AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMની સુરક્ષામાં ખામી: કેપ્ટન અમરિંદરે પંજાબના CM અને ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું, જાખરે કહ્યું- આજે જે થયું તે સ્વીકાર્ય નથી

કેપ્ટન અમરિન્દર સિંહે ટ્વીટ કર્યું કે "પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ખાસ કરીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ નિષ્ફળ નિવડ્યા છે, નિષ્ફળતા બદલ તેમણે હોદ્દા પરથી રાજીનામુ આપવુ જોઈએ"

PMની સુરક્ષામાં ખામી: કેપ્ટન અમરિંદરે પંજાબના CM અને ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું, જાખરે કહ્યું- આજે જે થયું તે સ્વીકાર્ય નથી
PM's convoy on flyover, Captain Amarinder Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 9:33 PM
Share

પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે (Captain Amarinder Singh)સુરક્ષા કારણોસર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) ફિરોઝપુર રેલી (Ferozepur Rally) રદ કરવા માટે પંજાબ સરકારને જવાબદાર ઠેરવી છે અને મુખ્ય પ્રધાન ચરણજીત ચન્ની (Charanjit Singh Channi ) અને ગૃહ પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. બુધવારે પીએમ મોદી પંજાબથી દિલ્હી પરત ફર્યા બાદ કેપ્ટન અમરિન્દર સિંહે ટ્વીટ કર્યું કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ખાસ કરીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ નિષ્ફળ નિવડ્યા છે. જ્યારે તમે દેશના વડાપ્રધાનને સલામત માર્ગ ન આપી શકો અને તે પણ પાકિસ્તાન સરહદથી માત્ર 10 કિમી દૂર તો તમને પદ પર ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી અને તમારે પદ છોડવું જોઈએ. કેપ્ટન અમરિંદર સિંહ આ વખતે પંજાબમાં ભાજપ સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આજે જે થયું તે સ્વીકાર્ય નથી. વડાપ્રધાને ફિરોઝપુરમાં ભાજપની રાજકીય રેલીને સંબોધવા માટે સલામત માર્ગની ખાતરી કરવી જોઈતી હતી.

ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ પંજાબમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 15 થી 20 મિનિટ માટે ફ્લાયઓવર પર અટવાયા હતા. જ્યારે કેટલાક વિરોધીઓએ રોડ પર જતા સમયે રસ્તો રોકી દીધો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ખામી ગણાવી છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ પંજાબની મુલાકાત દરમિયાન ગંભીર સુરક્ષા ભંગ બાદ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે પંજાબ સરકારને આ ભૂલ માટે જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે. વડા પ્રધાન ભટિંડાથી હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

આ પણ વાંચોઃ

પંજાબ પ્રવાસ દરમિયાન PM મોદીની સુરક્ષામાં મોટી ખામી, વિરોધીઓએ કર્યો રસ્તો બ્લોક, PM ફ્લાયઓવર પર અટવાયા

આ પણ વાંચોઃ

PM મોદીના કાફલાના રૂટમાં અચાનક ફેરફારની મને જાણ નહોતી, સુરક્ષામાં કોઈ ખામી નહોતીઃ CM ચરણજીત સિંહ ચન્ની

g clip-path="url(#clip0_868_265)">