રાષ્ટ્રપતિએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને CJI તરીકે કર્યા નિયુક્ત, દેશના 50 માં CJI તરીકે સંભાળશે કાર્યભાર
કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ટ્વીટ કર્યું છે કે, "ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ 9મી નવેમ્બર 2022થી પ્રભાવી રીતે સુપ્રીમ કોર્ટના ડૉ. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે.

સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ (DY Chandrachud) હશે. તેઓ દેશના 50 માં CJI તરીકે કાર્યભાર સંભાળશે. ચંદ્રચુડના નામની ભલામણ વર્તમાન સીજેઆઈ યુયુ લલિત દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ કાયદા મંત્રાલયે રાષ્ટ્રપતિની મંજૂરી માંગી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે તેમની પર મહોર લગાવી છે. CJI યુયુ લલિત 9મી નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. આ અંગે કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કરીને માહિતી આપી છે.
કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ટ્વીટ કર્યું છે કે, “ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ 9મી નવેમ્બર 2022થી પ્રભાવી રીતે સુપ્રીમ કોર્ટના ડૉ. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે.
In exercise of the power conferred by the Constitution of India, Hon’ble President appoints Dr. Justice DY Chandrachud, Judge, Supreme Court as the Chief Justice of India with effect from 9th November, 22.
— Kiren Rijiju (@KirenRijiju) October 17, 2022
કાર્યકાળ 2 વર્ષ, 1 દિવસનો રહેશે
CJI લલિતે 27 ઓગસ્ટ 2022ના રોજ 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા અને 8 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ 2 વર્ષ અને 1 દિવસનો રહેશે. તેઓ 2024માં 10 નવેમ્બરે નિવૃત્ત થશે. થોડા દિવસો પહેલા, કાયદા મંત્રાલયે CJI યુયુ લલિતને એક પત્ર મોકલ્યો હતો. જેમાં તેમને ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટે મેમોરેન્ડમ પ્રક્રિયા (MoP) ના ભાગ રૂપે તેમના અનુગામીની નિમણૂક માટે ભલામણ મોકલવા જણાવ્યું હતું.
વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા સાથે સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા (MoP)હેઠળ, આઉટગોઇંગ ચીફ જસ્ટિસ કાયદા મંત્રાલય તરફથી એક પત્ર પ્રાપ્ત કર્યા પછી તેમના અનુગામીના નામની ભલામણ કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. સુપ્રીમ કોર્ટમાં ત્રણ મહિલા જજ સહીત 29 જજોનો સમાવેશ થાય છે, જ્યારે જજની કુલ સંખ્યા 34 છે.