PM Narendra Modi યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં સામેલ દૂતાવાસના અધિકારીઓ સાથે વાત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાની કામગીરીમાં સામેલ દૂતાવાસના અધિકારીઓ અને સામુદાયિક સંસ્થાઓ સાથે વાત કરી હતી.
PM Narendra Modi: ભારતીય દૂતાવાસે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. રશિયન આક્રમણ બાદ યુક્રેનમાં એરસ્પેસને સુરક્ષાના કારણોસર બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.જે બાદ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયા હતા. આ વિદ્યાર્થીઓ (Students)ને બહાર કાઢવા માટે, ભારત સરકારે ઓપરેશન ગંગા (Operation Ganga)ઝુંબેશ શરૂ કર્યું, જે સંઘર્ષની વચ્ચે કરવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ અભિયાન હતું.
#WATCH Prime Minister Narendra Modi interacts with embassy officials and community organisations involved in #Ukraine evacuation pic.twitter.com/rRSxw3iqP6
— ANI (@ANI) March 15, 2022
ભારતે સોમવારે યુક્રેન(Ukraine) અને રશિયા(Russia) વચ્ચેની દુશ્મનાવટનો અંત લાવવા માટે બંને દેશો વચ્ચે સીધો સંપર્ક અને વાતચીત કરવાની હાકલ કરી હતી. એમ પણ કહ્યું કે તેઓ આ બંને દેશોના સંપર્કમાં છે અને રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી નાયબ પ્રતિનિધિ આર રવિન્દ્રએ કહ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા, રાજ્યોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવા પર ભાર મૂકે છે.
“ભારતે યુક્રેનમાં તમામ દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવા માટે સતત આહ્વાન કર્યું છે,” તેમણે કહ્યું. આપણા વડા પ્રધાને વારંવાર તાત્કાલિક યુદ્ધવિરામ માટે આહ્વાન કર્યું છે અને વાતચીત અને રાજદ્વારી સિવાય બીજો કોઈ રસ્તો નથી.બ્રીફિંગમાં બોલતા રવીન્દ્રએ કહ્યું કે ભારત દુશ્મનાવટને રોકવા માટે સીધો સંપર્ક અને વાતચીતનું આહ્વાન કરે છે.
ભારતે તેના પડોશી દેશોના નાગરિકોને પણ યુક્રેનમાંથી બહાર કાઢ્યા હતા
ઓપરેશન ગંગા હેઠળ ભારતે યુક્રેનમાંથી બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોના કેટલાક નાગરિકોને પણ બહાર કાઢ્યા છે. આ દરમિયાન ભારતીયોને બસ અને ટ્રેન મારફતે યુક્રેનની પશ્ચિમી સરહદો પર લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને વિમાન દ્વારા ભારત મોકલવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર કેન્દ્રીય મંત્રીઓને જુદા જુદા દેશોમાં મોકલ્યા
24 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કર્યું. આ કામના સંકલન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર કેન્દ્રીય મંત્રીઓને જુદા જુદા દેશોમાં મોકલ્યા હતા.