Presidential Election 2022: શરદ પવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, કોંગ્રેસ, TMC, AAP બાદ શિવસેના પણ સંમત

વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ (President Ramnath Kovind)કોવિંદનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 8 જૂલાઈના રોજ મતદાન યોજાશે. ચૂંટણીના પરિણામો 21 જુલાઈના રોજ આવશે.

Presidential Election 2022: શરદ પવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, કોંગ્રેસ, TMC, AAP બાદ શિવસેના પણ સંમત
NCP chief Sharad Pawar may be a candidate for the post of President against the BJP candidate
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 8:20 AM

રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election)2022 માટે વિપક્ષ (NCP )પ્રમુખ શરદ પવારના નામ પર સંમત છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે બાદ શિવસેના પણ શરદ પવારના નામ પર મહોર મારવા તૈયાર થયા છે. આવી પરિસ્થિતિમાં ભાજપ તરફથી પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ  પણ ઉમેદવારોની પસંદગી કરવા માટે સક્રિય થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ગુરુવારે શરદ પવારને મળ્યા હતા. તે પચી રવિવારે સંજય સિંહે AAP તરફથી શરદ પવાર સાથે પણ ફોન પર વાત કરી હતી. શિવસેના તરફથી પણ NCPના શરદ પવારનું નામ આગળ કરવાની વાત પણ ચાલી રહી છે. મમતા બેનર્જી પણ શરદ પવારના નામ પર મહોર લગાવવા સંમત થયા છે.

18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી દળો સતત બેઠકો કરી રહ્યા છે અને આ બેઠકોમાં વિપક્ષો તરફથી શરદ પવારના નામ પર લગભગ સંમતિ  સધાઈ ગઈ છે. ગુરુવારે મલ્લિકાર્જુન ખડગેએ મુંબઈમાં શરદ પવારને મળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સાથે પણ વાત કરી હતી. ત્યારે જ એવા સંકેત મળ્યા હતા કે શરદ પવારને સંયુક્ત વિપક્ષ તરફથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન માટે નડ્ડા અને રાજનાથ પણ થયા સક્રિય

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના જે.પી. નડ્ડા અને રાજનાથ સિંહ પણ તેમના પક્ષનાસંભવિત ઉમેદવાર માટે અલગ-અલગ પક્ષોના નેતાઓનું સમર્થન મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ માટે તેઓ વિવિધ પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરવાના છે. જે.પી.નડ્ડા અને રાજનાથ સિંહ માત્ર એનડીએના પક્ષો જ નહીં પરંતુ પરંતુ યુપીએના પક્ષોનું સમર્થન પ્રાપ્ત કરવાનો પણ પ્રયત્ન કરશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

15 જૂને એકઠો થશે વિપક્ષ, મમતા બેનર્જીએ બોલાવી સંયુક્ત બેઠક

15 જૂનના રોજ મમતા બેનર્જીએ વિપક્ષની સંયુક્ત બેઠક બોલાવી છે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં શરદ પવારના નામ પર મહોર લાગી શકે છે અને કોઈ મોટી ઘોષણા થઈ શકે છે. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાનારી આ બેઠકમાં આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત વિપક્ષના 22 નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

18મી જુલાઈએ રાષ્ટ્રપતિપદ માટે યોજાશે ચૂંટણી

વર્તમાન રાષ્ટ્રપતિ રામથાન કોવિંદનો કાર્યાકાળ 24 જૂલાઇએ પૂર્ણ થઈ રહ્યો છે. તેથી નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે 18 જુલાઈએ મતદાન થવાનું છે. રાષ્ટ્રપતિ પદના ચૂંટણીના પરિણામો 21 જુલાઈના રોજ આવશે. આંકડાની રમતની વાત કરીએ તો ભાજપ લોકસભા અને રાજ્યસભામાં મજબૂત સ્થિતિમાં છે. આ સિવાય અનેક રાજ્યોની વિધાનસભાઓમાં ભાજપની સ્થિતિ મજબૂત છે. આવી સ્થિતિમાં વિપક્ષ ભાજપના ઉમેદવાર સામે શરદ પવાર જેવા અનુભવી અને મજબૂત દાવેદારને મેદાનમાં ઉતારવા તૈયાર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">