Droupadi Murmu swearing-in LIVE : દ્રૌપદી મુર્મૂ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

| Updated on: Jul 25, 2022 | 1:40 PM

Droupadi Murmu swearing in LIVE updates in Gujarati : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદ ભવન પહોંચી ગયા છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ સેન્ટ્રલ હોલમાં યોજાનાર છે. આ પહેલા સંસદમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

Droupadi Murmu swearing-in LIVE : દ્રૌપદી મુર્મૂ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા
President Droupadi Murmu Oath Live Updates

રાષ્ટ્રપતિ (India President) પદે ચૂંટાયેલા દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu) આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ લીધા. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમના તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ (Droupadi Murmu oath live)અપાવ્યા. આ સાથે જ દેશને પહેલા આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ મળ્યા. તેમના પહેલા 2007માં પ્રતિભા પાટીલ પહેલા મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા.શપથ ગ્રહણ કાર્યક્રમમાં (Droupadi Murmu oath ceremony LIVE)વડાપ્રધાન મોદી (PM Modi) સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Jul 2022 01:12 PM (IST)

    Droupadi Murmu Live Updates: દ્રૌપદી મુર્મૂને 21 તોપોની સલામી આપવામાં આવી

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રાઇ-સર્વિસ ‘ગાર્ડ ઓફ ઓનર’નું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમને 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી.

  • 25 Jul 2022 12:33 PM (IST)

    President Droupadi Murmu Oath Live : પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે વિદાય અપાઈ

    પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે વિદાય આપવામાં આવી છે. રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનથી રવાના થયા છે,તેઓ જનપથ રોડ પરના તેમના નવા નિવાસસ્થાને પહોંચ્યા.

  • 25 Jul 2022 12:28 PM (IST)

    President Droupadi Murmu : PM મોદીએ દ્રૌપદી મુર્મૂને પાઠવી શુભેચ્છા

    દ્રૌપદી મુર્મૂ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને રાષ્ટ્રપતિ બનવા પર શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'રાષ્ટ્રે દ્રૌપદી મુર્મૂને ગર્વ સાથે રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા જોયા. સમગ્ર ભારત માટે તે એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. હું તેમને ખૂબ જ સારા રાષ્ટ્રપતિ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવું છું.'

  • 25 Jul 2022 11:47 AM (IST)

    President Droupadi Murmu Oath: PM મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા આપવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે.

  • 25 Jul 2022 11:18 AM (IST)

    President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદમાં શપથ લીધા બાદ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન તેને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યુ હતુ. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 21 તોપોની સલામી આપવામાં આવશે. તેમની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર છે.

  • 25 Jul 2022 11:07 AM (IST)

    President Droupadi Murmu Oath : દ્રૌપદી મુર્મૂ સંસદથી રાષ્ટ્રપતિ ભવન જવા રવાના

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હવે સંસદમાંથી રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન રામનાથ કોવિંદ તેમની સાથે જોવા મળ્યા. દ્રૌપદી મુર્મૂ હવે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ રામનાથ કોવિંદને વિદાય આપશે.

  • 25 Jul 2022 11:04 AM (IST)

    President Droupadi Murmu : નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સલામી

    નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પ્રથમ સલામી આપવામાં આવી રહી છે.

  • 25 Jul 2022 10:55 AM (IST)

    President Droupadi Murmu : વિશ્વને ભારત પાસેથી ઘણી આશાઓ - દ્રૌપદી મુર્મૂ

    દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શપથ લીધા બાદ કહ્યું,'લોકશાહીની શક્તિએ મને અહીં સુધી પહોંચાડ્યા છે. મારા માટે મહિલાઓનુ હિત સર્વોપરી છે. ભારતે કોરોના સમયગાળા દરમિયાન ઘણા દેશોને મદદ કરી છે. આપણે નવા ભારત માટે કર્તવ્યના માર્ગ પર આગળ વધવાનું છે. વિશ્વને ભારત પાસેથી ઘણી આશાઓ છે.

  • 25 Jul 2022 10:39 AM (IST)

    President Droupadi Murmu Oath Live Updates : ભારતના દરેક ગરીબની સિદ્ધિ- દ્રૌપદી મુર્મૂ

    દ્રૌપદી મુર્મૂએ વધુમાં કહ્યું હતુ કે, "રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી અંગત સિદ્ધિ નથી, તે ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. મારા માટે આ ખૂબ જ સંતોષની વાત છે કે જેઓ સદીઓથી વંચિત હતા, જેઓ આ પદથી દૂર હતા. વિકાસના લાભો, તેઓ ગરીબ, દલિત, પછાત અને આદિવાસીઓ મારામાં તેમનું પ્રતિબિંબ જોઈ રહ્યા છે. આજે હું તમામ દેશવાસીઓને ખાસ કરીને ભારતના યુવાનો અને ભારતની મહિલાઓને ખાતરી આપું છું કે આ પદ પર કામ કરતી વખતે મારા માટે તેમના હિત સર્વોપરી રહેશે. આજે હું આવા પ્રગતિશીલ ભારતનું નેતૃત્વ કરવા માટે ગર્વ અનુભવું છું.

  • 25 Jul 2022 10:36 AM (IST)

    President Droupadi Murmu : લોકશાહીની શક્તિએ મને અહીં સુધી પહોંચાડી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

    દ્રૌપદી મુર્મૂએ પદના શપથ લીધા બાદ સંસદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, 'લોકશાહીની શક્તિએ મને આ સુધી પહોંચાડી છે. મારા માટે દેશવાસીઓનું હિત સર્વોપરી છે. દરેકના પ્રયાસોથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. મને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ આપ સૌનો આભાર.

  • 25 Jul 2022 10:33 AM (IST)

    President Droupadi Murmu Oath Live : કારગિલ વિજય દિવસની શુભકામના - દ્રૌપદી મુર્મૂ

    દ્રૌપદી મુર્મૂએ વધુમાં કહ્યું, '26 જુલાઈ કારગિલ વિજય દિવસ પણ છે. આ દિવસ ભારતીય સેનાની બહાદુરી અને સંયમ બંનેનું પ્રતીક છે. આજે હું દેશની સેનાઓને અને દેશના તમામ નાગરિકોને કારગિલ વિજય દિવસની અગાઉથી શુભેચ્છા પાઠવું છુ.'

  • 25 Jul 2022 10:31 AM (IST)

    President Droupadi Murmu: 'હું દેશની પ્રથમ રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હોય'

    દ્રૌપદી મુર્મૂએ પોતાના ભાષણમાં કહ્યું, 'હું દેશની પ્રથમ રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હોય. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વતંત્ર ભારતના નાગરિકો પાસેથી જે અપેક્ષાઓ રાખી હતી તેને પૂર્ણ કરવા આપણે આ અમૃતકલમાં ઝડપી ગતિએ કામ કરવાનું છે. આ 25 વર્ષોમાં, અમૃતકલની પ્રાપ્તિનો માર્ગ બે પાટા પર આગળ વધશે -સૌનો સાથ સૌનો વિકાસ.'

  • 25 Jul 2022 10:28 AM (IST)

    Droupadi Murmu swearing LIVE : શપથ લીધા બાદ દ્રૌપદી મુર્મૂનુ સંસદમાં સંબોધન

    દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્નાએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ  મુર્મૂએ સંસદમાં સંબોધન કર્યું.

  • 25 Jul 2022 10:23 AM (IST)

    President Droupadi Murmu : સાંસદો અને ધારાસભ્યોનો આભાર- દ્રૌપદી મુર્મૂ

    ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદમાં પોતાના સંબોધનમાં સાંસદો અને ધારાસભ્યોનો આભાર માન્યો.સાથે જ તેણે જણાવ્યુ કે, હું આઝાદ ભારતમાં જન્મનાર પહેલી રાષ્ટ્રપતિ બનીશ.

  • 25 Jul 2022 10:18 AM (IST)

    President Droupadi Murmu Oath Live Updates : સંસદમાં દ્રૌપદી મુર્મૂનું ભવ્ય સ્વાગત

    નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદ ભવન પહોંચી ગયા છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ સેન્ટ્રલ હોલમાં યોજાનાર છે. આ પહેલા સંસદમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

  • 25 Jul 2022 10:14 AM (IST)

    President Droupadi Murmu Oath : દ્રૌપદી મુર્મૂ ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ પદના શપથ લેશે

    નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ ભવન પહોંચ્યા છે. થોડીવારમાં દ્રૌપદી મુર્મૂનો ભારતના 15 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

  • 25 Jul 2022 10:02 AM (IST)

    President Droupadi Murmu Oath Live : કોંગ્રેસ શપથ સમારોહમાં ભાગ લેશે

    કોંગ્રેસ ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ સમારોહમાં ભાગ લેશે.

  • 25 Jul 2022 09:57 AM (IST)

    Droupadi Murmu : દ્રૌપદી મુર્મૂ સંસદ જવા માટે રવાના

    દ્રૌપદી મુર્મૂ અને રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ જવા માટે રવાના થયા છે.

  • 25 Jul 2022 09:44 AM (IST)

    President Droupadi Murmu : નીતિશ કુમાર મુર્મૂના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં

    નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો શપથ ગ્રહણ સમારોહ સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. આ દરમિયાન માહિતી સામે આવી છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં.

  • 25 Jul 2022 09:32 AM (IST)

    President Droupadi Murmu Oath Live: દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા

    દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગઈ છે.જ્યાં રામનાથ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

  • 25 Jul 2022 09:20 AM (IST)

    President Droupadi Murmu: દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવન જવા રવાના

    સંસદ ભવન સુધી વિવિધ દેશોના રાજદ્વારીઓ પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દ્રૌપદી મુર્મુ તેમના નિવાસસ્થાનેથી રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થયા છે.

  • 25 Jul 2022 09:16 AM (IST)

    Droupadi Murmu : સવારે 10.15 વાગ્યાથી શપથ સમારોહ શરૂ થશે

    નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો શપથ ગ્રહણ સમારોહ સોમવારે સવારે 10.15 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. આ પછી તે સંસદમાં સંબોધન કરશે. આ દરમિયાન તેમને 21 તોપની સલામી આપવામાં આવશે.

  • 25 Jul 2022 09:09 AM (IST)

    President Droupadi Murmu Oath Live : દ્રૌપદી મુર્મૂ દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ બનશે

    આજે સવારે સંસદ ભવનમાં દ્રૌપદી મુર્મૂનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. આ પહેલા તેમણે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેઓ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે. આ સાથે જ તે સર્વોચ્ચ પદ સંભાળનાર દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ બનશે.

  • 25 Jul 2022 08:48 AM (IST)

    President Droupadi Murmu : મુર્મૂએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી

    ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી.

  • 25 Jul 2022 08:29 AM (IST)

    Droupadi Murmu swearing Live : દ્રૌપદી મુર્મૂ રાજઘાટ જવા રવાના

    દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવનની કારમાં રાજઘાટ જવા રવાના થયા છે, જ્યાં તે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અપાશે.

  • 25 Jul 2022 08:04 AM (IST)

    President Droupadi Murmu Oath Live Updates : મૂર્મુને લેવા માટે રાષ્ટ્રપતિ ભવનની ગાડી પહોંચી

    દ્રૌપદી મુર્મુને લેવા માટે રાષ્ટ્રપતિ ભવનની ગાડીઓ તેમના ઘરે પહોંચીછે. પહેલા દ્રૌપદી રાજઘાટ જશે, જ્યાં તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.

  • 25 Jul 2022 08:00 AM (IST)

    President Droupadi Murmu : શપથ પહેલા દ્રૌપદી મુર્મુ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

    શપથ સમારોહ પહેલા દ્રૌપદી મુર્મુ  સવારે 8.30 વાગ્યે રાજઘાટ પર જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

  • 25 Jul 2022 07:28 AM (IST)

    Droupadi Murmu Oath Ceremony : જાણો રાષ્ટ્રપતિ પદના શપથ લેનાર દ્રૌપદી મુર્મૂ વિશે

    20 જૂન, 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામના સંથાલ પરિવારમાં દ્રૌપદી મુર્મૂનો જન્મ થયો હતો. મુર્મૂનુ પ્રાથમિક શિક્ષણ ઉપરબેડા ગામની સ્કૂલમાં થયું. પિતા બિરંચી નારાયણ ટુડુ પુત્રીને ભણાવવા ભાર મૂક્યો હતો. પતિ અને બે પુત્રના નિધન બાદ દ્રૌપદી મુર્મૂએ પોતાના ઘરમાં જ બાળકોની સ્કૂલ શરૂ કરી હતી. અહીં આજે પણ બાળકો ભણે છે.

  • 25 Jul 2022 07:27 AM (IST)

    President of India 2022 : 25 જુલાઈએ શપથ લેનારા મુર્મૂ 10મા રાષ્ટ્રપતિ બનશે

    25 જુલાઈએ શપથ લેનારા મુર્મૂ 10મા રાષ્ટ્રપતિ બનશે. 1977 પછી દર વખતે 25 જુલાઈએ જ રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાય છે. દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી, 1950ના રોજ શપથ લીધા હતા. તે દિવસે ભારત પ્રજાસતાક બન્યુ હતુ. બીજી વાર ચૂંટણી જીતીને તેઓ મે 1962 સુધી આ પદ પર રહ્યા. સર્વપલ્લી રાધાકૃષ્ણને 13 મે, 1962ના રોજ શપથ લીધા અને 13 મે, 1967 સુધી આ હોદ્દે રહ્યા. ઝાકિર હુસૈન અને ફખરુદ્દીન અલી અહમદ તેમનો કાર્યકાળ પૂરો ના કરી શક્યા કારણ કે કાર્યકાળ દરમિયાન જ તેમના નિધન થયા હતા. છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ પણ 25 જુલાઈ, 1977ના રોજ શપથ લીધા. ત્યાર પછી જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરમન, શંકર દયાલ શર્મા, કે.આર. નારાયણન, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિંદે પણ 25 જુલાઈએ શપથ લીધા હતા.

  • 25 Jul 2022 07:24 AM (IST)

    President Droupadi Murmu : આદિવાસી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે

    ઓડિશાના રાયરંગપુરથી મુર્મૂના પરિવારજનો દિલ્લી પહોંચી ચૂક્યા છે. મુર્મૂના ભાભી સુકરી ટુડુ તેમના માટે સંથાલી સાડી લઈને આવ્યા છે. મુર્મૂ તે પહેરીને જ શપથ ગ્રહણ કરે એવી શક્યતા છે. પૂર્વ ભારતમાં સંથાલી સાડી ઉત્સવના દિવસે પહેરવામાં આવે છે. તેથી શપથ સમારોહમાં સંથાલી આદિવાસી સંસ્કૃતિની ઝલક પણ દેખાઈ શકે છે.

  • 25 Jul 2022 07:23 AM (IST)

    President Droupadi Murmu oath live :સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ કરશે દ્રૌપદી મુર્મૂ

    દ્રૌપદી મુર્મુ આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ કરશે. તેમને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમના હોદ્દો અને ગુપ્તતાના શપથ અપાવશે. આ સાથે જ દેશને પહેલા આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ મળશે.

Published On - Jul 25,2022 7:17 AM

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">