Aha Tamil OTT: તમિલમાં આવી રહ્યું છે ‘અહા’ ઓટીટી પ્લેટફોર્મ, તમિલનાડુના સીએમ સ્ટાલિને કર્યું લોન્ચ

'અહા' તમિલનું વાર્ષિક સબ્સ્ક્રિપ્શન દર્શકો માટે 365 રૂપિયા પ્રતિ દિવસના પોસાય તેવા ખર્ચે ઉપલબ્ધ છે જે દરરોજ 1 રૂપિયો છે. વર્ષ 2020 માં શરૂ કરાયેલ અહા એ ભારતીય વિડિયો-ઓન-ડિમાન્ડ સ્ટ્રીમિંગ સેવા છે જે 100% સ્થાનિક મનોરંજન પ્રદાન કરે છે.

Aha Tamil OTT: તમિલમાં આવી રહ્યું છે 'અહા' ઓટીટી પ્લેટફોર્મ, તમિલનાડુના સીએમ સ્ટાલિને કર્યું લોન્ચ
AHA OTT Launched In Tamil
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 12:04 AM

ભારતના અગ્રણી પ્રાદેશિક OTT પ્લેટફોર્મ્સ (Aha Tamil OTT) પૈકીનું એક, અહા ચેન્નાઈમાં તમિલ ભાષી લોકો સુધી પહોંચવા માટે વધુ એક પગલું ભર્યું છે. અહા હવે OTT પર છે, જેમાં તમિલ ભાષાની ફિલ્મોથી લઈને મનોરંજનના કાર્યક્રમો હશે. અહાના તમિલ વર્જનને તમિલનાડુના મુખ્યમંત્રી મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન (Muthuvel Karunanidhi Stalin) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમની સાથે અભિનેતા સિલંબરાસન ઉર્ફે સિમ્બુ અને સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર જોડાયા હતા. જેમને AHA તમિલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. AHA એ તમિલ નવા વર્ષ પુથાંડુ પર તમિલ મનોરંજન સામગ્રીની આકર્ષક શ્રેણીનું અનાવરણ કર્યું.

તમિલ સિનેમાના દિગ્ગજો એસપી મુથુરામન, ભારતીરાજા, સ્વ.એવી મય્યપ્પન, સ્વ.એમ.એસ. વિશ્વનાથન, સ્વ.કે બાલાચંદર, સ્વ.એસપી બાલાસુબ્રમણ્યમ અને સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવીને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને અહા નેતૃત્વ અધિકારીઓ દ્વારા તમિલ એન્ટરટેઈનમેન્ટમાં તેમના પુષ્કળ યોગદાન માટે કાલિગ્નાર સન્માન આપવામાં આવ્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કાર્યક્રમની શરૂઆત M.K સ્ટાલિનના સંબોધનથી થઈ હતી. જેમણે સ્થાનિક પ્રેક્ષકો સાથે જોડાવા માટે સ્થાનિક કન્ટેન્ટ પ્રદાન કરતા મનોરંજન પ્લેટફોર્મના મહત્વ પર ભાર મૂક્યો હતો. સંબોધન પછી, આયોજકોએ એમ.કે. સ્ટાલિનના પિતા એમ. કરુણાનિધિ, તમિલનાડુના બીજા મુખ્યપ્રધાન અને DMK વડા તમિલ સાહિત્યમાં તેમના યોગદાનને પ્રકાશિત કર્યો. જાણીતા દિગ્દર્શકો, પટકથા લેખકો અને નિર્માતાઓ સહિત તમિલ મનોરંજન ઉદ્યોગની કેટલીક નોંધપાત્ર હસ્તીઓ હાજર રહી હતી.

તમિલ લોન્ચની ઘોષણા વિશે વાત કરતાં શ્રી રામ જુપલ્લી, પ્રમોટર અહાએ જણાવ્યું હતું કે, અમે અમારી વૈવિધ્યસભર અને સંબંધિત કન્ટેન્ટ દ્વારા તમામ વિષયક બાબતોને પૂરી કરવા માટે સતત કામ કરી રહ્યા છીએ. તમિલ નવા વર્ષ નિમિત્તે આજે આપણી તમિલ સ્લેટનું લોન્ચિંગએ માન્યતાનું પ્રતિબિંબ છે કે મનોરંજન અને વાર્તાઓ કોઈની સ્થાનિક ભાષામાં શ્રેષ્ઠ રીતે કહેવામાં આવે છે અને માણવામાં આવે છે.

સિલંબરાસન અને અનિરુદ્ધ અમારા માટે માત્ર બ્રાન્ડ એમ્બેસેડર નથી, પરંતુ તેઓ અમારા બ્રાન્ડ પાર્ટનર્સ છે. જેમની હાજરી લોકોમાં પરિચિતતાની ભાવનાને પ્રોત્સાહન આપશે અને તેમને પ્રેક્ષકોનો આદર મેળવવામાં મદદ કરશે. તેલુગુમાં તેની સફળતા પછી, અહા વિવિધ વય જૂથોની રુચિ અને માગને પૂર્ણ કરવા માટે વિવિધ શૈલીઓ સાથે તમિલમાં ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ પ્રદાન કરવાનું લક્ષ્ય ધરાવે છે. અમારી મોટાભાગની તમિલ સ્લેટ ઓરીજનલ કન્ટેન્ટ છે અને હું માનું છું કે પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ નિર્માતાઓ સાથે સાંકળવું સમજદારીભર્યું છે જેઓ અમારા વિઝનને પૂર્ણ કરવામાં અમને પૂરક બનાવી શકે છે.

અજિત ઠાકુર સીઈઓ અહા સંમત થયા અને તેમની વાત કરતા કહ્યું કે, અમે ભારતમાં તેમજ વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય તરફથી અહા માટે અમને જે પ્રતિભાવ અને પ્રેમ મળ્યો છે તેનાથી અમે અભિભૂત છીએ. અમે સતત સ્ટોરી પહોંચાડવામાં સફળ રહ્યા છીએ જે અમારા યુઝર સાથે પડઘો પાડે છે. આહાની શરૂઆતથી અમે અમારા યુઝરને ઊંડાણપૂર્વક સાંભળ્યા અને તેઓ જોવા માગતા હોય તેવી વાર્તાઓની કાળજીપૂર્વક રચના કરી. અહા તેની સફરની શરૂઆત જ કરી રહી છે પરંતુ હું તમને વચન આપું છું કે અમે ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે તમિલ ભાષા માટે ડિફોલ્ટ મનોરંજન પ્લેટફોર્મ બનીશું.

આહા તમિલનું વાર્ષિક સબ્સ્ક્રિપ્શન દર્શકો માટે 365 રૂપિયાના પોસાય તેવા ખર્ચે ઉપલબ્ધ છે જે પ્રતિ દિવસ 1 રૂપિયો છે. 2020માં શરૂ કરાયેલ આહાએ ભારતીય વિડિયો-ઓન-ડિમાન્ડ સ્ટ્રીમિંગ સેવા છે જે 100% સ્થાનિક મનોરંજન પ્રદાન કરે છે. તેની શરૂઆત 100% તેલુગુ OTT સાથે થઈ હતી અને દર શુક્રવારે નવી રિલીઝ સાથે વેબ સિરીઝ અને મૂવીઝના મૂળ પ્રોગ્રામિંગનો સમાવેશ કરતી તેની વ્યાપક કન્ટેન્ટ સ્લેટ સાથે સમગ્ર વિશ્વમાં મોટી સફળતા જોવા મળી હતી.

100% સ્થાનિક મનોરંજનના તેના વચનને પૂર્ણ કરતાં, અહાએ તાજેતરમાં અહા તમિલ લોન્ચ કર્યું છે જેમાં 100% તમિલ વેબ સિરીઝ અને મૂવીઝ છે. અહાની માલિકી અહા મીડિયા એન્ડ બ્રોડકાસ્ટિંગ પ્રાઈવેટ લિમિટેડ છે, જે ગીતા આર્ટ્સ અને માય હોમ ગ્રુપનું સંયુક્ત સાહસ છે. અહા વિવિધ ફોર્મેટમાં મૂળ તેલુગુ કન્ટેન્ટ બનાવે છે જેમાં મૂવીઝ, વેબ-સિરીઝ અને નોન-ફિક્શન શોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: IT Professionals માટે સારા સમાચાર, Infosys 50 હજાર નવી ભરતી કરશે

આ પણ વાંચો: NBCC JE Recruitment 2022: જુનિયર એન્જિનિયરની જગ્યા માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, અહીં કરો અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">