રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું ચીન માત્ર ઘૂસણખોરી નહિ પરંતુ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જયપુરમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે  જણાવ્યું કે, ચીન મુદ્દે સરકાર અનેક વસ્તુઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેને છુપાવી શકાતી નથી. ભારત સરકાર નિંદ્રામાં છે. જેમા સરકાર કોઇ વાત સાંભળવા માંગતી નથી. ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું ચીન માત્ર ઘૂસણખોરી નહિ પરંતુ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે
Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 7:05 PM

કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રાને 100 દિવસ પૂર્ણ કર્યા છે. હાલ આ યાત્રા રાજસ્થાનમાં છે. જ્યારે 100 દિવસ પૂર્ણ થવા પર મીડિયા સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના વિશે કોઈ શું કહે છે તેની તેમને કોઈ ફેર નથી પડતો.  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જયપુરમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે  જણાવ્યું કે, ચીન મુદ્દે સરકાર અનેક વસ્તુઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેને છુપાવી શકાતી નથી. ભારત સરકાર નિંદ્રામાં છે. જેમા સરકાર કોઇ વાત સાંભળવા માંગતી નથી. ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. આપણા વિદેશ મંત્રીએ તેમની સમજને વધુ વિસ્તારવાની જરુંર છે.

કોંગ્રેસ પક્ષ  ફાસીવાદ  વિરુદ્ધ અડગ રીતે ઉભો છે

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મારી અને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ વ્યવસ્થિત રીતે અભિયાન ચાલી રહ્યું છે. પાર્ટી તૂટી રહી છે આવો પ્રચાર ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ એક વૈચારિક પક્ષ છે, ફાસીવાદ વિરુદ્ધ અડગ રીતે ઉભો છેરાજસ્થાનમા આંતરિક વિવાદ મુદ્દે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, પક્ષમાં વાતચીત અમને યોગ્ય લાગે છે. રાજસ્થાન જ નહિ પરંતુ સમગ્ર દેશમાં આજ પધ્ધતિ છે. કોંગ્રેસની વિચારધારા છે કે પક્ષમાં કોઇ વ્યક્તિ રજુઆત કરવા માંગે તો તેને ડરાવીને ચૂપ કરતા નથી.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

કોંગ્રેસ જ ભાજપ વિરુદ્ધ લડે છે અને આ જ પક્ષ આગામી સમયમાં ભાજપને હરાવશે

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમજ એ બાબત ફેલાવવી કે કોંગ્રેસ પાર્ટી સમાપ્ત થઈ રહી છે એ બાબત તદ્દન ખોટી છે. કોંગ્રેસ પાર્ટીએ વિચારધારાની પાર્ટી છે. તે આજે દેશમાં જીવિત છે. લાખો અને કરોડો લોકોના દિલમા છે. કોંગ્રેસ જ ભાજપ વિરુદ્ધ લડે છે અને આ જ પક્ષ આગામી સમયમાં ભાજપને હરાવશે

ચીન ઓક્ટોબરથી અરુણાચલની ટોચને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે

ચીન અરુણાચલ પ્રદેશમાં 17,000 ફૂટ ઉંચી ટોચને અંકુશમા લેવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. આ શિખર પર ભારતીય સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) વચ્ચે તાજેતરની અથડામણ 9 ડિસેમ્બરે થઈ હતી. આ પહેલા પણ આ વિસ્તારમાં બંને સેના આમને-સામને આવી ચુકી છે. 1 ઓક્ટોબર, 2021 ના ​​રોજ, તવાંગથી 35 કિમી ઉત્તર-પૂર્વમાં આવેલા યાંગત્સેમાં અથડામણ થઈ હતી.

ભાજપ આઇટી સેલના ઇન્ચાર્જ અમિત માલવીયાએ પ્રતિક્રિયા આપી

રાહુલની ચીન મુદ્દે ટિપ્પણી બાદ ભાજપ આઇટી સેલના ઇન્ચાર્જ અમિત માલવીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, દરેક ભારતીયે રાહુલ ગાંધી ને બાદ કરતા ભારતીય સૈનિકો ચીની સૈનિકોને મારતા હોય તેવા વીડિયો જોયા છે. જ્યારે રાહુલ ગાંધીએ તેમની બહાદુરી પર શંકા કરતા રહે છે કારણ કે તેમણે ચીન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમના પરિવારે ચીનની આતિથ્યનો આનંદ માણ્યો હતો અને આરજી ફાઉન્ડેશનમાં ભંડોળ મેળવ્યું હતું.

Latest News Updates

નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">