવામાં આવી ચૂક્યો છે કે પૂર્વથી પશ્ચિમ સુધીની ભારત જોડો ન્યાય યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી પહેલાની જેમ દક્ષિણથી ઉત્તર ભારત જોડો યાત્રાની જેમ જ પ્રભાવશાળી અને અસરદાર સાબિત થશે.

110 જિલ્લમાંથી પસાર થશે યાત્રા: ખડગે

યાત્રામાં વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન INDIAને સામેલ થવાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે INDIAના નેતાઓ અને અન્ય લોકોને પણ આ યાત્રામાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમને કહ્યું કે આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા આયોજિત કરવામાં આવી રહેલી યાત્રા 66 દિવસમાં પુરી થશે, જે 110 જિલ્લા અને 100 લોકસભા વિસ્તાર અને 337 વિધાનસભા વિસ્તારમાંથી પસાર થશે, જેની શરૂઆત મણિપુરની રાજધાની ઈમ્ફાલથી કરવામાં આવશે.

રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રા ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે કાઢવામાં આવી હતી. આ યાત્રા કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને જે આ વર્ષે 30 જાન્યુઆરીએ જમ્મૂ કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોક પર પૂર્ણ થઈ હતી. યાત્રા 12 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈ હતી. રાહુલ ગાંધીએ પ્રવાસ દરમિયાન 4 હજાર કિલોમીટરથી વધારેનો પ્રવાસ કર્યો હતો.

ત્યારે 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ખડગે સામેલ થશે કે નહીં. તેની પર તેમને કહ્યું કે સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ મળ્યુ છે અને તે ઝડપી જ આ અંગે નિર્ણય લેશે.

g clip-path="url(#clip0_868_265)">