વિવેક અગ્નિહોત્રીને મોટી રાહત, દિલ્હી હાઈકોર્ટે જસ્ટિસ વિરૂદ્ધ ટિપ્પણી કેસમાં આરોપમુક્ત કર્યા
સોમવારે સુનાવણી દરમિયાન વિવેક અગ્નિહોત્રી કોર્ટમાં હાજર રહ્યા હતા અને કહ્યું હતું કે મનમાં ન્યાયતંત્ર માટે સર્વોચ્ચ સન્માન છે. 2018માં વિવેક અગ્નિહોત્રીએ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે જસ્ટિસ મુરલીધરની ટીકા કરી હતી.
ધ કાશ્મીર ફાઇલ્સ જેવી સુપરહિટ ફિલ્મના નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં બિનશરતી માફી માંગી છે. આ સાથે કોર્ટે તેમને આરોપોમાંથી મુક્ત કર્યા હતા. 2018માં ટ્વિટર પર વિવેક અગ્નિહોત્રીએ જસ્ટિસ એસ. મુરલીધર વિરુદ્ધ ટિપ્પણી હતી. જેના કારણે તેમની સામે કેસ ચાલી રહ્યો હતો. જો કે સોમવારે સુનાવણી દરમિયાન વિવેક અગ્નિહોત્રી કોર્ટમાં હાજર રહ્યા હતા અને કહ્યું હતું કે મારા મનમાં ન્યાયતંત્ર માટે સર્વોચ્ચ સન્માન છે.
આ પણ વાંચો: Breaking News : ડુપ્લીકેટ હળદર બનાવવાનું રેકેટ ઝડપાયું, જુદા જુદા કેમિકલ મિક્સ કરી બનાવવામાં આવતી હતી હળદર
2018માં વિવેક અગ્નિહોત્રીએ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે જસ્ટિસ મુરલીધરની ટીકા કરી હતી. ગૌતમ નવલખાના નજરકેદના આદેશને ફગાવી દેવાની પણ તેમના દ્વારા નિંદા કરવામાં આવી હતી. વિવેક અગ્નિહોત્રીની ટિપ્પણીને કોર્ટની અવમાનના માનવામાં આવી હતી અને આ બાબતમાં તેમની સામે કેસ ચાલી રહ્યો હતો. જોકે માફી માંગ્યા બાદ વિવેક અગ્નિહોત્રીને મોટી રાહત મળી છે.
માફી બાદ, હાઈકોર્ટના જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ વિકાસ મહાજને અગ્નિહોત્રી સામે આપવામાં આવેલી કારણ બતાવો નોટિસ પાછી ખેંચી લીધી હતી અને તેમને ફોજદારી માનહાનિના કેસમાંથી પણ મુક્ત કર્યા હતા. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે મને કોર્ટ માટે સૌથી વધુ સન્માન છે. મેં જાણી જોઈને કોર્ટની અવમાનના માટે નિવેદન આપ્યું નથી અને મારો એવો કોઈ ઈરાદો નહોતો.
આ માફી પછી, કોર્ટે તેમને આરોપોમાંથી મુક્ત કર્યા, પરંતુ તેમને ભવિષ્યમાં આવી ટિપ્પણીઓથી દૂર રહેવાની સલાહ પણ આપી. આ પહેલા ડિસેમ્બરમાં જ વિવેક અગ્નિહોત્રીએ આ મામલે માફી માંગી હતી. આ પછી તેમના વકીલે કોર્ટમાં માફીની વાત કહી હતી, જેના પર કોર્ટે કહ્યું હતું કે વિવેક અગ્નિહોત્રીએ અહીં હાજર થઈને આ જ વાત કહેવી પડશે. શરૂઆતમાં વિવેક અગ્નિહોત્રીએ પણ કહ્યું હતું કે મેં ટ્વીટ્સ પાછી ખેંચી લીધી છે, પરંતુ સરકારી વકીલે દાવો કર્યો હતો કે ટ્વિટર કહે છે કે અગ્નિહોત્રીની ટ્વિટ્સ તેમના દ્વારા ડિલીટ કરવામાં આવી હતી.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…