પંજાબ વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ લીધા શપથ, ભગવંત માને કહ્યું-  વોટ્સએપ દ્વારા નોંધાવી શકાશે ભ્રષ્ટાચારની ફરિયાદ

પત્રકારો સાથે વાત કરતા આપના ઘણા ધારાસભ્યોએ કહ્યું કે તેઓ રાજ્યના લોકોને આપેલા તમામ વચનો પૂરા કરશે. મોગાના આપ ધારાસભ્ય ડૉ. અમનદીપ કૌર અરોરાએ કહ્યું, આપણે શૂન્યથી શરૂઆત કરવી પડશે કારણ કે આખી સિસ્ટમ બદલવી પડશે.

પંજાબ વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ લીધા શપથ, ભગવંત માને કહ્યું-  વોટ્સએપ દ્વારા નોંધાવી શકાશે ભ્રષ્ટાચારની ફરિયાદ
Punjab Chief Minister Bhagwant Mann
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 12:00 AM

પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ગુરુવારે 16મી પંજાબ વિધાનસભાના (Punjab Assembly) સભ્યો તરીકે શપથ લીધા હતા. આ સાથે રાજ્ય વિધાનસભાનું પ્રથમ સત્ર ગુરુવારથી શરૂ થયું છે.  ‘પ્રોટેમ સ્પીકર’ (કામચલાઉ એસેમ્બલી સ્પીકર) ઇન્દરબીર સિંહ નિજ્જરે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા, જેમાંથી મોટાભાગના પ્રથમ વખત ધારાસભ્યો બન્યા છે. સૌથી પહેલા મુખ્યમંત્રી ભગવંત માને ગૃહના સભ્ય તરીકે શપથ લીધા. નોંધપાત્ર રીતે, માને બુધવારે ખટકડ કલાન ગામમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ ના નારા સાથે શપથનું સમાપન કર્યું.

માન બાદ મહિલા ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. અમન અરોડ સહિત પક્ષના કેટલાક ધારાસભ્યોએ ગૃહમાં પ્રવેશતા પહેલા માથું ઝુકાવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહમાં આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યો તેમના પરિવારના સભ્યો સાથે પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય સંદીપ જાખડ સહિત અનેક ધારાસભ્યોએ હિન્દીમાં શપથ લીધા હતા. માલેરકોટલાથી આપના ધારાસભ્ય મોહમ્મદ જમીલ ઉર રહેમાને ઉર્દૂમાં શપથ લીધા. નાભાના ધારાસભ્ય ગુરદેવ સિંહ દેવ માન સાયકલ દ્વારા પંજાબ વિધાનસભા પહોંચ્યા. શપથ લેનારા કોંગ્રેસના ધારાસભ્યોમાં સુખજિંદર રંધાવા, તૃપ્ત રાજિન્દર બાજવા અને પ્રતાપ સિંહ બાજવાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના ધારાસભ્ય રાણા ગુરજીત સિંહ, તેમના પુત્ર અને અપક્ષ ધારાસભ્ય રાણા ઈન્દર પ્રતાપ સિંહ અને એસએડી ધારાસભ્ય ગનીવ કૌર સહિત પાંચ ધારાસભ્યો શપથ ગ્રહણ માટે ગૃહમાં હાજર ન હતા. આમ આદમી પાર્ટીએ 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં 92 બેઠકો જીતીને કોંગ્રેસ, એસએડી-બીએસપી ગઠબંધન, ભાજપ-પંજાબ લોક કોંગ્રેસ-એસએડી (યુનાઈટેડ) ગઠબંધનને હરાવીને સત્તા મેળવી.

Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી

પત્રકારો સાથે વાત કરતા આપના ઘણા ધારાસભ્યોએ કહ્યું કે તેઓ રાજ્યના લોકોને આપેલા તમામ વચનો પૂરા કરશે. મોગાના આપ ધારાસભ્ય ડૉ. અમનદીપ કૌર અરોરાએ કહ્યું, આપણે શૂન્યથી શરૂઆત કરવી પડશે કારણ કે આખી સિસ્ટમ બદલવી પડશે. અમે તમામ કામ કરીશું. જે પણ ખાતરી આપવામાં આવી છે તે પૂરી કરવામાં આવશે. પંજાબને એક આદર્શ રાજ્ય તરીકે દર્શાવવામાં આવશે.

પંજાબમાં  WhatsApp દ્વારા  નોંધાવી શકાશે ભ્રષ્ટાચારની ફરિયાદ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે રાજ્યના લોકો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 23 માર્ચ શહીદ દિવસના રોજ ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યના લોકો વોટ્સએપ દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાવી શકશે. સીએમ ભગવંત માને કહ્યું, ’23 માર્ચે શહીદ દિવસના અવસર પર, હું એક હેલ્પલાઇન શરૂ કરીશ, જે મારો અંગત WhatsApp નંબર હશે. પંજાબમાં, જો કોઈ તમારી પાસે લાંચ માંગે, તો ના પાડશો નહીં, વીડિયો/ઓડિયો રેકોર્ડિંગ બનાવો અને તેને તે નંબર પર મોકલો. “મારું કાર્યાલય આ બાબતની તપાસ કરશે અને કોઈ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં,” તેમણે કહ્યું.

આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેન છોડવા માંગે છે લગભગ 15-20 ભારતીયો, તમામ પ્રકારની કરી રહ્યા છીએ મદદ- વિદેશ મંત્રાલય

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">