AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રસોડામાં ‘PNG ગેસ’ વાપરો છો ? સરકારની આ નાની સલાહ તમને અને તમારા પરિવારને મોટી દુર્ઘટનાથી બચાવશે

આજકાલ ઘણા ઘરોમાં એલપીજી સિલિન્ડરને બદલે પીએનજી (PNG) વપરાવા લાગ્યો છે. આ ગેસ વાપરવામાં જેટલો સરળ છે, એટલી જ સાવધાની રાખવી પણ જરૂરી છે. ગેસ મંત્રાલય દ્વારા પીએનજી ગ્રાહકો માટે કેટલીક ખાસ અને સરળ ટિપ્સ આપવામાં આવી છે, જેથી ઘરમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન થાય.

રસોડામાં 'PNG ગેસ' વાપરો છો ? સરકારની આ નાની સલાહ તમને અને તમારા પરિવારને મોટી દુર્ઘટનાથી બચાવશે
| Updated on: Apr 14, 2026 | 8:31 PM
Share

એલપીજી (LPG) ની અછત અંગેની ચિંતાઓને વચ્ચે હવે ઘણા લોકોએ તેમના રસોડામાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) નો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. સરકાર દ્વારા પણ એલપીજી ગ્રાહકોને પીએનજીમાં શિફ્ટ થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જો તમે પણ તમારા રસોડામાં પીએનજીનો ઉપયોગ કરી રહ્યા છો, તો અન્ય કોઈપણ બળતણની જેમ તેનો સુરક્ષિત ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએનજીના ઉપયોગને લઈને નાની-નાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે ‘સુરક્ષિત આદતો અપનાવો, સુરક્ષિત પરિવાર બનાવો’ ના મેસેજ સાથે પીએનજી ગ્રાહકો માટે કેટલાક મહત્વપૂર્ણ સુરક્ષા દિશાનિર્દેશો જાહેર કર્યા છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, રસોડામાં સુરક્ષાની પ્રથમ કડી ‘સુરક્ષા હોઝ’ (ગેસ પાઈપ) છે. પીએનજીનો ઉપયોગ કરતા ગ્રાહકોએ સમયાંતરે પોતાના ગેસ પાઈપને ચેક કરતા રહેવું જોઈએ. જો પાઈપમાં કોઈપણ પ્રકારની તિરાડ, ઘસારો કે ઢીલાશ જોવા મળે, તો તેને જરા પણ વિલંબ કર્યા વગર તરત જ બદલી નાખવો જોઈએ. એક નાનું લીકેજ પણ મોટા જોખમનું કારણ બની શકે છે, તેથી પાઈપની ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ ન કરવી જોઈએ.

વેન્ટિલેશનનું ધ્યાન રાખો

આવી જ રીતે, બંધ રૂમમાં અથવા બારી વગરના રસોડામાં ગેસનો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે. મંત્રાલયે સ્પષ્ટ સૂચના આપી છે કે, રસોઈ બનાવતી વખતે યોગ્ય વેન્ટિલેશન (હવાની અવરજવર) જાળવી રાખો. રસોડાની બારીઓ અને દરવાજા ખુલ્લા હોવા જોઈએ, જેથી હવાનું સંચરણ જળવાઈ રહે. જો કોઈ કારણસર ગેસનું લીકેજ થાય તો પણ વેન્ટિલેશનના કારણે તે ઘરની અંદર ભેગો થશે નહીં અને મોટી દુર્ઘટનાનું જોખમ ઘટી જશે.

એપ્લાયન્સ વાલ્વ બંધ કરવાની આદત

ઘણીવાર સુવિધા ખાતર આપણે ગેસ બર્નર બંધ કરી દઈએ છીએ પણ મુખ્ય વાલ્વ (Appliance Valve) ખુલ્લો છોડી દઈએ છીએ. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉપયોગ કર્યા પછી વાલ્વને હંમેશા બંધ રાખો. આ એક સરળ પણ અત્યંત અસરકારક આદત છે, જે અજાણતા થતા લીકેજને સંપૂર્ણપણે અટકાવે છે. ખાસ કરીને રાત્રે સૂતા પહેલા અથવા ઘરની બહાર જતી વખતે આ બાબત સુનિશ્ચિત કરવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો: કોના એક ઈશારે નક્કી થાય છે ક્રૂડ ઓઈલના ભાવ? જાણો તમારા ખિસ્સા પર પડતી સીધી અસર

Follow Us
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
પ્રચાર માટે આવેલા ઉમેદવારોને લોકોએ લીધા ઉધડા
પ્રચાર માટે આવેલા ઉમેદવારોને લોકોએ લીધા ઉધડા
ભારતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન
ભારતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન
g clip-path="url(#clip0_868_265)">