PM સ્વામિત્વ યોજના: આવતીકાલે 1.32 લાખ જમીન માલિકોને તેમની સંપત્તિના માલિકી હકના રેકૉર્ડથી જોડાયેલા કાર્ડ અપાશે
લોકડાઉન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના જાહેર કરી છે. આ યોજનાના પહેલા તબક્કાની શરૂઆત આવતીકાલથી થઈ રહી છે. યોજના થકી જમીન માલિકોને તેમની સંપત્તિના માલિકી હકના રેકૉર્ડથી જોડાયેલા કાર્ડ ભૌતિક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્વામિત્વ પંચાયતી રાજ મંત્રાલયની યોજના છે. વડાપ્રધાને 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી દિવસની ઉજવણીના ભાગરૂપે આ યોજનાની જાહેરાત કરી હતી. યોજનાનો […]

લોકડાઉન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના જાહેર કરી છે. આ યોજનાના પહેલા તબક્કાની શરૂઆત આવતીકાલથી થઈ રહી છે. યોજના થકી જમીન માલિકોને તેમની સંપત્તિના માલિકી હકના રેકૉર્ડથી જોડાયેલા કાર્ડ ભૌતિક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્વામિત્વ પંચાયતી રાજ મંત્રાલયની યોજના છે. વડાપ્રધાને 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી દિવસની ઉજવણીના ભાગરૂપે આ યોજનાની જાહેરાત કરી હતી. યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં મિલ્કતોના માલિકોને અધિકાર સંબંધી રેકૉર્ડથી સંબંધિત સંપત્તિકાર્ડ ઉપલબ્ધ કરાવવાનો છે. યોજનાને તબક્કાવાર રીતે 4 વર્ષ એટલેકે વર્ષ 2020થી 2024 સુધીમાં આખા દેશમાં લાગૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત લગભગ 6.62 લાખ ગામ આવરી લેવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સરકારની આ પહેલથી ગ્રામીણોને પોતાની જમીન અને સંપત્તિને એક નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરવાની સુવિધા મળશે. સંપત્તિની અવેજીમાં બેંક લોન અને બીજા નાણાકીય ફાયદા મેળવી શકશે. પ્રારંભિક તબક્કામાં લગભગ 1 લાખ સંપત્તિ માલિક પોતાની સંપત્તિ સાથે જોડાયેલા કાર્ડ પોતાના મોબાઈલ ફોન પર એસએમએસ દ્વારા ડાઉનલોડ કરી શકશે. રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરવામાં આવશે. 6 રાજ્યોના 763 ગામોથી લાભ આપવાની શરૂઆત કરાશે.
જેમાં ઉત્તર પ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામ સામેલ છે. મહારાષ્ટ્રને છોડીને આ તમામ રાજ્યોના લાભાર્થીઓને અરજીના એક દિવસમાં સંપત્તિ કાર્ડ મળશે. મહારાષ્ટ્રમાં સંપત્તિકાર્ડ માટે કેટલીક રકમ લેવાની વ્યવસ્થા છે, આ કારણે મહારાષ્ટ્રમાં એક મહિનાનો સમય લાગશે. દેશમાં પહેલીવાર લાખો ગ્રામીણ સંપત્તિ માલિકોના લાભ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા સ્તર પર અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
