સરકારી કર્મચારીઓ પર ગર્વ છે, PM મોદીએ યુનિફાઇડ પેન્શન સ્કીમ પર શું કહ્યું ?
PM મોદીએ સરકારી કર્મચારીઓને પેન્શન સ્વરૂપમાં મોટી ભેટ આપી છે. જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજનાને બદલે એક નવી જ યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ, કર્મચારીઓને હવે પેન્શન આપવામાં આવશે. ખુદ પીએમ મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે સરકારી કર્મચારીઓની આર્થિક સુરક્ષાને સરકારની જવાબદારી ગણાવી હતી.
મોદી કેબિનેટે, કર્મચારીઓ માટે પેન્શન સ્કીમને લઈને મોટો નિર્ણય લીધો છે. PM મોદીએ સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મોદી કેબિનેટે ગઈકાલ મોડી રાત્રે, આગામી વર્ષથી સમગ્ર દેશમાં યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજનાને બદલે એક નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીઓને હવે પેન્શન આપવામાં આવશે. આ અંગે ખુદ પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સરકારી કર્મચારીઓ પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી અને સરકારી કર્મચારીઓની આર્થિક સુરક્ષાને પણ સરકારની જવાબદારી ગણાવી હતી.
પીએમ મોદીએ, તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર લખ્યું કે, “અમને તે તમામ સરકારી કર્મચારીઓ પર ગર્વ છે, જેઓ દેશની પ્રગતિ માટે સખત મહેનત કરે છે. યુનિફાઇડ પેન્શન સ્કીમ આ કર્મચારીઓની ગરિમા અને નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરશે. “આ પગલું તેમના કલ્યાણ અને સુરક્ષિત ભવિષ્ય માટે અમારી સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”
देश की प्रगति के लिए कठिन परिश्रम करने वाले सभी सरकारी कर्मचारियों पर हमें गर्व है। यूनिफाइड पेंशन स्कीम (UPS) इन कर्मचारियों की गरिमा और आर्थिक सुरक्षा को सुनिश्चित करने वाली है। यह कदम उनके कल्याण और सुरक्षित भविष्य के लिए हमारी सरकार की प्रतिबद्धता को दर्शाता है।…
— Narendra Modi (@narendramodi) August 24, 2024
કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
કેબિનેટની બેઠકમાં જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજનાની જગ્યાએ નવી જ યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 25 વર્ષ સુધી નોકરી કરનાર સરકારી કર્મચારીને યુનિફાઇડ પેન્શન સ્કીમનો લાભ મળશે. આ યોજનાનો લાભ લગભગ 23 લાખ જેટલા સરકારી કર્મચારીઓને મળશે. જો કે, આ યોજના આગામી 1 એપ્રિલ, 2025 થી લાગુ કરવામાં આવશે.
કેટલું પરિવર્તન આવશે ?
યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) હેઠળ, જો કોઈ કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કામ કર્યું હોય, તો નિવૃત્તિ સમયે, તેમને છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના ઓછામાં ઓછા 50 % રકમ પેન્શન તરીકે મળશે. જો કોઈ કર્મચારી મૃત્યુ પામે છે, તો તેના પરિવારને મૃત્યુ સમયે મળેલા પેન્શનના 60 % મળશે. જો કોઈ કર્મચારી 10 વર્ષ પછી નોકરી છોડી દે છે, તો તેને 10,000 રૂપિયા પેન્શન મળશે.