AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Friday 2022 : ગુડ ફ્રાઈડેની સમગ્ર દેશમાં ઉજવણી, PM મોદીએ જીસસ ક્રાઈસ્ટના બલિદાનને યાદ કર્યું

Good Friday Jesus Christ: ગુડ ફ્રાઈડે એ ખ્રિસ્તી ધર્મના લોકોનો મુખ્ય તહેવાર છે, આ દિવસ ઈસુ ખ્રિસ્તના બલિદાનના માનમાં ઉજવવામાં આવે છે.

Good Friday 2022 : ગુડ ફ્રાઈડેની સમગ્ર દેશમાં ઉજવણી, PM મોદીએ જીસસ ક્રાઈસ્ટના બલિદાનને યાદ કર્યું
Pm Modi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 11:00 AM
Share

Good Friday Wishes : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે ઈસુ ખ્રિસ્તને યાદ કર્યા. તેમણે તેમની હિંમત અને બલિદાનને આદર્શ ગણાવ્યા જે આજે પણ ઘણા લોકોને માર્ગદર્શન આપે છે. PM મોદીએ પોતાના ટ્વીટમાં(Tweet) લખ્યું, ‘આજે ગુડ ફ્રાઈડેના અવસર પર અમે ઈસુ ખ્રિસ્તના (Jesus Christ) સાહસ અને બલિદાનને યાદ કરીએ છીએ. તેમના સેવા અને ભાઈચારાના આદર્શો ઘણા લોકો માટે માર્ગદર્શક છે.

તમને જણાવી દઈએ કે, ગુડ ફ્રાઈડે એ ખ્રિસ્તી લોકોનો મુખ્ય તહેવાર છે, જે ઈસુ ખ્રિસ્તના બલિદાન અને દુઃખના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઈડે મનાવવાનું કારણ એ છે કે આ દિવસે જિસસ ક્રાઈસ્ટને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા હતા.

ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ એ ખૂબ જ પીડાદાયક અનુભવ

ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ એ ખૂબ જ પીડાદાયક અનુભવ હતો, જો કે લોકો તેનો આદર કરે છે. તેઓ માને છે કે ઈસુ ખ્રિસ્તે તેમના પાપો માટે છેલ્લું બલિદાન આપ્યું હતું. બાઇબલ અનુસાર ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા હતા. બાદમાં ક્રુસિફિકેશન દ્વારા તેને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. તેને કાંટાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને તેનો ક્રોસ એક ટેકરી પર લઈ જવાની ફરજ પાડવામાં આવી હતી. આ અંગેની પ્રતિકાત્મક તસવીરો પણ છે, જેને જોઈને જ જાણી શકાય છે કે તેની સાથે કેટલી ક્રૂરતા કરવામાં આવી હતી.

અન્ય નામોથી પણ બોલાવવામાં આવે છે

ગુડ ફ્રાઈડેને હોલી ફ્રાઈડે, ગ્રેટ ફ્રાઈડે અને બ્લેક ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. જ્યોર્જિયન અને જુલિયન કેલેન્ડરના આધારે દર વર્ષે આ દિવસ બદલાઈ શકે છે. ઇસુ ખ્રિસ્તને પણ ક્રુસિફિકેશન દ્વારા મરવા માટે છોડી દેવામાં આવ્યા હતા. તેમણે અને તેમના અનુયાયીઓ તેમના મૃત્યુના આગલા દિવસે તહેવારમાં ભાગ લીધો હતો. પછી તેણે ગેથસેમાનેના બગીચાની પણ મુલાકાત લીધી. તેણે તેના જીવનની અંતિમ ઘડીમાં પિતાને પ્રાર્થના કરી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Amarnath Yatra 2022: જમ્મુ-કાશ્મીરના IGPનું મોટું નિવેદન, યાત્રા શરૂ થતા પહેલા જ મોટા ભાગના આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવશે, ત્રણ સ્તરની સુરક્ષા હશે

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">